Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પ્રાસાદીય આદિ હતું. તે શરવણ સંનિવેશમાં ગોબહુલ બ્રાહ્મણ રહેતો હતો, તે ઋદ્ધિમાન યાવતુ સંપરિભૂત, ઋગ્વદ યાવત્ સુપરિનિષ્ઠિત હતો. ગોબહુલ ‘બ્રાહ્મણની ગોશાળા' હતી. ત્યારે તે મખલિ મંખ અન્ય કોઈ દિવસે ગર્ભિણી પત્ની-ભદ્રા સાથે હાથમાં ચિત્રફલક લઈને મંખપણાથી પોતાને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ચાલતો ગામ-ગામ વિચરતો જ્યાં શરવણ સંનિવેશ હતું, જ્યાં ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળા હતી, ત્યાં આવ્યો. આવીને ગોબહુલ બ્રાહ્મણની ગોશાળાના એક ભાગમાં ભાંડાદિ રાખ્યા. રાખીને શરવણ સંનિવેશના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસામુદાનિક ભિક્ષાચર્યાએ ભટકતો વસતીમાં ચોતરફ માર્ગ ગવેષણા કરતો, વસતિમાં ચોતરફ બધે માર્ગ ગવેષણા કરવા છતાં અન્યત્ર વસતી પ્રાપ્ત ન થતા તે ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં એક ખૂણામાં નિવાસ કરીને રહ્યો. ત્યારે તે ભદ્રા નવ માસ બહુ પ્રતિપૂર્ણ થયા, સાડા સાત દિવસ વીત્યા પછી સુકુમાલ યાવત્ પ્રતિરૂપ બાળકને જન્મ આપ્યો. તે બાળકના માતાપિતાએ અગિયારમો દિવસ વીત્યા પછી યાવત્ બારમા દિવસે આ - આવા પ્રકારે ગૌણ-ગુણનિષ્પન્ન નામ કર્યું - જેથી અમારો આ બાળક ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જમ્યો છે, તેથી અમારા આ બાળકનું નામ ગોશાળો-ગોપાલક થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ ગોશાલક નામ રાખ્યું. ત્યારપછી તે ગોશાલક બાળક બાળભાવથી મુક્ત થયો, તેને વિજ્ઞાન પરિણમ્યુ. યૌવનને પામ્યો. સ્વયં સ્વતંત્રપણે એક ચિત્રફલક કર્યું, સ્વયં ચિત્રફલકને હાથમાં લઈ મનપણે પોતાને ભાવિત કરતો વિચર્યો. સૂત્ર-૬૩૯ તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું ૩૦-વર્ષ સુધી ગૃહવાસમાં રહીને, માતા-પિતા દેવગત થયા પછી. એ પ્રમાણે જેમ ‘ભાવના' અધ્યયનમાં કહ્યું તેમ યાવત્ એક દેવદૂષ્ય ગ્રહણ કરીને મુંડ થઈને, ઘરથી નીકળીને પરપણે પ્રવ્રજિત થયો. ત્યારે હે ગૌતમ ! હું પહેલા વર્ષાવાસમાં પંદર-પંદર દિવસના તપ કરતો અસ્થિગ્રામની નિશ્રાએ પહેલું ચોમાસું રહ્યો. બીજા વર્ષાવાસમાં માસક્ષમણ-માસક્ષમણ કરતો પૂર્વાનુપૂર્વી ચાલતા એક ગામથી બીજે ગામ વિચરતા જ્યાં રાજગૃહ નગર, જ્યાં નાલંદા બહાર જે તંતુવાય શાળા, ત્યાં આવ્યો. આવીને ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ યાચીને તે તંતુવાય શાળાના એક ભાગમાં વર્ષાવાસ સ્વીકારીને રહ્યો. ત્યારે ગૌતમ ! હું પહેલું માસક્ષમણ સ્વીકારીને રહેલો હતો. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર હાથમાં ચિત્રફલક લઈને મુખપણે પોતાને ભાવિત કરતો પૂર્વાનુપૂર્વી ચાલતો યાવત્ વિચરતો જ્યાં રાજગૃહનગર, જ્યાં નાલંદાની બહારની તંતુવાય શાળાં, ત્યાં આવ્યો, આવીને તંતુવાય શાળાના એક ભાગમાં ભાંડાદિ મૂક્યા. મૂકીને રાજગૃહનગરમાં ઉચ્ચ, નીચ યાવત્ અન્યત્ર ક્યાંય વસતી ન મળતા, તે જ તંતુવાય શાળાના એક ભાગમાં જ્યાં હું રહેતો હતો, ત્યાં હું ગૌતમ ! વર્ષાવાસ સ્વીકારી રહ્યો. ત્યારપછી હે ગૌતમ ! પહેલા માસક્ષમણના પારણામાં હું તંતુવાય શાળાથી નીકળ્યો. નીકળીને નાલંદાની. બહારથી વચ્ચોવચ્ચ થઈને જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યો, આવીને રાજગૃહ નગરના ઉચ્ચ-નીચ યાવત્ ભ્રમણ કરતા વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે વિજય ગાથાપતિ મને આવતો જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈને જલદીથી આસનેથી ઊભો થયો, થઈને પાદપીઠ ઉપર પગ મૂકી નીચે ઊતર્યો. ઊતરીને એક શાટિક ઉત્તરાસંગ કર્યું. મસ્તકે હાથની અંજલિ જોડી, મારા તરફ સાત-આઠ પગલા સામે આવ્યો. મને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, કરીને મને વંદન-નમસ્કાર કર્યા, કરીને મને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમથી પ્રતિલાલીશ એમ વિચારી સંતુષ્ટ થયો. પ્રતિલાલતા પણ સંતુષ્ટ થયો. પ્રતિલાભીને પણ સંતુષ્ટ થયો. ત્યારપછી તે વિજય ગાથાપતિની તે દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ, તપસ્વી વિશુદ્ધિ, ત્રિકરણ શુદ્ધિ, ત્રિવિધ યોગશુદ્ધિ પ્રતિગ્રાહક-પાત્ર શુદ્ધિ, ત્રિવિધ-ત્રિકરણ શુદ્ધિથી દાન વડે મને પ્રતિલાભિત કરતા દેવાયુષ બાંધ્યું. સંસાર પરિમિત મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 56