Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે. ભગવંતે ધર્મકથા કહી, યાવત્ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે શક્રેન્દ્ર, ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત, સંતુષ્ટ થઈ ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. કરીને આમ કહ્યું- ભગવદ્ ! અવગ્રહ કેટલા ભેદે છે ? શક્ર! પાંચ ભેદે છે- દેવેન્દ્રાવગ્રહ, રાજાવગ્રહ, ગાથાપતિઅવગ્રહ, સાગારિકાવગ્રહ, સાધર્મિકાવગ્રહ. ભગવન્! જે આ આજકાલ શ્રમણ નિર્ચન્થો વિચરે છે, તેઓને હું અવગ્રહની અનુજ્ઞા આપું છું, એમ કહીને ભગવંતને વંદન-નમસ્કાર કરે છે. કરીને તે જ દિવ્ય યાનવિમાનમાં ચઢે છે, ચઢીને જે દિશામાંથી આવ્યો હતો, તે જ દિશામાં પાછો ગયો. ભગવન્! એમ આમંત્રી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને આમ કહ્યું - ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રે, જે આપને પૂર્વોક્ત અવગ્રહ વિષે કહ્યું, તે અર્થ સત્ય છે? હા, સત્ય છે. સૂત્ર-૬૬૮ ભગવન્! દેવરાજ દેવેન્દ્ર શુક્ર, સમ્યવાદી છે કે મિથ્યાવાદી ? ગૌતમ ! સમ્યકુવાદી છે, મિથ્યાવાદી નથી. ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર, સત્યા, મૃષા, સત્યામૃષા કે અસત્યામૃષા ભાષા બોલે છે? ગૌતમ ! સત્યભાષા પણ બોલે છે યાવત્ અસત્યામૃષા પણ ભાષા બોલે છે. ભગવદ્ ! શક્રેન્દ્ર સાવદ્ય ભાષા બોલે કે અનવદ્ય? ગૌતમ ! સાવદ્ય ભાષા પણ બોલે, નિરવદ્ય પણ. ભગવ! એમ કેમ કહો છો? ગૌતમ ! જ્યારે શક્રેન્દ્ર, સૂક્ષ્મકાયને મુખ ઢાંક્યા વિના બોલે છે, ત્યારે તે સાવદ્ય ભાષા બોલે છે, જ્યારે સૂક્ષ્મકાયને મુખ ઢાંકીને બોલે છે, ત્યારે તે અનવદ્ય ભાષા બોલે છે. તેથી પૂર્વવત્ કહ્યું યાવત્ બોલે છે. ભગવન્શક્રેન્દ્ર ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક છે ? સમ્યગદષ્ટિ છે ? એ રીતે જેમ શતક- ૩ના મોક ઉદ્દેશામાં સનકુમારના વર્ણનમાં કહ્યું તેમ યાવત્ શક્રેન્દ્ર ભવ્યસિદ્ધિક, સમ્યગદષ્ટિ, ચરિમ છે, અચરિમ નથી. સૂત્ર-૬૬૯ ભગવદ્ ! જીવો, ચેતનકૃત કર્મો કરે છે કે અચેતનકૃત કર્મો કરે છે? ગૌતમ! જીવો ચેતનકૃત કર્મો કરે છે, અચેતન કૃત નહીં. ભગવદ્ ! એમ કેમ કહો છો? - ગૌતમ ! જીવોને આહારોપચિત, શરીરોપચિત, કલેવર રૂપે ઉપચિત પુદ્ગલો છે, તે તથા-કથારૂપે પરિણતા થાય છે, તેથી હે આયુષ્યમાન્ શ્રમણો! કર્મો અચેતનકૃત નથી. તે પુદ્ગલો દુઃસ્થાનરૂપ, દુઃશય્યારૂપ, દુનિષદ્યારૂપથી. તે-તે રૂપે પરિણમે છે. તેથી હે આયુષ્યમાન્ શ્રમણો! કર્મ અચેતનકૃત નથી. તે પુદ્ગલો આતંકરૂપે, સંકલ્પરૂપે અને મરણાંતરૂપે પરિણત થઈને જીવના વધને માટે થાય છે, તેથી હે આયુષ્યમાન્ શ્રમણો ! કર્મ અચેતનકૃત નથી. તેથી કહ્યું કે યાવત્ કર્મ ચેતનકૃત હોય છે. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક પર્યન્ત જાણવુ. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-શ્નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૩ કર્મ સૂત્ર-૬૭૦ રાજગૃહે યાવત્ આમ પૂછયું - ભગવદ્ ! કર્મપ્રકૃતિઓ કેટલા પ્રકારે છે ? ગૌતમ ! આઠ. તે આ - જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! જીવ, જ્ઞાનાવરણીય કર્મને વેદતો કેટલી કર્મપ્રકૃતિઓ વેદે છે? ગૌતમ ! આઠ. એ પ્રમાણે જેને પન્નવણા'માં “વેદ-વેદ' પદમાં કહ્યું. તે બધું જ અહીં કહેવું. વેદબંધ, બંધવેદ અને બંધ-બંધ પદ પણ તેમજ કહેવા થાવત્ વૈમાનિક. ભગવંત! તે એમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 78