Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જોઈને ક્રોધિત થઈ યાવત્ ધમધમતો, સુમંગલ અણગારને રથશિર વડે પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજા દ્વારા રથશિર વડે પાડી દેવાતા, ધીમે-ધીમે ઉચી, ઉઠીને ફરી બીજી વખત ઊંચા હાથ રાખીને યાવત્ આતાપના લેતા વિચરવા લાગશે. ત્યારે તે રાજા, સુમંગલ અણગારને બીજી વખત પણ રથના અગ્રભાગથી પાડી દેશે, ત્યારે તે સુમંગલ મુનિ, વિમલવાહને બીજી વખત પાડી દીધા પછી પણ ધીમે-ધીમે ઉઠી જશે, ઉઠીને અવધિજ્ઞાન પ્રયોજશે, પછી વિમલવાહન રાજાનો ભૂતકાળ અવધિજ્ઞાનથી જોશે. જોઈને રાજાને એમ કહેશે કે - તું વિમલવાહન રાજા નથી, તું દેવસેન કે મહાપદ્મ પણ નથી, તું આજથી પૂર્વે ત્રીજા ભવમાં ગોશાલક નામે મખલિપુત્ર હતો. શ્રમણઘાતક હતો, યાવત્ છદ્મસ્થપણે મૃત્યુ પામેલ હતો. તે સમયે સર્વાનુભૂતિ અણગાર સમર્થ હોવા છતાં તારો અપરાધ સમ્યક્ પ્રકારે સહેલ, ખમેલ, તિતિક્ષેલ, અધ્યાસિત કરેલ. એ પ્રમાણે ત્યારે સુનક્ષત્ર અણગારે પણ યાવત્ અધ્યાસિત કરેલ. જે સમયે શ્રમણ ભગવંત. મહાવીરે પણ સમર્થ હોવા છતાં યાવત્ અધ્યાસિત કરેલ. પરંતુ હું તે પ્રમાણે સહન યાવત્ અધ્યાસિત કરીશ નહીં. હું તને મારા તપ-તેજથી તારા ઘોડા, રથ અને સારથિ સહિત એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરી દઈશ. ત્યારે તે વિમલવાહન રાજા, સુમંગલ અણગારને આમ કહેતા સાંભળીને ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતો, સુમંગલ અણગારને ત્રીજી વખત રથના અગ્રભાગથી પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજાએ ત્રીજી વખત પાડી દેતા ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતા આતાપના ભૂમિથી ઉતરશે, ઉતરીને તૈજસ સમુદ્ઘાતથી સમવહત થઈને સાત-આઠ ડગલા પાછા ખસશે, ખસીને વિમલવાહન રાજાને ઘોડા-રથ-સારથિ સહિત પોતાના તપ-તેજથી ભસ્મરાશિ કરી દેશે. ભગવન્! સુમંગલ અણગાર વિમલવાહન રાજાને ઘોડા સહિત યાવત્ ભસ્મરાશિ કરીને ક્યાં જશે ? ક્યાં. ઉત્પન્ન થશે ? ગૌતમ ! સુમંગલ અણગાર ત્યારપછી ઘણા ઉપવાસ, છઠ્ઠ, અટ્ટમ, દશમ, બારસ યાવત્ વિચિત્ર તપકર્મોથી માસિકી લેખના કરી 60 ભક્તોને અનશન વડે યાવત્ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ ચંદ્રથી પણ ઊંચે યાવત્ 100 રૈવેયક વિમાનાવાસ ઓળંગી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં દેવોની અજઘન્ય-ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમની સ્થિતિ હોય છે, ત્યાં સુમંગલ દેવની પણ અજઘન્યોત્કૃષ્ટ ૩૩સાગરોપમની સ્થિતિ થશે. ભગવન્! તે સુમંગલ દેવ તે દેવલોકથી ચ્યવી ક્યા જશે? ક્યાં ઉત્પન્ન થશે ? તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ યાવત્ સિદ્ધ થશે યાવત્ સર્વદુઃખોનો અંત કરશે. સૂત્ર-૬૫૮ ભગવદ્ ! વિમલવાહન રાજા, સુમંગલ અણગાર દ્વારા ઘોડા સહિત યાવત્ ભસ્મરાશિ કરાતા ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે અધઃસપ્તમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળસ્થિતિ નરકમાં નૈરયિકપણે ઉપજશે. ત્યાંથી અનંતર ઉદ્વર્તીને મત્સ્ય થશે, તે ત્યાં શસ્ત્રવધથી દાહપીડા થતા કાળમાસે કાળ કરીને બીજી વખત પણ અધઃસપ્તમી. પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિ નૈરયિકરૂપે ઉપજશે. ત્યાંથી ચ્યવી અનંતર મત્સ્યપણે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવત્ મરીને છઠ્ઠી તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટી કાળ સ્થિતિવાળા નરકમાં નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી યાવત્ ઉદ્વર્તીને સ્ત્રીરૂપે ઉપજશે. ત્યાં પણ શસ્ત્રવધથી દાહ પામી યાવત્ બીજી વખત છઠ્ઠી તમા. પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ યાવત્ ઉદ્વર્તીને ફરી સ્ત્રી થશે. સ્ત્રીપણામાં ફરી શસ્ત્રવધથી યાવત્ મરીને પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ કાળ યાવત્ ઉદ્વર્તીને ઉર પરિસર્પમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ શસ્ત્રવધથી યાવતુ મરીને બીજી વખત પાંચમીમાં યાવતુ ત્યાંથી ઉદ્વર્તન બીજી વખત ઉરઃપરિસર્પમાં ઉપજશે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 73