Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવંતને ઉટપટાંગ આક્રોશ વચનથી આક્રોશવા લાગ્યો, પરાભવકારી વચનોથી અપમાન કરવા લાગ્યો, સારાખરાબ શબ્દોથી નિર્ભર્જના કરવા લાગ્યો. વિવિધ દુર્વચનોથી તિરસ્કાર કરવા લાગ્યો. પછી આ પ્રમાણે કહ્યું - કદાચ તમે નષ્ટ થઈ ગયા છો, વિનષ્ટ થઈ ગયા છો, ભ્રષ્ટ થઈ ગયા છો, નષ્ટ-વિનષ્ટ-ભ્રષ્ટ થઈ ગયા છો. આજે તમે જીવતા નહીં રહો, મારા દ્વારા તમારું શુભ થવાનું નથી. 651. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય પૂર્વ દેશમાં જન્મેલ સર્વાનુભૂતિ અણગાર, જે પ્રકૃતિ ભદ્રક યાવત્ વિનીત હતા, તેણે ધર્માચાર્યના અનુરાગથી, ગોશાલકના કથન પ્રતિ અશ્રદ્ધા કરતા ઉત્થાનથી ઊઠચા, ઊઠીને ગોશાળા પાસે આવ્યા, આવીને ગોશાળાને કહ્યું - હે ગોશાળા! જે મનુષ્ય તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળે છે, તે પણ તેમને વંદન-નમસ્કાર કરે છે યાવત્ કલ્યાણ-મંગલદેવ-ચૈત્યરૂપ તેમની પર્યુપાસના કરે છે. તો હે ગોશાળા! તારા માટે તો કહેવું જ શું? ભગવંતે તને પ્રવ્રજિત કર્યો, ભગવંતે જ મુંડિત કર્યો, ભગવંતે જ શિક્ષા આપી, ભગવંતે જ કેળવ્યો, ભગવંતે જ બહુશ્રુત કર્યો અને તું ભગવંત પ્રત્યે જ મિથ્યાત્વ અંગીકાર કરે છે. હે ગોશાલક! તું આવું ન કર, તારે માટે આમ કરવું યોગ્ય નથી, તું તે જ ગોશાળો છો, બીજો નથી, તારી તે જ પ્રકૃતિ છે. ત્યારે તે ગોશાળો સર્વાનુભૂતિ આણગારને આમ કહેતા સાંભળી ક્રોધિતાદિ થયો. સર્વાનુભૂતિ અણગારને પોતાના તપ-તેજથી એક પ્રહારમાં કૂટાઘાત માફક યાવત્ ભસ્મરાશિ કરી દીધા. ત્યારે તે ગોશાલકે સર્વાનુભૂતિ અણગારને યાવત્ ભસ્મરાશિ કર્યા પછી બીજી વખત પણ શ્રમણ ભગવંત મહાવીરને સારા-ખરાબ શબ્દો વડે આક્રોશ કર્યો યાવત્ કહ્યું કે તમને સુખ થવાનું નથી. તે કાળે, તે સમયે ભગવંતના શિષ્ય કૌશલ જાનપદી સુનક્ષત્ર અણગાર, જે પ્રકૃતિભદ્રક, વિનીત હતા. તેણે ધર્માચાર્યના અનુરાગથી જેમ સર્વાનુભૂતિએ કહ્યું તેમ કહ્યું યાવત્ હે ગોશાલક! તું તે જ છે, તારી પ્રકૃતિ તે જ છે, તું બીજો કોઈ નથી. સુનક્ષત્ર અણગારે આમ કહેતા ગોશાળો ક્રોધિતાદિ થયો. પોતાના તપ-તેજથી સુનક્ષત્ર અણગારને બાળી નાંખ્યા. ત્યારે તે સુનક્ષત્ર અણગાર, ગોશાળાના તપ-તેજથી પરિતાપિત થતા, ભગવંત પાસે આવ્યા, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમન કર્યા, સ્વયં જ પાંચ મહાવ્રતોનું પુનઃ આરોપણ કર્યું, શ્રમણ-શ્રમણીઓને ખમાવ્યા, ખમાવીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી ક્રમશઃ કાળ કર્યો. ત્યારે તે ગોશાળો સુનક્ષત્ર અણગારને પોતાના તપ-તેજથી પરિતાપીને શ્રમણ ભગવંત મહાવીરને સારાખરાબ શબ્દોથી આક્રોશ કરતો યાવત્ તને સુખ નથી કહ્યું. ત્યારે ભગવંતે તેને એમ કહ્યું - હે ગોશાળા! જે તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એક પણ ધાર્મિક વચન સાંભળે છે, યાવત્ તે તેમને પર્યાપાસે છે. હે ગોશાળા ! તારે માટે તો કહેવું જ શું ? તને મેં જ પ્રવ્રજિત કર્યો યાવત્ મેં જ બહુશ્રુત કર્યો. મારા પ્રત્યે તે મિથ્યાત્વ અપનાવ્યું. હે ગોશાળા! તું એવું ન કર, યાવત્ તું બીજો કોઈ નથી. ત્યારે તે ગોશાલક, ભગવંતને આમ કહેતા સાંભળી ક્રોધિત આદિ થયો, તૈજસ સમુદ્યાતથી સમવહત થયો, પછી સાત-આઠ ડગલા પાછો ખસ્યો. ખસીને ભગવંતના વધને માટે શરીરમાં રહેલ તેજ કાવ્યું જેમ વાતોત્કલિકા, વાત મંડલિકા પર્વત, ભીંત, સ્તંભ, સ્તૂપથી આવરિત અને નિવારિત થતી, તે પર્વતાદિ પર પોતાનો થોડો પણ પ્રભાવ ન દેખાડતી, વિશેષ પ્રભાવ ન દેખાડતી રહે. તે જ રીતે ભગવંતના વધ માટે ગોશાળાએ શરીરમાંથી કાઢેલી તેજોલેશ્યા ભગવંત પર થોડો કે વધુ પ્રભાવ ન દેખાડી શકી, માત્ર પ્રદક્ષિણા કરી, ઉપર આકાશમાં ઉછળી ગઈ. ત્યાંથી પડીને, પાછી ફરતી ગોશાળાના શરીરને વારંવાર દઝાડતી, છેલ્લે ગોશાળાના શરીરમાં જ પ્રવેશી ગઈ. ત્યારે તે ગોશાલક પોતાની તેજોલેશ્યાથી પરાભૂત થઈને શ્રમણ ભગવંત મહાવીરને કહેવા લાગ્યો. હે આયુષ્યમાન્ કાશ્યપ ! તું મારા તપ-તેજથી પરાભવ પામીને છ મહિનામાં પિત્તવરગ્રસ્ત શરીરી, દાહની પીડા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 65