Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કરતો, વારંવાર યાવત્ અંજલિકર્મ કરતો વિચરી રહ્યો છે. તે પોતાના તે પાપનું પ્રચ્છાદન કરવા માટે આ આઠ ચરિમોની પ્રરૂપણા કરે છે. તે આ - ચરમ એવા - પાન, ગાન, નાટ્ય, અંજલિકર્મ, પુષ્કલસંવર્તક મહામેઘ, સચેનક ગંધહસ્તી, મહાશિલાકંટક સંગ્રામ અને તીર્થંકર એટલે ગોશાલક મંખલિપુત્ર. હું આ અવસર્પિણીના ૨૪-તીર્થકરોમાં ચરમ તીર્થંકર રૂપે સિદ્ધ થઈ યાવત્ અંત કરીશ. હે આર્યો! ગોશાળો શીતલ કૃતિકા પાનક વડે આચમન ઉદકથી શરીરને પરિસિંચતો વિચરે છે, તે પાપને છૂપાવવા માટે આ ચાર પાનક પ્રરૂપશે - તે પાનક કયા છે? પાનક ચાર ભેદે છે - 1. ગોપુઠક, 2. હાથથી મસળેલ, 3. આતપથી તપેલ, 4. શિલાથી પડેલ. તે અપાનક કયા છે? અપાનક ચાર ભેદે છે - ૧.સ્થાલપાનક, ૨.છાલપાનક, ૩.સિંબલિપાનક, ૪.શુદ્ધપાનક. તે સ્થાલપાનક શું છે ? પાણી વડે ભીંજાયેલ - થાળ, વારક, મોટો ઘડો, કળશ હોય. જેનો હાથથી સ્પર્શ થાય, પણ પાણી પી ન શકાય તે. તે ત્વચા છાલ પાનક શું છે? જે આમ્ર, અંબાડગ આદિ જેમ પ્રજ્ઞાપના સૂત્ર, ૧૬માં પ્રયોગપદમાં કહ્યા મુજબ થાવત્ બોર, તિંદુરુક તથા જે તરુણ, અપક્વ હોય, મુખમાં રાખીને થોડું કે વિશેષ ચૂસાય, પણ તેનું પાણી ન પી. શકાય તે. તે શિંબલિપાનક શું છે? જે કલાય-મગ-અડદ કે શિંબલીની ફલી તરુણ અને અપક્વ હોય, તેને કોઈ થોડું કે વિશેષ ચાવે, પણ પાણી પી ન શકે. તે શુદ્ધપાનક શું છે ? જે છ માસ શુદ્ધ ખાદિમ ખાય, બે માસ પૃથ્વી સંથારે સૂએ, બે માસ કાષ્ઠ સંથારે સૂએ, બે માસ દર્ભ સંથારે સૂએ. તેને છ માસ પ્રતિપૂર્ણ થતા, છેલ્લી રાત્રિમાં બે મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ પ્રગટ થાય છે - પૂર્ણભદ્ર, માણિભદ્ર. ત્યારે તે દેવો શીતળ અને ભીના હાથો વડે તેના શરીરને સ્પર્શે છે, જે તે દેવોનું અનુમોદન કરે, તે આશીવિષ રૂપપ કર્મ કરે છે. જે તે દેવોનું અનુમોદન નથી કરતા, તેના શરીરમાં સ્વયં અગ્નિકાય સંભવે છે, તે પોતાના જ તેજ વડે શરીરને બાળે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે યાવત્ દુઃખોનો અંત કરે છે. તે શુદ્ધ પાનક છે. તે શ્રાવસ્તી નગરીમાં અત્યંપુલ નામે આજીવિકોપાસક રહેતો હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. હાલાહલા માફક તે આજીવિક સિદ્ધાંત વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. ત્યારે તે અત્યંપુલ આજીવિકોપાસકને મધ્ય રાત્રિના સમયે અન્ય કોઈ દિવસે કુટુંબ સાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ થયો કે - હલ્લા’ નામે જીવડું કેવા આકારે છે? ત્યારે તે અચંપુલ આજીવિકોપાસકને બીજી વખત પણ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો. - નિત્યે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક ગોશાલક મંખલિપુત્ર ઉત્પન્ન જ્ઞાનદર્શનધર યાવત્ સર્વજ્ઞ અને સર્વદર્શી છે, આ શ્રાવતી નગરીમાં હાલાહલા કુંભારણની કુંભકારાપણમાં આજીવિક સંઘથી પરિવૃત્ત થઈને આજીવિક સિદ્ધાંતથી આત્માને ભાવિત કરતા વિચરે છે. મારા માટે શ્રેયકર છે કે કાલે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતા તેમને વંદન યાવત્ પર્યુપાસના કરી આ અને આવા પ્રકારના પ્રશ્નો પૂછું, ઉત્તર મેળવું. એ પ્રમાણે નિશ્ચય કર્યો. બીજા દિવસે યાવત્ જાજવલ્યમાન સૂર્ય થતા અચંપલે સ્નાન કર્યું યાવત્ અલ્પ પણ મહાઈ આભરણાલંકૃત શરીર કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને પગે ચાલતા શ્રાવસ્તી નગરીની મધ્યે થઈને હાલાહલા કુંભારણની કુંભકારાપણે આવ્યો. આવીને ગોશાલકને ત્યાં હાથમાં આમ્રગુટલી લઈ યાવત્ અંજલિકર્મ કરતા, શીતળ માટી વડે યાવતુ ગાત્રોને સિંચતા જોઈને લજિત, ઉદાસ, બ્રીડિત થઈ ધીમે ધીમે પાછળ સરકવા લાગ્યો. જ્યારે આજીવિક સ્થવિરોએ અચંપુલ આજીવિકોપાસકને લજ્જિત યાવત્ પાછળ ખસતો જોયો, ત્યારે જોઈને આમ કહ્યું - હે અચંપુલ ! અહીં આવ્યો ત્યારે આજીવિક સ્થવિરો દ્વારા બોલાવાયેલ અયંપુલ આજીવિક સ્થવિરો પાસે આવ્યો, આવીને તેઓને વંદન, નમસ્કાર કર્યા. કરીને થોડો સમીપ બેસી પર્યુપાસવા લાગ્યો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 67