Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સંયત જીવ અને મનુષ્યનું કથન એકવચન-બહુવચનમાં સમ્યગદષ્ટિ જીવ માફક જાણવા. અસંયતને આહારકવત્ જાણવા. સંયતાસંયત જીવ, પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય, ત્રણે પદોમાં એકવચન-બહુવચનમાં સમ્યગદષ્ટિ સમાન જાણવા. નોસંયત, નોઅસંયત, નોસંયતાસંયત જીવ અને સિદ્ધ એકવચન-બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. સકષાયી, ક્રોધકષાયી યાવત્ લોભકષાયી જીવો એકવચન-બહુવચનમાં આહારકવતુ જાણવા. અકષાયી જીવો કદાચ પ્રથમ, કદાચ અપ્રથમ હોય. એ પ્રમાણે અકષાયી મનુષ્યો પણ જાણવા. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનમાં અકષાયી જીવો અને મનુષ્યો પ્રથમ પણ છે, અપ્રથમ પણ છે. સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી. જ્ઞાની એકવચન-બહુવચનથી સમ્યગદષ્ટિ જીવ માફક જાણવા. આભિનિબોધિકજ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાની એકવચન –બહુવચનથી એ પ્રમાણે છે. વિશેષ એ કે જે જેને હોય, તે તેને કહેવું. કેવળજ્ઞાની જીવ, મનુષ્ય અને સિદ્ધ આ સર્વ એકવચન-બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિર્ભાગજ્ઞાની. એકવચન-બહુવચનમાં આહારકની માફક જાણવા. સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી, આ સર્વ એકવચન-બહુવચનમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે- જેને જે યોગ હોય તે કહેવો. અયોગી જીવ, મનુષ્ય, સિદ્ધ, એકવચન-બહુવચનમાં પ્રથમ છે, અપ્રથમ નથી. સાકારોપયુક્ત, અનાકારોપયુક્ત જીવ એકવચન-બહુવચનમાં અનાહારક માફક કહેવા. સવેદક યાવત્ નપુંસકવેદક એકત્વ-પૃથત્વમાં આહારક માફક કહેવા. વિશેષ એ કે જેને જે વેદ હોય તે કહેવો. એક કે બહુવચનમાં અવેદક જીવ, મનુષ્ય અને સિદ્ધને, અકષાયી માફક કહેવા. સશરીરી જીવ, આહારકડવત્ કહેવા. એ પ્રમાણે યાવત્ કાર્મણશરીરી જાણવા. જેને જે શરીર હોય તેનું કથન કરવું. વિશેષ એ કે - આહારક શરીરી એક કે બહુવચનમાં સમ્યગૃષ્ટિ માફક જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો એકવચન-બહુવચનથી પ્રથમ છે, અપ્રથમ નથી. - પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત અને પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત જીવો આહારકવતુ જાણવા. વિશેષ એ કે - જેને જે પર્યાપ્તિ હોય તે કહેવી. વૈમાનિક સુધીના જીવ પ્રથમ નથી, અપ્રથમ છે. અહીં લક્ષણ ગાથા છે. 723. જેને જે ભાવ પૂર્વેથી પ્રાપ્ત છે તે, તે ભાવથી અપ્રથમ છે, બાકીના જેમને તે ભાવ પૂર્વે પ્રાપ્ત થયા નથી. તે, તે ભાવે પ્રથમ છે. 724. ભગવદ્ ! જીવ, જીવભાવથી ચરમ છે કે અચરમ? ગૌતમ ! ચરમ નથી, અચરમ છે. ભગવન્! નૈરયિક, નૈરયિક ભાવથી ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ ચરમ, કદાચ અચરમ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. સિદ્ધોને જીવની માફક કહેવા. જીવો, જીવત્વભાવથી ચરમ છે કે અચરમ ? જીવો ચરમ નથી, અચરમ છે. નૈરયિકો, નૈરયિક-ભાવથી. ચરમ પણ છે, અચરમ પણ છે. આ રીતે વૈમાનિક સુધી સમજવું. સિદ્ધોનું કથન જીવો સમાન છે. આહારક જીવ સર્વત્ર એકવચનમાં કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. બહુવચનમાં ચરમ પણ છે, અચરમ પણ છે. અનાહારક જીવ અને સિદ્ધ એકવચન-બહુવચનથી ચરમ નથી, અચરમ છે. બાકીના સ્થાનોમાં એકવચનબહુવચનમાં આહારક માફક જાણવુ. ભવસિદ્ધિક જીવ, એક કે બહુવચનમાં ચરમ છે, અચરમ નથી. બાકીના સ્થાનોમાં આહારકવત્ જાણવા. અભવસિદ્ધિક સર્વત્ર એકવચન-બહુવચનમાં ચરમ નથી, અચરમ છે. નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક જીવો અને સિદ્ધો એક કે બહુવચનમાં અભવસિદ્ધિવત્ જાણવા. સંજ્ઞી, આહારકવતુ છે, અસંજ્ઞી પણ તેમ છે. નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવપદ અને સિદ્ધપદમાં ચરમ છે. મનુષ્ય પદમાં બંને વચનમાં ચરમ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 96