Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સુરક્ષિત, વસ્ત્રોની પેટી સમાન સુસંપરિગૃહ, રત્નકરંડક સમાન સુસારક્ષિત, સુસંગોપિત, શીત કે ઉષ્ણ યાવત્ પરીષહો ઉપસર્ગ તેને ન સ્પર્શે. એ રીતે રાખી. ત્યારે તે બાલિકા અન્ય કોઈ દિવસે ગર્ભિણી થઈ શ્વસૂર કૂળથી પિયર જાતી એવી માર્ગમાં દાવાગ્નિની જ્વાલાથી પીડિત થઈ કાળમાસે કાળ કરીને દક્ષિણદિશાના અગ્નિકુમારદેવોમાં દેવપણે થશે. તે દેવ ત્યાંથી અનંતર ઍવીને મનુષ્ય શરીરને પામશે ત્યાં કેવલબોધિને પામશે, પામીને મુંડ થઈને ઘર છોડીને અણગાર પ્રવ્રજ્યા લેશે. ત્યાં પણ શ્રમણ્ય વિરાધી કાળમાસે કાળ કરીને દક્ષિણના અસુરકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામીને, પૂર્વવત્ યાવત્ ત્યાં પણ શ્રમણ્ય વિરાધી કાળમાસે યાવત્ કરીને દક્ષિણ દિશામાં નાગકુમાર દેવોમાં દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને આ આલાવાઓ વડે દક્ષિણ દિશાના સુવર્ણકુમારોમાં, એ રીતે વિધુસ્કુમારોમાં ઉત્પન્ન થશે, આ રીતે અગ્નિકુમાર દેવોને છોડીને યાવતુ દક્ષિણ દિશાના સ્વનિતકુમારોમાં ઉત્પન્ન થશે. તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને મનુષ્ય શરીર પામશે યાવત્ શ્રમણ્ય વિરાધી જ્યોતિષ્ક દેવોમાં ઉત્પન્ન થશે, તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને યાવત્ અવિરાહિત શ્રમણ્યથી કાળમાસે કાળ કરીને સૌધર્મકલ્પ દેવપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મનુષ્ય શરીર પામીને કેવલિબોધિ પામશે, ત્યાં પણ શ્રામણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને ઈશાનકલ્પ દેવપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી ચ્યવીને મનુષ્ય શરીર પામશે, ત્યાં પણ શ્રામણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરીને સનસ્કુમાર કલ્પ દેવપણે ઉપજશે. તે ત્યાંથી ચ્યવીને એ પ્રમાણે જેમ સનકુમાર, તેમ બ્રહ્મલોક, મહાશુક્ર, આનત, આરણમાં ઉપજશે. ત્યાંથી યાવત્ શ્રમણ્ય વિરાધ્યા વિના કાળમાસે કાળ કરી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી અનંતર ચ્યવીને મહાવિદેહ વર્ષક્ષેત્રમાં જે આ કુળો છે - ધનાઢ્ય યાવત્ અપરિભૂત, તેવા પ્રકારના કુળમાં પુત્રરૂપે જન્મશે. એ પ્રમાણે જેમ ઉજવાઈમાં દઢપ્રતિજ્ઞની વક્તવ્યતા કહી છે, તે સમગ્ર વક્તવ્યતા સંપૂર્ણ અહીં કહેવી યાવત્ ઉત્તમ કેવળ જ્ઞાનદર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે દઢપ્રતિજ્ઞ કેવલી પોતાનો અતીતકાળ ઉપયોગપૂર્વક જોશે. જોઈને શ્રમણ નિર્ચન્થોને બોલાવશે, બોલાવીને આમ કહેશે - હે આર્યો ! હું દીર્ઘકાળ પૂર્વે ગોશાલક નામક મંખલિપુત્ર હતો. શ્રમણઘાતક યાવત્ છદ્મસ્થપણે જ કાળ પામ્યો. હે આર્યો ! તે પાપમૂલક કર્મોના ફળરૂપે. હું અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચાતુરંત સંસાર કાંતારમાં ભમ્યો. તેથી હે આર્યો ! તમારામાંથી કોઈએ પણ આચાર્ય પ્રત્યેનીક, ઉપાધ્યાય પ્રત્યેનીક, આચાર્યઉપાધ્યાયના અયશ-અવર્ણ-અકીર્તિ કરનારા ન થવું. મેં જે રીતે અનાદિ અનંત યાવત્ સંસારકાંતારનું ભ્રમણ કર્યું તેમ તમે સંસારાટવીમાં પરિભ્રમણ ન કરજો. ત્યારે તે શ્રમણ નિર્ચન્હો દઢપ્રતિજ્ઞ કેવલીની પાસે આ વાત સાંભળી, અવધારી, ભયભીત થયા, ત્રાસ પામ્યા, સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈ દઢપ્રતિજ્ઞ કેવલીને વંદન-નમન કરશે. કરીને તે સ્થાનની આલોચના, નિંદા યાવતું તપશ્ચરણ નો સ્વીકાર કરશે. ત્યારપછી તે દઢપ્રતિજ્ઞ કેવલી ઘણા વર્ષો કેવલપર્યાયને પાળીને, પોતાના આયુષ્યને શેષ જાણીને ભક્ત પ્રત્યાખ્યાન કરશે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ સૂત્રમાં કહ્યું. તેમ યાવત્ સર્વે દુઃખોનો અંત કરશે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 75