Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિજય ગાથાપતિમાં કહ્યું તેમ યાવત્ રેવતી ગાથાપત્નીનો જન્મ અને જીવિત સફળ છે. ત્યારે તે સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘેરથી નીકળ્યા. નીકળીને મેંઢિકગ્રામ નગરની વચ્ચોવચ્ચથી નીકળ્યા. નીકળીને ગૌતમસ્વામીની માફક યાવતું ભોજન-પાન દેખાડ્યા. દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરના. હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અમૂચ્છિત યાવત્ અનાસક્ત રહીને જેમ બિલમાં સર્પ પ્રવેશે તેમ તે આહારને પોતાના શરીર રૂપી કોઠામાં પ્રક્ષેપ્યો. ત્યારે ભગવંતને તે આહાર કર્યા પછી તે વિપુલ રોગાંતક જલદીથી ઉપશાંત થઈ ગયો. તેઓ હાર્ષિત યાવત્ રોગરહિત, બલિષ્ઠ શરીરી થઈ ગયા. તેનાથી શ્રમણો સંતુષ્ટ થયા, શ્રમણીઓ સંતુષ્ટ થયા, શ્રાવક-શ્રાવિકાઓ સંતુષ્ટ થયા, દેવ-દેવીઓ સંતુષ્ટ થયા. દેવ-મનુષ્ય-અસુર સહિત લોક સંતુષ્ટ, હર્ષિત થયો. કેમ કે ભગવંત હૃષ્ટ થયા. ૬પ૬. ભગવન! એમ સંબોધન કરી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને કહ્યું ભગવન્! તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી ભમ્મરાશિ કરાયા પછી ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ ! મારા શિષ્ય પ્રાચીન જાનપદી, સર્વાનુભૂતિ નામે અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે ત્યારે ગોશાળા દ્વારા ભસ્મરાશિ કરાયા પછી, ઊંચે ચંદ્ર-સૂર્ય યાવત્ બ્રહ્મલોક-લાંતક-મહાશુક્ર કલ્પ ઓળંગીને સહસ્ત્રાર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાક દેવોની 18 સાગરોપમ સ્થિતિ છે, ત્યાં સર્વાનુભૂતિની દેવની ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખોનો અંત કરશે. એ પ્રમાણે આપ દેવાનુપ્રિયના શિષ્ય કૌશલજાનપદી સુનક્ષત્ર નામક અણગાર જે પ્રકૃતિભદ્રક યાવતુ વિનીત હતા. હે ભગવન્! તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપથી પરિતાપિત થઈને કાળમાસે કાળ કરીને ક્યાં ગયા ? ક્યાં ઉત્પન્ન થયા? હે ગૌતમ ! મારા શિષ્ય સુનક્ષત્ર અણગાર હતા. તે ગોશાળાના તપ-તેજથી પરિતાપિત થઈને મારી પાસે આવ્યા. આવીને વાંદી, નમીને સ્વયં જ પાંચ મહાવ્રત આરોપી, પછી શ્રમણ-શ્રમણીને ખમાવીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ કાળમાસે કાળ કરીને ઊંચે ચંદ્ર-સૂર્ય યાવત્ આનત-પ્રાણત આરણ કલ્પને ઓળંગીને અય્યત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ કહી છે, ત્યાં સુનક્ષત્ર દેવની પણ બાવીશ સાગરોપમ સ્થિતિ હતી. બાકી સર્વાનુભૂતિ મુજબ છે. યાવત્ અંત કરશે. ૬પ૭. એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર હતો. હે ભગવન્ ! તે ગોશાલક કાળમાસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલ નામક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળમાસે કાળ કરીને ચંદ્રથી ઉપર યાવત્ અચુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ છે, ગોશાલક દેવની પણ ત્યાં બાવીશ સાગરોપમની સ્થિતિ થઈ. ભગવન્તે ગોશાલક દેવ તે દેવલોકથી આયુક્ષયાદિ પછી યાવત્ ક્યાં ઉપજશે ? ગૌતમ ! આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદમૂલમાં પંડ્ર જનપદમાં શતદ્વાર નગરમાં સંમતિ રાજાની ભદ્રા નામે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ માસ પ્રતિપૂર્ણ થતા યાવત્ સુરૂપ બાળકરૂપે જન્મ લેશે. જે રાત્રિએ તે બાળક જન્મશે, તે રાત્રિ શતતાર નગરમાં અંદર અને બહાર ભાર પ્રમાણ, કુંભ પ્રમાણ પદ્મ અને રત્નોની વર્ષા થશે. ત્યારે તે બાળકના માતા-પિતા ૧૧મો દિવસ વીત્યા પછી યાવત્ બારમા દિવસે આવા પ્રકારે ગૌણ, ગુણ નિષ્પન્ન નામ કરશે. જ્યારથી આ બાળકનો જન્મ થયો, શતદ્વાર નગરની અંદર-બહાર યાવત્ રત્નોની વૃષ્ટિ થઈ, તેથી અમારા આ બાળકનું નામ મહાપદ્મ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ મહાપદ્મ રાખ્યું. ત્યારે તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 71