Book Title: Samya Shatak
Author(s): Vijaysinhsuri
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/007163/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી વિજ્યસહસૂરિજી વિરચિત સામ્યશતક મૂળ શ્લોક અર્થ ભાવાર્થ ભાવાનુવાદ સમતાશતક (ઉપાધ્યાયશ્રી યશોવિજયજી) શ્રીમ આશ્રય ધરમપુર Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ (શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર સંચાલિત) ધરમપુર-૩૯૬૦૫૦ જિલ્લો વલસાડ, ગુજરાત પર્યુષણ પર્વ, સંવત-૨૦૬૦ ઈ.સ. ૨૦૦૪ પ્રત : ૨૨૫૦ કિંમત રૂા. ૩૫/ મુદ્રક : કોનમ પ્રીન્ટર્સ મુંબઈ - ૪૦૦૦૩૪ પ્રાપ્તિ સ્થાન : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ધરમપુર-૩૯૬૦૫૦ જિલ્લો વલસાડ, ગુજરાત ટે.નં. (૦૨૬૩૩)૨૪૦૯૬૯ (૦૨૬૩૩)૨૪૧૬૦૨ ફૅક્સ (૦૨૬૩૩)૨૪૧૬૦૩ શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર, ૧૦-બી, ઈસ્ટ વિંગ, બોમ્બે માર્કેટ એપાર્ટમેન્ટ, ૭૮-તારદેવ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪ ટે.ન. (૦૨૨)૨૩૫૧૧૩૫૨ ટેલીફૅક્સ. (૦૨૨)૨૩૫૧૧૩૫૩ E-mail : info@sradharampur.org Web Site : www.shrimadrajchandradharampur.org Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર જન્મ દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭ કારતક સુદ પૂનમ ૧૯૨૪ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ‘દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે.’ (પત્રાંક-૧૩૩) પરમ જ્ઞાનાવતાર,સનાતન વીતરાગમાર્ગના ઉદ્ધારક, પ્રચંડ આત્મપરિણામી, અપ્રમત્ત યોગીશ્વર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનિર્દિષ્ટ સત્પંથ ઉપર વિચરનારા તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્યશ્રી રાકેશભાઈની આત્મશ્રેયસ્કારી નિશ્રામાં અમે, ‘શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર'ના મુમુક્ષુઓ, છેલ્લા બે દાયકાથી અમારાં આત્મલક્ષનું પરિપ્રેક્ષણ અને અધ્યાત્મરુચિની પરિપુષ્ટિ કરી રહ્યા છીએ. જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો જે વીતરાગપુરુષોનો મૂળ માર્ગ, તેનું રહસ્ય તેઓશ્રીની સામર્થ્યમયી નિશ્રા અને અદ્ભુત શૈલીના બળે સમજવા-પામવા અમે પ્રયત્નરત છીએ. પૂજ્યશ્રી રાકેશભાઈના અમૂલ્ય માર્ગદર્શન અનુસાર અમારી આધ્યાત્મિક સાધના સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પ્રકારે પ્રેમોલ્લાસપૂર્વક પ્રગતિરત રહે છે. આ સાધના અંતર્ગત પ્રતિવર્ષ પર્યુષણ પર્વ નિમિત્તે, શુદ્ધ મોક્ષમાર્ગની આરાધનામાં ઉપકારી થાય એવા કોઈ એક અનુભાવક ગ્રંથવિશેષ ઉપર સ્વલક્ષી અધ્યયન-સત્સંગની સાધના પણ સમાવિષ્ટ થયેલ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ દરમ્યાન જાત અને જગતનું યથાર્થ સ્વરૂપ દર્શાવી, સ્વ-પર ભેદવિજ્ઞાનની આરાધનામાં પ્રેરતી આધ્યાત્મિક સત્સંગશ્રેણી દ્વારા પૂજ્યશ્રી રાકેશભાઈ, પૂર્વનિર્ધારિત પરમાર્થપ્રધાન ગ્રંથના વિષયની વિશિષ્ટ છણાવટ કરી, વર્ષોવર્ષ આ પર્વને તથા એ દરમ્યાન થતી સાધનાને અધિકાધિક જોમવંતી અને હેતુલક્ષી બનાવી રહ્યા છે. ગત વર્ષોનાં પર્યુષણ પર્વ દરમ્યાન તેઓશ્રીએ અનેક સત્કૃતિઓનો આધાર લઈ, વ્યવહારનિશ્ચયની સંધિરૂપ, અતીન્દ્રિય નિજસુખની પ્રાપ્તિના માર્ગનો Page #6 -------------------------------------------------------------------------- ________________ હાર' સુંદર ક્રમ જિજ્ઞાસુ ભવ્યાત્માઓ માટે વિશેષપણે અનાવૃત કર્યો છે. આ વિષમ ભૌતિક યુગમાં ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનની પ્રભાવના એ પૂજ્યશ્રીની નિષ્કારણ કરુણાની નિષ્પત્તિ છે. આ વર્ષના આરાધનાગ્રંથની વિગતમાં પ્રવેશ કરીએ તે પૂર્વે છેલ્લાં થોડાં વર્ષોમાં પર્યુષણ પર્વ દરમ્યાન અવગાહેલ સત્કૃતિઓનું વિહંગાવલોકન કરી લઈએ – વર્ષ રચયિતા ઈ.સ. ૧૯૯૨ અપૂર્વ અવસર શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૩ “છ પદનો પત્ર' શ્રીમદ્ રાજચંદ્રજી ઈ.સ. ૧૯૯૪ : “આઠ યોગદષ્ટિ ઉપાશ્રી યશોવિજયજી ઈ.સ. ૧૯૯૫ છ ઢાળા' પંડિતશ્રી દૌલતરામજી ઈ.સ. ૧૯૯૬ સમાધિતંત્ર' આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૧૯૯૭ “અનુભવપ્રકાશ' પં. દીપચંદજી કાસલીવાલ ઈ.સ. ૧૯૯૮ યોગસાર' આચાર્યશ્રી યોગીન્દુદેવ ઈ.સ. ૧૯૯૯ ‘તત્ત્વજ્ઞાનતરંગિણી' ભટ્ટારકશ્રી જ્ઞાનભૂષણજી ઈ.સ. ૨૦૦૦ “સમ્યજ્ઞાનદીપિકા' સુ. બહ્મચારીશ્રી ધર્મદાસજી ઈ.સ. ૨૦૦૧ “શ્રી ભક્તામર સ્તોત્ર' આચાર્યશ્રી માનતુંગસૂરિજી ઈ.સ. ૨૦૦૨ ‘ઇબ્દોપદેશ' આચાર્યશ્રી પૂજ્યપાદસ્વામી ઈ.સ. ૨૦૦૩ “આત્માનુશાસન' આચાર્યશ્રી ગુણભદ્રસ્વામી સામ્યભાવ એ મોક્ષમાર્ગનો અનિવાર્ય સાથી છે, સ્વરૂપારોહણની નિસરણી છે. વિષયો અને કષાયોમાં રમમાણ રહેતા ઉપયોગને પરમાંથી પાછો ખેંચી, પ્રત્યેક પરિસ્થિતિમાંથી સમપરિણામે પસાર થઈ જવાનો આત્મહિતકારી બોધ પરમકૃપાળુદેવે નિરંતર પ્રકાશ્યો છે. સંસારભાવથી અસ્પષ્ટ રહી પરમાનંદમય સામ્યાસન પર બિરાજમાન થવાની પ્રેરણા આપતાં તેઓશ્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ કોઈ નિશ્ચિત કરી પોતાની પ્રશસ્તિ કલયદવસ પત્રાંક-૬૭૮માં ફરમાવે છે – “જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે.” આ લક્ષ્યની જાગૃતિ અર્થે એવમ્ ઉપરોક્ત મંગળ પરંપરાને અનુલક્ષીને આ વર્ષે આચાર્યશ્રી વિજયસિંહસૂરિજીવિરચિત “સામ્યશતક' ગ્રંથ પર સામ્યભાવપ્રેરક બોધક સત્સંગમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી ક્યાં અને ક્યારે થઈ ગયા એ વિષે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. ગ્રંથના અંતિમ શ્લોકમાં તેમણે પોતાના નામનો ઉલ્લેખ સાથે પોતાના ગુરુવર્ય આચાર્યશ્રી અભયદેવસૂરિજીની પ્રશસ્તિ કરી છે; પરંતુ ભગવાન મહાવીરસ્વામીની શાસનપરંપરામાં છ અભયદેવસૂરિજી થઈ ગયા છે, એમાંથી સંથકાર કયા અભયદેવસૂરિજીનું શિષ્યત્વ શોભાવતા હતા એનો નિર્ણય થઈ શક્યો નથી. તથાપિ પ્રસ્તુત ગ્રંથમાં સ્ફટિત થયેલ તેમની ઉચ્ચ પ્રજ્ઞા અને આત્મદશાના આધારે આચાર્યશ્રી વિજયસિંહસૂરિજીનું નામ જિનશાસનમાં ગૌરવપૂર્વક લેવામાં આવે છે. સામ્યભાવને પુષ્ટ કરી સાધકને સાધનાના સર્વોચ્ચ શિખર પર પ્રસ્થાપિત કરાવનાર ‘સામ્યશતક' એક ઉત્તમ વૈરાગ્યપ્રધાન અધ્યાત્મગ્રંથ છે. લઘુગ્રંથ હોવા છતાં એમાં પ્રરૂપાયેલ વિષય ગહન છે. શબ્દચમત્કૃતિ સાથે અર્થચમત્કૃતિ અને અલંકારના સુંદર ઉપયોગ સાથે સુયોગ્ય, મર્મસ્પર્શી ભાષા-શૈલીનો સુમેળ સાધતો આ ગ્રંથ આત્મહિતાભિલાષી સાધકોને સામ્યભાવની સાધનામાં અદ્ભુત અવલંબન પૂરું પાડે છે. પ્રસ્તુત ગ્રંથની ઉપાદેયતાનું સબળ પ્રમાણ એ છે કે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે તેઓના શિષ્ય શ્રી હેમવિજયજી મુનિના સ્વાધ્યાય અર્થે આ ગ્રંથનો દોહરૂપે ભાવાનુવાદે કરી આપ્યો હતો. ઉપાધ્યાયશ્રી Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્વારા રચાયેલ ભાવાનુવાદ - “સમતાશતક' અત્રે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત સંકલનના મુદ્રણ-ઉપક્રમ અર્થે શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ, મહેસાણા દ્વારા પ્રકાશિત તથા આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરિજીવિવેચિત “પીયો અનુભવ રસ પ્યાલા' પુસ્તકનો આધાર લેવામાં આવ્યો છે, જે અર્થે પ્રકાશક સંસ્થા તેમજ વિવેચનકારશ્રીના ઋણનો સ્વીકાર કરીએ છીએ. પ્રસ્તુત સંકલન પ્રગટ કરવાના સત્કાર્યમાં ભક્તિસભર યોગદાન આપનાર શ્રીમતી સ્મિતાબેન કોઠારી, ડૉ. અતુલભાઈ શાહ, શ્રીમતી લીનાબેન ગાલા, કુમારી રીમા પરીખ, શ્રી પ્રમેશભાઈ શાહ આદિ સર્વ મુમુક્ષુઓને અત્રે અંતઃકરણપૂર્વક ધન્યવાદ પાઠવીએ છીએ. સમપરિણામે પરિણમવું યોગ્ય છે, અને એ જ અમારો બોધ છે.” (પત્રાંક-૩૭૪) પરમકૃપાળુદેવની આ આજ્ઞામાં સહાયભૂત થનાર આ ઉત્તમ સાધનાપ્રેરક ગ્રંથને આત્મકલ્યાણના આ વિશિષ્ટ અવસરે રજૂ કરતાં અને આનંદ અનુભવીએ છીએ. આ ગ્રંથનું ભાવપૂર્વક અધ્યયન તથા તજ્જન્ય બોધની સૂક્ષ્મ વિચારણા કરવાથી નિજદોષનું અપક્ષપાત દર્શન, વૈરાગ્યનું અપૂર્વ ચિંતન અને સામ્યભાવની અનુપમ અનુભૂતિનો લાભ થશે. જ્ઞાની મહાત્માઓની અનુભવમૂલક આર્ષવાણીના સાતિશય પ્રભાવથી સર્વ આત્માર્થી જીવો અધ્યાત્મસાધનામાં આગળ વધે અને સામ્યભાવને આત્મસાત્ કરે એ જ ભાવના. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.' પર્યુષણ પર્વ, વિનીત ટ્રસ્ટીગણ, વિ.સં. ૨૦૬૦ શ્રીમદ્ રાજચંદ્ર તા. ૧૧-૯-૨૦૦૪ આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્ર મુંબઈ Page #9 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક' શ્લોક-૧ अहंकारादिरहितं निःछद्मसमतास्पदम् ।। आद्यमप्युत्तमं किंचित् पुरुषं प्रणिदध्महे ।। અર્થ – અહંકાર આદિ દોષોથી રહિત, સ્વાભાવિક સમતાના સ્થાનરૂપ અને સર્વપ્રથમ થયેલા ઉત્તમ એવા કોઈ અનિર્વચનીય પુરુષનું અમે ધ્યાન કરીએ છીએ. ર૧ થી નહી ભાવાર્થ – આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી “સામ્યશતક' ગ્રંથનો મંગળ પ્રારંભ કરતી વખતે શ્રેષ્ઠ એવા આદ્ય પુરુષનું ધ્યાન કરે છે. વીતરાગ પરમાત્માના અનંત ગુણોમાંનો એક ગુણ છે સમતા. આ ગ્રંથમાં સમતા ગુણનું પ્રતિપાદન કરવાનું હોવાથી, સ્વાભાવિક સમતાના ધારક એવા પરમાત્માનું ધ્યાન કરીને તેઓ પોતાને એ ભાવમાં ઓતપ્રોત કરે છે કે જેથી સમત્વનું સમ્યક સ્વરૂપ સમજાવી શકે, તેમજ ગ્રંથનું અધ્યયન કરનાર આ વિષયનું તાત્પર્ય ગ્રહણ કરી શકે. Page #10 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૨ - Hara उन्मनीभूयमास्थाय निर्माय समतावशात् । जयन्ति योगिनः शश्वदंगीकृत शिवश्रियः ।। અર્થ – માયારહિત સમતાના કારણે ‘ઉન્મનીભાવ' પ્રાપ્ત કરીને, હંમેશાં મોક્ષલક્ષ્મી અંગીકાર કરનારા યોગીઓ જય પામે છે. ભાવાર્થ – અતિ ચંચળ મનનો સર્વ વ્યાપાર વિલય થાય તે છે ઉન્મનીભાવ. આત્મા મનને પ્રેરણા કરતો નથી અને મન ઈન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, અર્થાત્ મનનો પ્રેર્યભાવ અને પ્રેરકભાવ નષ્ટ થાય તેને ઉન્મનીભાવ કહેવાય છે. માયાદિ દોષોથી રહિત સમતાભાવમાં રમણ કરતા યોગી ઉન્મનીભાવ વડે સર્વ ભાવથી ઉદાસીન થઈને આત્મામાં સ્થિર થયા છે, શિવગતિ પામ્યા છે. મોક્ષલક્ષ્મીને વરનાર ભગવંતો આ વિશ્વમાં સદૈવ, સર્વત્ર જય પામે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-3 औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ।। અર્થ - ઔદાસી (મધ્યસ્થપણા)ના ક્રમ વડે ભોગ ભોગવતા એવા યોગીઓને મોક્ષ આપવામાં જામીનરૂપ એવો કોઈ આનંદ (ચિદાનંદ) થાય છે, તે આનંદ જય પામો! ભાવાર્થ – સંસારમાં કોઈ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તેના બાનારૂપે કંઈક આપવાથી તે વસ્તુ પોતાની માલિકીની ગણાય છે. ભલે હજી તેની પૂરી કિંમત ન ચૂકવી હોય તોપણ તે વસ્તુ તેને મળશે એવી બાંહેધરી અપાય છે. તેમ આત્માનુભૂતિથી પ્રાપ્ત થયેલ સહજ આનંદ - ચિદાનંદ મોક્ષના બાનારૂપ છે. તે સહજાનંદમાં નિમગ્ન રહેતાં નિશ્ચિત મોક્ષ મળશે જ એવી જામીન વીતરાગવિજ્ઞાન આપે છે. ઉદાસીનતા ધારણ કરનાર યોગીપુરુષોને પ્રાપ્ત થયેલ આ કેવળજ્ઞાનના પ્રભાતરૂપ ચિદાનંદ જયવાન થાઓ! - Page #12 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૪ स्नाननिर्वाणचेतसाम् । जयताल्लयः || साम्यपीयूषपाथोधि योगिनामात्मसंवेद्यमहिमा અર્થ સમતારૂપી અમૃતના સાગરમાં સ્નાન કરવાથી જેમનાં ચિત્ત શાંત થયાં છે, તેવા યોગીઓનો આત્મજ્ઞાનમાં તન્મય થવારૂપ લય જય પામો; કે જે લયનો મહિમા આત્માનુભવરૂપ છે. ભાવાર્થ ચિત્તશાંતિનો રાજમાર્ગ છે ક્ષણેક્ષણ સમતાભાવમાં રમણતા. રાગ-દ્વેષ-મોહ ઘટાડતાં, વિષય-કષાયમાં અનાસક્ત થતાં સમતા આવિર્ભાવ પામે છે. આ સમતારૂપી સાગરમાં સદૈવ નિમજ્જન કરનાર યોગીઓ આત્મજ્ઞાનમાં લયલીન થાય છે, આત્મામાં એકતા થાય છે. આત્માનુભવ કરાવનાર આ લયલીનતાનો મહિમા અનેરો છે. અનંત શાંતિ બક્ષનાર, પરમાનંદ આપનાર લયલીનતા સદા જયવંત રહો! Page #13 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૫ आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । .. निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ।। અર્થ – સર્વ કળાઓમાં શ્રેષ્ઠ લય છે એ વાતને છોડો, પરંતુ સંપૂર્ણ (નિષ્કલ) યોગમાં પણ એ જ લય બહ્મજ્ઞાન માટે બને છે. ભાવાર્થ – જ્યારે મન, વચન અને કાયાની પ્રવૃત્તિનો સંપૂર્ણપણે નિરોધ થાય છે ત્યારે યોગસ્થિરતા આવે છે. આ સ્થિરતાને લય કહેવાય છે. આ લયલીનતા સર્વ કળાઓમાં શ્રેષ્ઠ તો છે જ, પણ માત્ર તેનું આટલું જ માહાભ્ય નથી. યોગમાં આ લયલીનતા અખંડપણે આવી જાય તો બહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, આત્માનુભવ થાય છે. તેથી યોગીઓ તેનું નિરંતર સેવન કરે છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-હું नित्यानन्द सुधारश्मेरमनस्ककलामला । अमृतं स्यादिमं बीजमनपाया जयत्यसौ ।। અર્થ – નિત્ય આનંદસ્વરૂપ ચંદ્રની અમનસ્કતારૂપ નિર્મળ કળા અમૃત(મોક્ષ)નું મૂળ બીજ છે. એવી એ શાશ્વત કળા જય પામે છે. ભાવાર્થ - અમનદશામાં મન-વચન-કાયાના યોગ સંપૂર્ણપણે નિશ્ચળ હોવાથી, રાગ-દ્વેષનો સંપૂર્ણ અભાવ હોવાથી શાશ્વત સહજ આનંદની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ વાણીથી કહી શકાતી નથી. તે માત્ર અનુભવગોચર છે. જેમ ચંદ્રની કળા અમૃતનું બીજ છે, તેમ અમનસ્કતા - ચિદાનંદની કળા કેવળજ્ઞાનનું બીજ છે. આ શાશ્વત કળાનો સદા જય હો! Page #15 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૭ यः कश्चिन्न लयः साम्ये मनागाविद्न्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥ અર્થ – મને સમતામાં કોઈ જાતનો લય જરા પણ પ્રગટ થયો નહીં, તેથી હવે મારી બુદ્ધિ તે લયને તત્કાળ વચનનો વિષય કરવાનો પ્રયત્ન કરે છે. ભાવાર્થ – જેને બુદ્ધિ વર્ણવી શકતી નથી, જેને વચન દ્વારા વ્યક્ત કરી શકાતો નથી, એ સમતાભાવને તેમ છતાં શબ્દમાં ઉતારવાનો પ્રયત્ન કરતાં સંથકાર કહે છે કે સમત્વભાવમાં નિમજ્જન કરવાની મને અભિલાષા છે, પરંતુ વર્તમાન ક્ષણ સુધી આ અભીપ્સા અધૂરી રહી છે, તેથી સામ્યભાવને ગ્રંથબદ્ધ કરી એ ભાવમાં રંગાઈ જવા મારી બુદ્ધિ તત્પર થઈ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ ८ સામ્યશતક શ્લોક अष्टांगस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यद् विषयासंगत्यागान्माध्यस्थ्य सेवनम् ॥ અર્થ વિષયોની આસક્તિનો ત્યાગ કરી, માધ્યસ્થ્યભાવ(સમતા)ને સેવવો, એ અષ્ટાંગ યોગનું રહસ્ય કહેવાય છે. ભાવાર્થ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ આઠ યોગ છે. યોગનાં આ આઠ અંગનો અભ્યાસ કરવાથી ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, વિષયોમાં રહેલી આસક્તિનો ત્યાગ થાય છે. આસક્તિ ઘટતાં, મન શુભાશુભ વિકલ્પોથી પાર થતાં માધ્યસ્થ્યભાવની પ્રાપ્તિ થાય છે. આમ, સમત્વની પ્રાપ્તિ એ અષ્ટાંગ યોગનું ફ્ળ છે. - Page #17 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૯ राग-द्वेष परित्यागाद्विषयेष्वेषु वर्तनम् । .. औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ।। અર્થ – વિષયોમાં રાગ-દ્વેષ વિના પ્રવર્તવું, તેને ઔદાસીન્ય કહેવાય. તે ઔદાસીન્ય (સમત્વ) મોક્ષ (અમૃત) માટે રસાંજન (ઔષધરૂ૫) છે. ભાવાર્થ – ઉદાસીનતા હોય ત્યાં પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષથી રહિત પ્રવૃત્તિ થાય છે. જ્યાં સુધી મન-વચનકાયાના યોગ છે ત્યાં સુધી પ્રવૃત્તિ રહે છે, પરંતુ જો તેમાં ઈનિષ્ટની કલ્પના ન રહે, રાગ-દ્વેષ ન ઉદ્ભવે, અનાસક્ત થવાય તો ચિત્ત સ્થિર થાય છે. ચિત્ત સ્થિર થતાં સહજ ભાવમાં પ્રવર્તન થાય છે. સહજ ભાવમાં લીનતા થવી એ ઉદાસીનતાનું ફળ છે. જેમ આરોગ્યની પ્રાપ્તિ માટે ઔષધસેવન કરવામાં આવે છે, તેમ ઉદાસીનતાનું નિરંતર સેવન કરવાથી આત્મ-આરોગ્ય - મોક્ષ પ્રાપ્ત થાય છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૧૦ तस्यानघमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत् । तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ।। અર્થ – ખરેખર, તે ઉદાસીનતાનું પવિત્ર બીજ નિર્મમતા છે. માટે યોગીએ અવિલંબ તે નિર્મમત્વ ઉપર મનને આદરવાળું કરવું જોઈએ. ભાવાર્થ – સંસારનું મૂળ અહ-મમબુદ્ધિ છે અને સંસારક્ષયનો ઉપાય ઉદાસીનતા છે. અહ-મમભાવ, આસક્તિ રાગ-દ્વેષને ઉત્પન્ન કરે છે. જો રાગ-દ્વેષનો નાશ થાય તો મન વિશ્રામ પામે છે તેમજ ઉદાસીનતાનો ઉદ્ભવ થાય છે; અને રાગદ્વેષનો ક્ષય નિર્મમત્વથી થાય છે. નિર્મમત્વરૂપ બીજ અંકુરિત થતાં ઉદાસીનતાનો છોડ નવપલ્લવિત થાય છે. તેથી યોગી નિર્મમતામાં વિના વિલંબે મનને જોડે છે, તેમાં જ રમણતા કરે છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૧૧ બ્લોક-૧૧ विहाय विषयग्राममात्माराममना भवन् । निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुंगवः ।। અર્થ - વિષયોના સમૂહનો ત્યાગ કરી, પોતાના આત્મામાં મનને રમાડતો ઉત્તમ યોગી, નિર્મમત્વના સુખનો સ્વાદ લઈ આનંદ પામે છે. ભાવાર્થ – અનાદિ કાળથી જીવ રાગ-દ્વેષ સહિત વિષયોમાં રમણતા કરી સુખી થવા પ્રયત્ન કરે છે, પરંતુ તેને સુખના બદલે દુઃખ મળે છે. શાશ્વત સુખ તો એકમાત્ર નિર્મમત્વના સેવન વડે આત્મામાં રમણતા કરવાથી મળે છે, બાકીનું બધું સુખાભાસ છે. આ તથ્યના જાણકાર યોગી ઇન્દ્રિયવિષયો પ્રત્યે અનાસક્ત રહી, તેનો ત્યાગ કરે છે. તેઓ પોતાનાં નિર્મળ મનને આત્માના ગુણોમાં રમાડી, નિર્મમતાના સુખથી આનંદ પામે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક લોક-૧૨ येऽनिशं समतामुद्रां विषयेषु नियुअते । करणैश्वर्यधुर्यास्ते योगीनो हि नियोगिनः || અર્થ – જે યોગીપુરુષો (ઇન્દ્રિયોના) વિષયોમાં સદૈવ સમતાની મુદ્રા યોજે છે, તે યોગીપુરુષો ઇન્દ્રિયોના નિયામકપણાને વહન કરનારા સાચા સત્તાધીશ અધિકારી છે. ભાવાર્થ – જેમ કોઈ દેશના ઐશ્વર્યના, એની સમૃદ્ધિના પૂર્ણ નિયામક બનવા માટે સત્તાધીશ પોતાની મુદ્રા, મહોર સ્થાપિત કરે છે અને એ દેશ ઉપર પોતાની સત્તા ચલાવે છે; તેમ યોગી ઇન્દ્રિયો ઉપર પોતાની સત્તા સ્થાપિત કરવા, ઇન્દ્રિયોના નિયામક બનવા ઇન્દ્રિયવિષયો ઉપર સમતાની મહોર મારે છે. ભોગી જીવો ઉપર ઇન્દ્રિયોની સત્તા ચાલે છે, જ્યારે યોગી મહાત્મા ઇન્દ્રિયો ઉપર સમત્વ વડે પોતાની સત્તા ચલાવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૧૩ ममत्ववासना नित्यसुखनिर्वासनानकः । निर्ममत्वं तु कैवल्यदर्शनप्रतिभूः परम् ॥ અર્થ - મમતાની વાસના શાશ્વત સુખને વિદાય કરવામાં પટહરૂપ છે અને નિર્મમતા કૈવલ્યદર્શન કરાવવામાં ઉત્કૃષ્ટ સાક્ષીરૂપ છે. ભાવાર્થ – મમત્વની ઉપસ્થિતિમાં જો સમત્વનું સુખ પણ રહી શકતું ન હોય તો શાશ્વત સુખ ન જ રહે એ વાત નિર્વિવાદ છે. મમતાની સાથે રાગ-દ્વેષ, હર્ષ-શોક, રતિ-અરતિ જેવા અનેક કંકો ચિત્તમાં ઊછળતા હોવાથી ત્યાં ચિત્તસ્થિરતા હોતી નથી, તેથી અંશમાત્ર પણ સુખની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરંતુ નિર્મમતા હોય ત્યાં ચિત્ત શાંત હોય છે, પ્રસન્ન હોય છે. પ્રસન્ન ચિત્ત આત્મામાં લીન થતાં. પરમાનંદનો અનુભવ થાય છે. આમ, નિર્મમતા આવે એટલે કૈવલ્ય હાથવેંત છે, મુક્તિ નિશ્ચિત છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાભ્યશતક બ્લોક-૧૪ भुव्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुंजीत योगवित् ।। અર્થ – આ જગતમાં અતિ આસક્તિ તે જ તૃષ્ણારૂપ જ્વરનો મોટો ભાર છે. તે જ્વરને દૂર કરવા યોગીએ નિર્મમત્વરૂપ ઔષધનો ઉપયોગ કરવો જોઈએ. ભાવાર્થ – વિષયતૃષ્ણાના કારણે જીવ અનંત કાળથી હેરાનપરેશાન થયો છે, દુઃખમાં તરફડિયાં મારી રહ્યો છે. જ્યારે અતિ આસક્તિના કારણે અનેક તૃષ્ણાઓ જાગે છે ત્યારે તેની આંતર-બાહ્ય સ્થિતિ ગંભીર બની જાય છે. આવા દુઃખપૂર્ણ તૃષ્ણારૂપી તાવને ઉતારવા માટે નિર્મમત્વરૂપ ઔષધનો નિર્દેશ જ્ઞાની ભગવંતોએ કર્યો છે. આ એક અદ્વિતીય ઔષધ છે, જેનું વિના વિલંબે નિત્ય સેવન કરી, આત્મશાંતિના ભોક્તા બની શકાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૧૫ पर्यवस्यति सर्वस्य तारतम्यमहो क्वचित् । । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ॥ અર્થ – અહો! સર્વે પદાર્થોની તરતમતા (ઓછાવત્તાપણું) કોઈ ઠેકાણે પર્યવસાન પામે છે, (અર્થાત્ સમાપ્ત થાય છે); પણ એ બધામાં શ્રેષ્ઠ એવું નિર્મમત્વ તો કેવળજ્ઞાનમાં જ પર્યવસાન પામે છે. ભાવાર્થ – સંસારનાં સુખ અલ્પકાલીન છે, તરતમતાવાળાં છે, સીમિત છે. વળી, તે વાસ્તવિક સુખ નહીં પણ સુખાભાસ છે, છતાં મૂઢ જીવો તેમાં રાચે છે. તેઓ નિર્મમત્વથી પ્રાપ્ત થતાં સુખની કલ્પના પણ કરી શકતા નથી, તો તે માટે પ્રયત્ન તો ક્યાંથી કરે? નિર્મમત્વનું સુખ નિઃસીમ છે અને તે જીવને પરમસુખ તરફ લઈ જાય છે. નિર્મમત્વનાં સુખની ગંગા અનંત, શાશ્વત સુખના સાગરમાં જઈને ભળે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સામ્યશતક બ્લોક-૧૬ ममत्वविषमूर्छालमांतरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयंते हि योगिनः ।। અર્થ - મમતાના ઝેરથી અત્યંત મૂચ્છિત થયેલા આંતર તત્ત્વને યોગીજનો વૈરાગ્યના અમૃતસિંચનથી સચેત કરે છે. ભાવાર્થ – જીવ અનંત કાળથી મમત્વના કારણે મોહમૂઢ છે. અનાદિની આ મૂચ્છ દૂર કરવા માટે વૈરાગ્ય જેવું કોઈ સાધન નથી. સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટતાં, ઔદાસીન્યભાવ આવતાં અહ-મમનાં ઝેર આત્મામાંથી ઓસરવા માંડે છે. પરંતુ અનાદિના આ સંસ્કાર બળવાન હોવાથી કોઈ વાર યોગીજનો પણ તેના ઝપાટામાં આવી જાય છે. તેથી તેઓ આંતર તત્ત્વને વૈરાગ્ય જળ વડે સિંચીને એટલું પુષ્ટ કરે છે કે જેથી મમતાના ઝેરથી આત્મા કદી પણ મૂચ્છિત ન થાય. Page #25 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક १७ શ્લોક-૧૭ विरागो विषयेष्वेषु परशुभविकानने । સમૂત્રછાયું વરુષિત મમતા-વ~િરુત્વUT: || અર્થ - વિષયો પ્રત્યે પ્રગટેલો વૈરાગ્ય, સંસારવનમાં કુહાડા સમાન છે. વૈરાગ્યનો કુહાડો મમતાની વેલને મૂળમાંથી ઉખેડી નાંખે છે. ભાવાર્થ – સંસારવનમાં પાંગરેલી મમતાની વેલીનાં મૂળ ઘણાં ઊંડાં હોય છે. મમતાની આ વેલી જીવને વિષયોમાં બાંધી રાખી, દુઃખી કરે છે. તેને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવે તો જ દુઃખથી છુટકારો થાય છે. પરંતુ તેનાં ગાઢ, સજ્જડ મૂળ સહેલાઈથી ઊખડતાં નથી. જો કે વૈરાગ્યરૂપી તીક્ષ્ણ કુહાડો હોય તો ગમે તેટલાં મજબૂત મૂળનો પણ સવશે નાશ થઈ શકે છે. વિષયોમાં રહેલી આસક્તિ તૂટતાં વૈરાગ્ય પ્રગટે છે, જે મમતાની વેલીનો મૂળમાંથી વિચ્છેદ કરી નાંખે છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સામ્યશતક બ્લોક-૧૮ शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना || અર્થ – અહો! સંસારવાસના કેવી દુસ્તર છે! શરીર ઉપરનો મોહ દુઃખી જ કરે છે, છતાં મોહાસક્ત રહીને જીવો ક્લેશ પામે છે! ભાવાર્થ – દરેક જન્મ વખતે મળતા દેહમાં જીવ પોતાપણું માની, એમાં અત્યંત ગાઢ મોહ કરે છે; પણ એ નશ્વર દેહ ઉપરના મોહથી તેને દુઃખ સિવાય કંઈ મળતું નથી. વળી, શરીરમાં રહેલી અહંબુદ્ધિના કારણે તે પરપદાર્થોમાં મમબુદ્ધિ, કરે છે, તેથી ક્લેશપરંપરા ઊભી થાય છે અને તે દુઃખના દાવાનળમાં બળે છે. અજ્ઞાનને લીધે સંસારી જીવ આ દુઃખનાં - ક્લેશનાં કારણને સમજી શકતો નથી અને તેથી દુસ્તર એવી સંસારવાસનારૂપી વૈતરણી નદી તે તરી શકતો નથી, દુખથી મુક્ત થઈ શકતો નથી. Page #27 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક . ૧૯ બ્લોક-૧૯ अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते । अहंकारभवात्तेषां यदंधं करणं श्रुतम् ॥ અર્થ – અહો! વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે! અહંકાર ઉત્પન્ન થવાથી તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે. ભાવાર્થ – શ્રુતજ્ઞાન જીવને મોહ-અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, પણ તે શ્રુતજ્ઞાની જો મોહના પ્રભાવ હેઠળ આવી જાય તો એ જ શ્રુતજ્ઞાનનો તે અહંકાર કરે છે. જે વિદ્વત્તા વડે મોહનાં મૂળિયાં જડમૂળથી ઉખેડી શકાય, એનું અભિમાન કરી કોડીના મૂલ્ય રત્ન વેચવા જેવી ભયંકર ભૂલ તે કરે છે. જે શાસ્ત્રજ્ઞાન પામી વિદ્વાનો ભવસમુદ્રની પાર જઈ શકે છે, પોતે તરી શકે છે અને બીજાને તારી શકે છે; એ શાસ્ત્રજ્ઞાનનો જો તેઓ ગર્વ કરે તો તેમને મોહરૂપી અંધાપો આવે છે અને તેથી પોતે તો સંસારમાં ભટકે છે અને બીજાને પણ સંસારમાર્ગે ઘસડી જાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૦ श्रुतस्य व्यपर्दशेन विवर्तस्तमसामसौ । અંતઃ संतमसः स्फातिर्यस्मिन्नुदयमीयुषी ।। સામ્યશતક શ્લોક-૨૦ અર્થ જે શ્રુતના અભિમાનથી અંદર અજ્ઞાનરૂપ અંધકારનો વિસ્તાર ઉદય પામે, તે શાસ્ત્ર નથી; પરંતુ શાસ્ત્રના બહાને અજ્ઞાનરૂપ અંધકારનું રૂપાંતર છે. - ભાવાર્થ શ્રુતજ્ઞાનના અભિમાનથી શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણમે છે, અર્થાત્ તે જ્ઞાન જ્ઞાનરૂપ રહેતું નથી, પરંતુ અજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામે, તેમ તેમ જીવ વિનમ્ર બને તો તે જ્ઞાન મોહ-અંધકારનો નાશ કરવા સમર્થ બને છે. પરંતુ જો શાસ્ત્રજ્ઞાન અભિમાનથી આવરાયેલું હોય તો તેનાથી અજ્ઞાન-અંધકાર વિસ્તાર પામે છે અને તેથી આત્મજ્ઞાનરૂપ પ્રકાશની ઉપલબ્ધિ થઈ શકતી નથી. - Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સામ્યશતક શ્લોક-૨૧ केषांचित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् । पयोऽपि खलु मंदानां सन्निपाताय जायते ॥ અર્થ – કેટલાક વિદ્વાનોનું જ્ઞાન મોહથી વાદવિવાદ માટે થાય છે. જેવી રીતે માંદા માણસોને આપેલું દૂધ પણ સંનિપાતરોગ ઉત્પન્ન કરે છે. ભાવાર્થ – જેમ દૂધ પૌષ્ટિક આહાર હોવા છતાં માંદા માણસને આપવામાં આવે તો એ તેને નીરોગી બનાવવાને બદલે તેનો રોગ વધારે છે. તેમ શ્રુતજ્ઞાનનો ઉપયોગ જો અંતરશુદ્ધિ માટે કરવાને બદલે વાદવિવાદ કરવા માટે, તર્કથી બીજાને હરાવવા માટે, પોતાની મિથ્યા માન્યતા સિદ્ધ કરવા માટે થાય તો જેનાથી જીવના મોહ, રાગ, દ્વેષાદિ દૂર થઈ શકે - આત્માનું કલ્યાણ થઈ શકે, એનાથી જ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સાભ્યશતક બ્લોક-૨૨ ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । , वैराग्यवारिलहरी परिरंभपरो भव ।। અર્થ - મમતાના કાદવને ચારે બાજુથી નિઃશંકપણે ધોઈ નાંખવા વૈરાગ્ય જળનો સંપર્ક કરવા તત્પર થા. ભાવાર્થ – સર્વ દુઃખોનું મૂળ મમત્વ છે. મમત્વના કાદવથી ખરડાયેલા જીવને લેશમાત્ર પણ સુખ મળી શકતું નથી. જો મમત્વનો કાદવ ધોવો હશે તો બીજું કોઈ જળ કામ નહીં આવે, એકમાત્ર વૈરાગ્યજળ જ મમત્વનો કાદવ ધોઈ શકે છે. ચિત્ત જ્યારે વૈરાગ્યથી ભાવિત થાય છે ત્યારે વિભાવનો દાહ શાંત થાય છે, તૃષ્ણારૂપી તૃષા છિપાય છે અને મમત્વરૂપી કાદવ ધોવાય છે. માટે હે જીવ! તું ત્વરાથી વૈરાગ્યજળની પ્રાપ્તિનો ઉપાય કર. Page #31 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૨૩ रागोरग विषज्वालावलीढ़ द्रढचेतनः । न किंचिच्चेतति स्पष्टं विवेकविकलः पुमान् ।। અર્થ - રાગસર્પના વિષની જ્વાલાથી જેનું ચૈતન્ય સજ્જડ વ્યાપ્ત થયેલું છે, એવો પુરુષ સ્પષ્ટ રીતે વિવેક વિનાનો થઈ, જરા પણ ચૈતન્ય પામતો નથી. ભાવાર્થ – જીવ અનંત કાળથી રાગરૂપી સર્પના સકંજામાં સપડાયેલો છે. એ રાગરૂપી સર્પ એવો ઝેરીલો છે કે એ ગેલ કરતાં કરતાં ડંખ મારે છે, તેથી જીવને એ અમૃત સમાન ભાસે છે. એનું વિષ એટલું બધું ભયંકર છે કે જીવનું ચૈતન્ય હણાઈ જાય છે, અર્થાત્ તેનામાં વિવેક રહેતો નથી, તેનો વિવેક નષ્ટ થઈ જાય છે. જ્યાં વિવેક નહીં ત્યાં ચૈતન્ય નહીં - આ સત્યને લક્ષમાં રાખી જીવે વિવેક જાગૃત કરી, રાગને દૂર કરવાનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સામ્યશતક બ્લોક-૨૪ तद्विवेकसुधांभोधौ स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं रागभुजंगम महाविषम् ॥ અર્થ – (હે આત્મ!) સ્વયં વિવેકરૂપ અમૃતના સમુદ્રમાં સ્નાન કરી, તંદુરસ્ત થઈ, રાગસર્પના તીવ્ર વિષને દૂર કર. ભાવાર્થ – અનાદિથી જીવ સ્વસ્વરૂપને વીસરી ગયો છે અને તેણે કર્મકૃત વ્યક્તિત્વને સ્વ માની એમાં અહંબુદ્ધિ, પરમાં મમબુદ્ધિ કરી છે. પોતાથી તદ્દન ભિન્ન એવા પર પ્રત્યેનું આ રાગરૂપી વિષ તેને ચિરકાળથી અસ્વાથ્ય પ્રદાન કરતું રહ્યું છે. આ વિષથી છૂટવું હોય, નીરોગી થવું હોય તો સ્વપરનો વિવેક પ્રગટાવવો જોઈએ. સાર-અસાર, ધર્મ-અધર્મ, હેય-ઉપાદેય, સત્ય-અસત્ય સમજાતાં જીવની પરમાં રહેલી આસક્તિ તૂટે છે, તેનો રાગ બળહીન થાય છે. અનાદિનું રાગ સર્પનું વિષ એટલું બધું તીવ્ર છે કે વિવેકના અમૃતસમુદ્રમાં જો તે નિરંતર સ્નાન કરે તો જ તે એનાથી મુક્ત થઈ શકે, સ્વસ્થ થઈ શકે. Page #33 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૨૫ प्रथयन्तमनश्वरम् । बहिरंतर्वस्तुतत्त्वं विवेकमेकं कलयेत्तार्तीयीकं विलोचनम् ।। ૨૫ અર્થ બહારની અને અંદરની વસ્તુના તત્ત્વને જોનાર અને ક્યારે પણ નાશ નહીં પામનાર એવો વિવેક ત્રીજું લોચન છે એમ જાણવું. ભાવાર્થ જેમ નેત્રહીન જીવ જોઈ શકતો ન હોવાથી, તેના જીવનમાં એટલું અંધારું હોય છે કે તે જ્યાં ત્યાં ભટકીને દુઃખી થાય છે; તેમ જીવને અનાદિ કાળથી મિથ્યાત્વરૂપી અંધાપો હોવાથી, તે સંસારમાં જ્યાં ત્યાં ભટકી અનંત દુઃખ પામે છે. વળી, જાત અને જગતનાં સત્ય સ્વરૂપને ઓળખવા માટે માત્ર ચર્મનેત્ર પૂરતાં નથી. એ માટે વિવેકરૂપી ત્રીજું નેત્ર હોવું જરૂરી છે. જો જીવ આંતર-બાહ્ય તત્ત્વને યથાર્થ રીતે સમજે તો તેનો અંધાપો દૂર થતાં તેને સમ્યક્ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે અને તે સુખી થાય છે. તેથી સાદિ-અનંત સુખ બક્ષનાર આ અનશ્વર વિવેકરૂપી સમ્યક્ દૃષ્ટિને ત્રીજું નેત્ર કહ્યું છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૬ उद्दामक्रममाबिभ्रद् द्वेषदंतावली बलात् I धर्माराममयं भिन्दन् नियम्यो जितकर्मभिः || સામ્યશતક શ્લોક-૨૬ અર્થ ઉદ્ધત રીતે ચાલીને દ્વેષરૂપ હાથી પોતાના બળથી ધર્મરૂપી બગીચાને ભાંગી નાંખે છે.. માટે કર્મોને જીતનારા (જીતવાનો પ્રયત્ન કરનારા) પુરુષોએ તે દ્વેષરૂપ હાથીને વશ રાખવો જોઈએ. - ભાવાર્થ ધર્મરૂપી બાગમાં વિચરનાર જીવ, કર્મોનો નાશ કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે અને મોહને વશ જીવ, કર્મો બાંધી સંસારપરિભ્રમણ વધારે છે. જેમ અનંત સંસારમાં રખડાવનાર રાગ જીવનો શત્રુ છે, તેમ દુ:ખપરંપરા ઊભી કરનાર દ્વેષ પણ જીવનો મોટો શત્રુ છે. દ્વેષરૂપી ઉન્મત્ત હાથી જીવને એવો તો ભરમાવે છે કે તે એના ઉપર સવાર થઈ અનંત સુખ આપનાર ધર્મના બાગને વેરવિખેર કરી નાંખે છે. તેથી કર્મો ઉપર વિજય મેળવવા ઇચ્છનાર વિવેકી જીવે આ દ્વેષરૂપી ઉન્મત્ત હાથીને અંકુશમાં રાખવો જોઈએ કે જેથી ધર્મારાધન કરી તે મોક્ષસુખ પ્રાપ્ત કરી શકે. — Page #35 -------------------------------------------------------------------------- ________________ सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः 1 निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्तसेकतः ॥ સામ્યશતક ૉક-૨૭ - અર્થ હૃદયને તપાવનાર, જ્વાલાઓથી વ્યાપ્ત દ્વેષાગ્નિને પ્રશમના પુષ્કરાવર્ત નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો જોઈએ. ૨૭ - , ભાવાર્થ દ્વેષ અગ્નિ સમાન દાહક છે. એ એવો ભયંકર અગ્નિ છે કે દ્વેષ કરનારને તો એ બાળે છે, ઉદ્વિગ્ન કરે છે અને સાથે સાથે જેના પ્રત્યે દ્વેષ કરવામાં આવે છે, તેને પણ બાળે છે, સંતાપે છે. એની જ્વાળાઓ એટલી ભયાનક છે કે જેના હૃદયમાં એને સ્થાન મળે છે, તેનામાં પ્રેમનું નામનિશાન રહેવા પામતું નથી, મૈત્રી આદિ ચાર ભાવનાને એ ભસ્મીભૂત કરી નાંખે છે અને તેથી તે જીવ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. ગ્રંથકાર આ દ્વેષાગ્નિને બુઝાવવાનો ઉપાય જણાવતાં કહે છે કે આ અગ્નિને બુઝાવવા સાધારણ મેઘ પૂરતો નથી. તેના માટે પ્રશમભાવનો પુષ્ક૨ાવર્ત મેઘ વરસાવવો જોઈએ, અર્થાત્ અવિરત ઉપશમભાવની વર્ષા આ દ્વેષાગ્નિને બુઝાવી શકે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સામ્યશતક બ્લોક-૨૮ वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा । विद्वांसोऽपि वशे यस्याः कृत्रिमैः किल किंचितैः ।। અર્થ – આ સંસારની વાસના વેશ્યાની જેમ કોને વશ થાય? જેના કૃત્રિમ (બનાવટી) હાવભાવથી વિદ્વાનો પણ વશ થઈ જાય છે. ભાવાર્થ – ગ્રંથકારે સંસારની વાસનાને વેશ્યાની ઉપમા આપી છે. જેમ વેશ્યા જૂઠો સ્નેહ દર્શાવી, જાતજાતના હાવભાવ વડે સામી વ્યક્તિને મુગ્ધ કરી પોતાને આધીન કરે છે, પણ તે કોઈને વશ થતી નથી. તેમ સંસારની વાસના એટલી ભ્રામક હોય છે કે તે જીવને સુખની આશા બતાવી પોતાને વશ કરે છે, પણ તે કોઈના અંકુશમાં રહેતી નથી. દેહ, સ્ત્રી, પુત્ર, પદ, પ્રતિષ્ઠા, ધન, વૈભવની તૃષ્ણા જીવને દુઃખ સિવાય કંઈ જ આપતી નથી; છતાં મોહવશ ભલભલા વિદ્વાનો પણ લાચાર થઈ, તેને આધીન થઈ જાય છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૯ સામ્યશતક બ્લોક-૨૯ यावज्जागर्ति संमोहहेतुः संसारवासना । निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचिः ।। અર્થ - જ્યાં સુધી જીવોને મોહના હેતુભૂત સંસારની વાસનાઓ જાગે છે, ત્યાં સુધી નિર્મમત્વની રુચિ ક્યાંથી થાય? ભાવાર્થ – જ્યાં નામમાત્ર સુખ છે તથા ક્લેશની પરંપરા છે એવો સંસારપથ મોહાસક્તિનો માર્ગ છે અને જ્યાં નામમાત્ર દુઃખ છે તથા શાશ્વત સુખ છે એવો મોક્ષપથ નિર્મમત્વનો માર્ગ છે. પરંતુ મોહવશ જીવ તે જાણી-સમજી શકતો નથી. તે મૂઢ બની, સંસારસુખ પાછળ દોડે છે અને દુઃખી થાય છે. તે દુઃખમાં સબડતો હોવા છતાં તેને સુખનું કારણ તો સંસારવાસના જ લાગે છે અને તેથી તે એના માટે ફાંફા મારે છે તથા સાચા સુખ માટે પ્રયત્ન જ કરતો નથી. આમ, તેને સસુખનું ભાન ન હોવાથી એની પ્રાપ્તિ માટેની ઇચ્છા તેને જાગતી નથી અને નિર્મમત્વ તરફ તેની રુચિ વળતી નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ YO સામ્યશતક બ્લોક-30 दोषत्रयमयः सैषः संस्कारो विषमज्वरः । मेदूरीभूयते । येन कषायक्वाथयोगतः ॥ અર્થ – તે આ સંસ્કાર (વાસના) ત્રિદોષમય વિષમ જ્વરના જેવો છે, જે કષાયરૂપ ક્વાથ(ઉકાળા)ના યોગથી પુષ્ટ થાય છે. ભાવાર્થ. – જેમ વાત-પિત્ત-કફની વિકૃતિથી ઉત્પન્ન થતો જ્વર ઘણો વિષમ હોય છે અને જો અયોગ્ય રસાયણ લેવાઈ જાય તો તે જીવલેણ નીવડે છે; તેમ મન-વચન-કાયારૂપ ત્રિયોગના દોષમય આચરણથી ઉત્પન્ન થતો જ્વર, અર્થાત્ સંસારવાસના અતિશય ભયંકર હોય છે અને તેની ઔષધિ તરીકે કષાયરૂપ ક્વાથ લેવામાં આવે તો તે વધુ વકરીને જીવના ભાવપ્રાણોને હરી લે છે. એક તો સંસારવાસનાની તૃષ્ણા જીવને દુઃખી કરે છે અને એ દુઃખના નિવારણ માટે લેવામાં આવતો કષાયનો સહારો તેને વિશેષ દુઃખમાં ઘસડી જાય છે. દવા દારૂનું કામ કરે છે અને જીવનો સર્વનાશ કરે છે. . . Page #39 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૩૧ तत्कषायानिमांच्छेतुमीश्वरीमविनश्वरम् । पावनां वासनामेनामात्मसात्कुरुते द्रुतम् ।। ૩૧ – અર્થ – (તેથી) એ ચાર કષાયોને છેદવાને સમર્થ અને ક્યારે પણ નાશ ન પામે એવી પવિત્ર વાસનાને સત્વરે સ્વાધીન કરવી. ભાવાર્થ શુભાશુભ પરિણામરૂપ ભયંકર જ્વરને મટાડવા, નીરોગી થવા ચાર કષાયને છેદવા અત્યંત આવશ્યક છે. વળી, આ સંસારભાવો જીવ ઉપર એવા તો છવાઈ ગયા છે કે તે અતિશય અસ્વસ્થ રહે છે. પરંતુ એને હણવા સરળ નથી. માત્ર ધર્મક્રિયાઓ કરવાથી વિજય મેળવવો અસંભવિત છે. એને છેદવા માટે, સ્વસ્થ થવા માટે ધર્મવાસનારૂપ ઔષધનું સેવન કરવું અત્યંત જરૂરી છે. જો ધર્મભાવના આત્મસાત્ થાય તો તે ભાવના વાસનારૂપ બને છે અને તે આત્મસાત્ ત્યારે થઈ શકે, જ્યારે તે ક્યારેક ક્યારેક નહીં પણ નિત્ય ભાવવામાં આવે, નિરંતર તેનું ઘોલન થાય. આ રીતે સુદૃઢ બનેલી પવિત્ર વાસના વડે કષાયજય થાય છે, તેથી જીવે ત્વરાથી એને પોતાને આધીન કરવી જોઈએ. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સામ્યશતક શ્લોક-૩૨ स्पष्टं दुष्टो ज्वरः क्रोधः चैतन्यं दलयन्नयम् । सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ।। અર્થ – સ્પષ્ટ રીતે જ ક્રોધ દુષ્ટ જ્વર છે, તે ચૈતન્યનો નાશ કરનાર છે. માટે ક્ષમારૂપી સિદ્ધ ઔષધિનો પ્રયોગ કરી, તે(ક્રોધ)નો નાશ કરવો જોઈએ. ભાવાર્થ – ક્રોધ જીવની બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને તે વખતે જીવ ભાનરહિત થઈ જાય છે, અવિવેકી બની જાય છે. એનાં લક્ષણ જીવની કાયા ઉપર, તેમજ વચનમાં સ્પષ્ટ જણાઈ આવે છે. વળી, એ ક્રોધ કરનારનું તો અહિત કરે જ છે, પણ જેના ઉપર ક્રોધ કરવામાં આવે છે, તેને વિશેષ દુઃખી અને અશાંત કરે છે. આમ, ક્રોધરૂપી દુષ્ટ જ્વર જીવના ચૈતન્યને હણે છે, તેથી જીવે ક્ષમારૂપી ઔષધ રહણ કરી ક્રોધ ઉપર કાબૂ મેળવવો જોઈએ. વીતરાગ ભગવંતોએ દર્શાવેલ ક્ષમાધર્મ એક એવું સિદ્ધ ઔષધ છે કે તે અચૂક ક્રોધને હણે છે. જો ક્ષમા આત્મસાત્ થઈ જાય, તે વાસનારૂપ બની જાય તો જીવ ક્રોધથી મુક્ત થઈ શકે છે. . Page #41 -------------------------------------------------------------------------- ________________ आत्मनः सततस्मेरसदानन्दमयं વપુઃ I स्फुरल्लुकाजिलस्फातिः कोपोऽयं ग्लपयत्यहो । સામ્યશતક શ્લોક-33 - અર્થ આત્માના નિરંતર વિકાસ પામેલા શ્રેષ્ઠ આનંદથી વ્યાપ્ત એવા આ શરીરને, પ્રજ્વલિત જ્વાળાઓના વિસ્તારથી સ્ફુરાયમાન એવો ક્રોધ ગ્લાનિ પમાડે છે. ૩૩ — ભાવાર્થ મનુષ્યદેહ વડે જો આત્માનંદની પ્રાપ્તિની સાધના કરવામાં આવે તો તે રત્નચિંતામણિ તુલ્ય છે અને જો વિષયકષાય પાછળ વેડફવામાં આવે તો ફૂટી બદામની કિંમતનો પણ નથી, તેથી યોગીઓ રત્નચિંતામણિ તુલ્ય એવા આ મનુષ્યદેહનો ઉપયોગ મોક્ષપ્રાપ્તિ અર્થે કરે છે. આત્મરમણતા કરતા આવા યોગીઓનો દેહ પણ પવિત્ર બની જાય છે, અદ્ભુત કાંતિયુક્ત બની જાય છે. પરંતુ જો ક્ષણાર્ધ માટે પણ ક્રોધ કરવામાં આવે તો તે હજારો વર્ષનાં તપને બાળી નાંખે છે, પવિત્ર બનેલા આ દેહને અપવિત્ર કરી નાંખે છે અને તેના તેજને હણી નાંખે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સામ્યશતક બ્લોક-38 व्यवस्थाप्य समुन्मीलदहिंसा वल्लिमंडपे । निर्वापय तदात्मानं क्षमा श्रीचन्दन द्रवैः || અર્થ – (હે આત્માનું!) તારા આત્માને અહિંસારૂપ પ્રફુલ્લિત લતામંડપમાં રાખીને, ક્ષમારૂપ શ્રીચંદનના રસથી તેને શાંતિ આપ. ભાવાર્થ – અહિંસાધર્મનું સેવન કરવામાં આવે, ક્ષમાધર્મને આચરવામાં આવે તો કષાયનો નાશ થાય છે. જેમ ઉનાળાના પ્રખર તાપમાં બળતા જીવને લતામંડપ શીતળતા આપે છે અને ચંદનનું વિલેપન દાહનો નાશ કરી શાતા આપે છે; તેમ અહિંસારૂપ લતામંડપ ક્રોધની જ્વાળાઓથી જીવનું રક્ષણ કરે છે અને ક્ષમારૂપ ચંદન તેને શાંતિ આપે છે. ક્રોધાગ્નિમાં બળી રહેલા જીવને સંથકાર કહે છે કે હે આત્મનું, ક્રોધના તાપથી બચવું હોય તો તું અહિંસારૂપ લતામંડપની બહાર ન નીકળ અને ક્ષમારૂપ ચંદનનું વિલેપન કરીને તારા આત્માને શીતળ રાખ, શાંત રાખ.. Page #43 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૩૫ બ્લોક-૩૫ क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम् । लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ।। અર્થ – આ ક્રોધરૂપી યોદ્ધો શા માટે અભિમાન કરતો હશે? કેમ કે એક ક્ષમા-સ્ત્રી લીલામાત્રમાં હરાવી શકે છે! ભાવાર્થ – ક્રોધ એવો યોદ્ધો છે કે જે જીવનો ક્ષણમાં પરાજય કરી, અશાંતિની આગમાં હોમી દે છે. વળી, આ યોદ્ધો દુર્જય છે, એટલે કે તેને જીતવો બહુ કઠિન છે. પરંતુ સંથકાર કહે છે કે હે ક્રોધ, ભલે મોહાંધ જીવો તને પરાજિત કરવામાં અસફળ થાય છે, પરંતુ તું તેનું અભિમાન ન કર; કારણ કે સમા-સ્ત્રી આગળ તારું બળ નકામું થઈ જાય છે, તું ક્ષણવારમાં પરાજય પામી જાય છે. અહીં ક્ષમાને સ્ત્રીની ઉપમા આપવામાં આવી છે. જેમ જગતમાં ભલભલા પુરુષો સ્ત્રી આગળ હારી જાય છે, તેમ ક્ષમારૂપી સ્ત્રી આગળ ગમે તેવો ક્રોધ પણ હારી જાય છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સામ્યશતક બ્લોક-૩૭ भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसंपदम् । .. नित्यं पतिव्रता वृत्तं शांतिरेषा निषेवते ॥ અર્થ – પોતાના વિલાસોથી ‘શમ'રૂપ પતિની પ્રીતિ-સંપત્તિને ધારણ કરતી એ ક્ષમા-સ્ત્રી સદૈવ પતિવ્રતાનું વ્રત સેવે છે. ભાવાર્થ – જો આત્મા ઉત્તેજિત હોય, ક્લેશિત હોય તો તે સ્વભાવરૂપ પરિણમતો નથી, પણ વિભાવરૂપ પરિણમે છે; એટલે કે તે કષાયોનું સેવન કરે છે. પરંતુ જ્યારે ક્રોધાદિ કષાયોની ઉપશાંતતા હોય, આત્મા પ્રશમરસમાં ડૂબેલો હોય ત્યારે તે સ્વભાવરૂપ પરિણમે છે, અર્થાત્ તેનું પરિણમન ક્ષમાદિ ગુણરૂપે હોય છે. સંથકારે ક્ષમા-સ્ત્રીના પતિ તરીકે પ્રશમને દર્શાવી એક અદ્ભુત રૂપક યોજ્યું છે. પતિવ્રતા સ્ત્રીની જેમ જ્યાં પ્રશમ હોય ત્યાં ક્ષમા હોય છે, અર્થાત્ આત્મા પ્રશાંત હોય ત્યારે ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ તે ક્ષમાધારી રહે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ - कारणानुगतं कार्यमिति निश्चिनु मानस! निरायासं सुखं सूते यन्निः क्लेशमसौ क्षमा || સામ્યશતક શ્લોક-39 - અર્થ હે મન, કા૨ણાનુસારી કાર્ય હોય છે એમ તું નિશ્ચય કર. જેથી પ્રયત્ન વિના ક્ષમા, ક્લેશ વિનાનું સુખ ઉત્પન્ન કરે છે. ૩૭ - ભાવાર્થ સ્વભાવપરિણમનથી સત્સુખ પ્રાપ્ત થાય છે, જ્યારે વિભાવપરિણમન દુઃખ-ક્લેશ આપે છે. ક્ષમા એ આત્માનો સહજ ગુણ છે. સહજ ગુણના પરિણમન માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, તેથી ક્ષમા ધારણ કરનારને પ્રયત્ન વિના એવું સ્વાભાવિક સુખ પ્રાપ્ત થાય છે, જે ક્યારે પણ નાશ પામતું નથી. હે મન, તું નિશ્ચયપૂર્વક સ્વીકાર કે કારણ અનુસાર કાર્ય નીપજે છે. જો તારે સુખી થવું હોય તો તું સંગ-પ્રસંગે ક્યારે પણ ક્રોધાદિનું સેવન ન કર અને ક્ષમા ધારણ કર કે જેથી તને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ થાય. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સામ્યશતક શ્લોક-૩૮ अखर्वगर्व शैलाग्र शृंगादुद्धरकंधरः । पश्यन्नहयुराश्चर्यं गुरुनपि न पश्यति ।। અર્થ – મોટા ગર્વરૂપ પર્વતના અગશિખર ઉપરથી ડોક ઊંચી કરીને આશ્ચર્યથી જોતો એવો અહંકારી મનુષ્ય, ગુરુજનોને પણ જોઈ શકતો નથી. ભાવાર્થ – જીવ જ્યારે માન કષાયમાં લપટાય છે ત્યારે તેને બીજા બધા પોતાથી ઊતરતા લાગે છે. તે પોતામાં રહેલા સામાન્ય ગુણને અતિવિશેષ ગુણ માને છે અને તેને બીજાના “ગુણો સામાન્ય, " તુચ્છ ભાસે છે. વળી, તે પોતાને એટલો "ઉચ્ચ માને છે કે ગુરુજનો પણ તેને સામાન્ય લાગે છે અને તે પોતાની માનેલી વિશેષતાઓમાં એવો તો લીન રહે છે કે એમના ગુણો ઉપર તેની દૃષ્ટિ પણ જતી નથી, એમના માટે તેને આદર પણ હોતો નથી. અહંકારથી ઉન્મત્ત થઈ તે પોતાને સર્વશ્રેષ્ઠ માને છે અને ગુરુજનોની ઉપેક્ષા કરે છે, નિંદા કરે છે. Page #47 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૩૯ उच्चस्तरमहंकारनगोत्संगमसौ श्रितः । युक्तमेव गुरुन्मानी मन्यते यल्लघीयसः ।। અર્થ - અભિમાનરૂપ પર્વતના ઊંચા ઉત્સંગમાં રહેલો અભિમાની પુરુષ, ગુરુને લઘુ (મોટાઓને નીચા) માને છે તે યુક્ત જ છે! ભાવાર્થ – જેમ પર્વત ઉપર ચઢેલી વ્યક્તિને તળેટીમાં રહેલા લોકો નાના દેખાય છે, તેમ અભિમાનના પર્વત ઉપર ચઢેલા અહંકારી જીવને બીજા બધા તુચ્છ, નગણ્ય, હલકા લાગે છે. તે બીજાના ગુણને અવગુણરૂપે ખતવે છે અને પોતાના અવગુણને ગુણરૂપે માને છે. પોતાના કરતાં વિશેષ ગુણવાળા, ઉચ્ચ દશાવાળા તેને પોતા સમાન પણ નહીં, નીચા લાગે છે અને પોતે એમનાથી ચડિયાતો છે એમ તેને ભાસે છે. તે એટલો ઉદ્ધત હોય છે કે ગુણીજનોનો આદર તો કરતો નથી પણ એમનો તિરસ્કાર કરે છે. અહંકારી જીવની આવી જ પ્રતિક્રિયા હોય તેમાં કોઈ આશ્ચર્ય નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સામ્યશતક બ્લોક-૪૦ तिरयन्नुज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः ।। અર્થ – માન - અભિમાન ઊંચા શિખરવાળો વિષમ પર્વત છે. તે પોતાની આગળ રહેલા ઉજ્વળ પ્રકાશને ઢાંકીને સુખના પ્રવાહને રોકે છે. ભાવાર્થ – ઉજ્વળ જ્ઞાનપ્રકાશ વડે અજ્ઞાન-અંધકાર નાશ પામે છે. અજ્ઞાન-અંધકાર નષ્ટ થતાં સર્વ દુઃખનો અંત આવે છે અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. માન એક અતિ ઊંચો, આઠ મદરૂપી આઠ મોટાં મોટાં, અસમાન શિખરવાળો પર્વત છે. આ ભયાનક પર્વત નિર્મળ, ઉજ્વળ, શુદ્ધ જ્ઞાનપ્રકાશને રોકે છે, ઢાંકી દે છે. તેના વડે આત્માની પ્રગતિમાં અવરોધ ઊભા થાય છે અને તેથી આત્મહિત હણાય છે. આત્માના ગુણોનો ઘાત થતાં દારુણ દુઃખની પરંપરા સર્જાય છે અને જીવને અવ્યાબાધ સુખની ઝલક પણ મળતી નથી. Page #49 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૪૧ બ્લોક-૪૧ मृदुत्वभिदुरोद्योगादेनं मानमहीधरम् । मित्वा विधेहि हे स्वात! प्रगुणं सुखवर्तिनीम् । અર્થ – હે હૃદય! એ માનરૂપ પર્વતને કોમળતારૂપ વજ વડે ભેદીને સુખનો માર્ગ સરળ કર. ભાવાર્થ – કોમળતા - માર્દવ એ આત્માનો સ્વાભાવિક ગુણ છે, પરંતુ માનના કારણે તે ગુણ અવરાઈ ગયો છે. અહંકારી જીવ પર્વત જેવા કઠોર હૃદયવાળો હોવાથી, તે વિવેકહીન બની ધર્મથી વિમુખ રહે છે; અને ધર્મહીન ક્યારે પણ સુખી થઈ શકતો નથી. માનના સદ્ભાવમાં તેને આ લોક અને પરલોક બન્નેમાં દુઃખ જ મળે છે. હે જીવ! જો તારે સુખી થવું હોય તો તું વિનમ્ર બન, કોમળ બન કે જેથી તું સત્ય ધર્મને પામી સુખી થઈ શકે. તું માનરૂપી કઠોર પર્વતને છેદવા માટે કોમળતારૂપી વજને ધારણ કર અને માનપર્વતને નષ્ટ કરી સુખી થા. પરલોક કરે છે વિશકે. તે Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૨ चित्रमंभोजिनीकोमलं किल वज्रसारमहंकारपर्वतं सर्वतः - સામ્યશતક શ્લોક-૪૨ અર્થ કમલપત્ર જેવી કોમળ મૃદુતા, વજ્ર જેવા અભિમાનના પહાડને ચોતરફથી તોડી નાંખે છે, એ આશ્ચર્ય છે! ભાવાર્થ જગતનું આ એક મહાન આશ્ચર્ય છે કે વજ જેવા અહંકારના પર્વતને તોડી નાંખવાનું સામર્થ્ય કમલપત્ર જેવી કોમળ મૃદુતા ધરાવે છે. મૃદુતાનો વિસ્ફોટ અહંકારના વિશાળ, કઠોર પર્વતને ક્ષણમાત્રમાં ભેદી તેના ચૂરેચૂરા કરી નાંખે છે. એવું તો મૃદુતામાં શું છે? તે સર્વ ધર્મનું મૂળ છે, વિવેકને પ્રગટાવનાર છે, સમ્યક્ત્વાદિ ગુણોનો આધાર છે, તપને શોભાવનાર છે, વીતરાગતા ઉપર અનુરાગ કરાવનાર છે; નિર્દયતાને હણનાર છે, સ્વચ્છંદ-આગ્રહને નષ્ટ કરનાર છે, કુમતિનો કાળ છે, સમસ્ત દોષોનું મૃત્યુ છે, સંસારપરિભ્રમણનો અંત લાવનાર છે. આવી મૃદુતા માનને ગાળી, તેનું નામોનિશાન ન રહેવા દે એમાં આશ્ચર્ય શું? , L - मार्दवम् । સ્વતિ || Page #51 -------------------------------------------------------------------------- ________________ સાશતક ૪૩ શ્લોક-૪3 अस्मिन् संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ।। અર્થ - આ સંસારરૂપ જંગલમાં વિકાસ પામેલા માયારૂપ લતામંડપમાં હૃદયહીન પુરુષો ભાન વિનાના થઈને હંમેશાં સૂઈ રહે છે! ભાવાર્થ – જંગલમાં આડીઅવળી કેડીઓ હોય છે, કોઈ વ્યવસ્થિત માર્ગ ત્યાં હોતો નથી. જે જંગલનો માહિતગાર ન હોય તે એમાંથી બહાર નીકળી શકતો નથી અને ભટકી ભટકીને થાકી જાય છે. આ સંસાર પણ જંગલ જેવો છે. સંસારના સ્વરૂપને યથાર્થ રીતે ન જાણનાર એમાંથી બહાર નીકળી શકતો નથી, ભટકી જાય છે. વળી, તે સંસારજંગલમાં વિકસિત થયેલા માયારૂપ લતામંડપને જુએ છે અને એનાથી મોહિત થઈને ત્યાં વિશ્રામ કરે છે. પરંતુ આ મંડપ હૃદયની સરળતાને હણતો હોવા છતાં તે મૂઢ પોતાનાં જ્ઞાનનેત્રોને મીંચીને સૂઈ જાય છે, પણ વિચારતો નથી કે જે તેને સુખરૂપ લાગે છે એ ખરેખર સુખ છે કે અતિશય દુઃખ છે! Page #52 -------------------------------------------------------------------------- ________________ ४४ સામ્યશતક બ્લોક-૪૪ मायावल्लीवितानोऽयं रुद्धब्रह्मांडमंडपः । विधत्ते कामपिच्छायां पुंसां संतापदीपनम् ॥ અર્થ – જેણે બહ્માંડના મંડપને ઢાંકી દીધો છે એવો આ માયાનો લતા-ચંદરવો, માણસોને કોઈ સંતાપ કરનારી છાયા આપે છે. ભાવાર્થ – સામાન્ય રીતે ચંદરવો સૂર્યના તાપથી રક્ષણ કરે છે, ઉકળાટ શમાવે છે અને શીતળતા આપે છે. પરંતુ માયારૂપ ચંદરવો વિચિત્ર છે. તેની છાયા ભામક છે. છાયા તો મળતી જણાય છે, પણ ન શીતળતા મળે છે, ન ઉકળાટનું શમન થાય છે. શાંતિની વાત તો દૂર રહી, તેની નીચે સંતાપનું ઉદ્દીપન થાય છે. આવો આ માયારૂપ ચંદરવો સમસ્ત લોકને આચ્છાદીને રહેલો છે, તેથી લોકમાં પરિભ્રમણ કરતા અજ્ઞાની જીવો પરિતાપમાં બળે છે, ક્લેશિત થાય છે, દુઃખી થઈ સંસારમાં ભટકે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક - ૪૫ શ્લોક-૪૫ सूत्रयंती गतिं जिह्मां मार्दवं बिभ्रति बहिः । अजस्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् ।। અર્થ – વક્ર (વાંકી) ગતિવાળી અને બહારથી કોમળતા દેખાડતી આ માયાસાપણ નિરંતર જગતને અતિશય ડસ્યા કરે છે. ભાવાર્થ – માયા એટલે કુટિલતા, કપટ. કપટ એટલે મનમાં હોય તેનાથી જુદું વચનમાં હોય અને પ્રવૃત્તિ તો તેનાથી પણ જુદી હોય. માયાવી બહારથી સરળ લાગે, કોમળ લાગે, પણ તેનાં પરિણામ સદા વક્ર હોય છે, તેનું હૃદય અતિશય કઠોર હોય છે. તેનો વિશ્વાસ કરનાર હંમેશાં ઠગાય છે. તે આખા જગતને કપટ વડે સાપની જેમ ડસે છે. તેનો ડંખ મિત્રતાને હણે છે, પ્રીતિ-પ્રતીતિનો નાશ કરે છે. સાપને તેનું પોતાનું વિષ નુકસાન કરતું નથી, પણ માયારૂપી સાપ તો એવો ભયંકર છે કે પોતાના - તે જીવન જ સર્વ ગુણોનો નાશ કરે છે અને તેને વિનાશના પંથે લઈ જાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૬ - સામ્યશતક શ્લોક-૪ प्रणिधा ततश्चेतः तन्निरोधविधित्सया । ऋजुतां जांगुलीमेतां शीतांशु महसं स्मरेत् ॥ અર્થ તે માયાને રોકવાની ઇચ્છા હોય તો ચિત્તને સ્થિર રાખીને ચંદ્રની કાંતિ જેવા સરળતારૂપી ‘જાંગુલી મંત્ર'નું સ્મરણ કરવું. ભાવાર્થ માયાવીનો વ્યવહા૨ કપટયુક્ત હોવાથી પોતાનું છળ કપટ ખુલ્લું ન પડી જાય તે અર્થે તે સતત પ્રયત્નશીલ રહે છે, તેથી તેનું ચિત્ત વ્યાકુળ રહે છે. તે હંમેશાં ભયભીત રહે છે. તે ક્યારે પણ શાંતિ અનુભવતો નથી. જેને પોતાનું કલ્યાણ કરવું છે, જેને સુખ-શાંતિની અભિલાષા છે; તેણે કુટિલતા છોડી, ચંદ્રની શીતળ ચાંદની સમાન સરળતારૂપ જાંગુલી મંત્રને આરાધવો જોઈએ. જેમ સાપનું વિષ ઉતારવા માટે ‘જાંગુલી મંત્ર' સિદ્ધ જાપ જપવામાં આવે છે, તેમ સ્થિર ચિત્ત વડે ઉજ્વળ, પવિત્ર સરળતાને સેવવાથી જીવને માયારૂપ સાપનું વિષ ચડતું નથી અને તેને વીતરાગધર્મની પ્રાપ્તિ થાય છે. - Page #55 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૪૭ लोभद्रुममवष्टभ्य तृष्णावल्लिरुदित्वरी । આયાસવુઝુમસ્મીતા, દુ:સ્વૈરેષા òપ્રત્તિ: || ૪૭ અર્થ – લોભરૂપી વૃક્ષના સહારે તૃષ્ણારૂપી વેલ ઉપર ચઢે છે. તે પ્રયાસરૂપ પુષ્પોથી વૃદ્ધિ પામે છે અને તેને દુઃખરૂપ ફળો આવે છે. - ભાવાર્થ ભોગમાં આસક્તિ, પરપદાર્થોની લાલસા, લૌકિક માન-મોટાઈ મેળવવાનો ભાવ આદિ સર્વ લોભ છે. લોભના કારણે તૃષ્ણા જન્મે છે. તૃષ્ણાની વેલ લોભરૂપી વૃક્ષનો સહારો લઈ પાંગરે છે, અર્થાત્ લોભ વિપુલ હોય તો તૃષ્ણા પણ વિશેષ હોય છે. તૃષ્ણાની પૂર્તિ કરવા ઘણી મહેનત ક૨વી પડે છે અને એક પૂરી થાય ન થાય, ત્યાં બીજી અનેક ઉત્પન્ન થાય છે. પાછી તે પૂરી કરવાની મહેનત! વળી, દરેક તૃષ્ણા પૂરી થતી નથી એટલે તૃષ્ણાની વેલ ઉપર ખેદ, ગ્લાનિ, અશાંતિરૂપ પુષ્પો ખીલે છે; પરિણામે અનેક પ્રકારનાં દુઃખરૂપ ફળ આવે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૮ आशाः कुवलयन्नुच्चैस्तमो मांसलयन्नयम् । હોમ: पुमर्थहंसानां प्रावृषेण्यघनाघनः ।। સામ્યશતક શ્લોક-૪ અર્થ આશાઓને ઉચ્ચ રીતે પ્રફુલ્લિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો એવો લોભ, પુરુષાર્થરૂપ હંસોને માટે વર્ષાકાળના મેઘ જેવો છે. — ભાવાર્થ જેમ વર્ષાકાળનો મેઘ દસે દિશાઓને પ્રફુલ્લિત કરે છે, અંધકારની વૃદ્ધિ કરે છે અને રાજહંસોને નસાડે છે; તેમ લોભરૂપી મેઘ ઇચ્છાઓને પ્રફુલ્લિત કરે છે, અજ્ઞાન-અંધકારની વૃદ્ધિ કરે છે અને પુરુષાર્થરૂપી રાજહંસોને નિષ્ફળ બનાવે છે. ધર્મ-મોક્ષનો પુરુષાર્થ તો થઈ શકતો જ નથી, પરંતુ કામઅર્થના પુરુષાર્થ પણ સફળ થતા નથી. આમ, લોભના કારણે જ્ઞાનપ્રકાશ તિરોહિત થાય છે, જીવની તૃષ્ણાઓ વધે છે અને અસંતોષની આગ તેને નિરંતર બાળ્યા કરે છે. ન તે ધર્મ કરી શકે છે, ન તેને શાંતિ મળે છે, ન તેને સુખ મળે છે, ન તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ― Page #57 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૪૯ क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः । मर्यादामदयं लुपन् लोभोऽम्बुनिधिरयं नवः || અર્થ – આ લોભરૂપી સમુદ્ર નવી જાતનો છે! તે પર્વતોને અપ્રિય છે. તે સાધુવૃત્ત (સારા આચરણ)ની લક્ષ્મી (શોભા) વિનાનો છે અને નિર્દયપણે મર્યાદાને લોપનારો છે. ભાવાર્થ – સંથકાર લોભને સમુદ્રની ઉપમા આપતાં કહે છે કે સામાન્ય સમુદ્ર કરતાં લોભરૂપી સમુદ્ર વિચિત્ર છે. સમુદ્ર ક્ષમામૃત અર્થાત્ પર્વતને પ્રિય હોય છે, પરંતુ લોભરૂપી સમુદ્ર ક્ષમાભૂત અર્થાત્ ક્ષમાશીલ પુરુષોને ક્યારે પણ પ્રિય હોતો નથી. વળી, સમુદ્ર સાધુવૃત્તથી અર્થાત્ વર્તુલાકારથી શોભે છે. તે સારા આચરણવાળી લક્ષ્મીથી યુક્ત હોય છે, જ્યારે લોભરૂપી સમુદ્ર સારા આચરણની શોભાથી સદા વંચિત હોય છે. સમુદ્ર ક્યારે પણ તેની મર્યાદા છોડતો નથી, પરંતુ લોભને થોભ હોતો નથી, અર્થાત્ લોભરૂપી સમુદ્ર મર્યાદાનો લોપ કરે છે. આમ, જુદી જુદી ઉપમા દ્વારા ગ્રંથકારે લોભના અનર્થો સચોટ રીતે દર્શાવ્યા છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ પ૦ સામ્યશતક બ્લોક-પ૦ लवणो दन्वतो यः स्यादगाधबोधने विभुः । अलंभविष्णुः सोऽप्यस्य नैव वैभवसंविदे ।। અર્થ – જે પુરુષ લવણ સમુદ્રની અગાધતાને જાણવા સમર્થ હોય, તે પુરુષ પણ આ લોભના વૈભવને જાણવા સમર્થ થતો નથી. ભાવાર્થ – મધ્યલોકની મધ્યમાં આવેલા જંબુદ્વીપની ફરતે આવેલો લવણસમુદ્ર બે લાખ યોજન પહોળો છે, જેના મધ્યતલમાં ૧,૦૦૦ પાતાળ આવેલો છે. સામાન્ય માનવી આ લવણસમુદ્રની અગાધતા જાણી શકવા સમર્થ નથી, તે છતાં કોઈ મહાસામર્થ્યવાન તેની અગાધતા જાણી પણ શકે. પરંતુ લોભરૂપી સમુદ્રની અગાધતા, તેનો વૈભવ જાણવા કોઈ સમર્થ નથી. લોભી સદા ભિખારી જ રહે છે. તેની પાસે ગમે તેટલી સંપત્તિ હોય તો પણ તેને ક્યારે પણ તૃપ્તિ થતી નથી. તેને અધિક ને અધિક સંપત્તિ પ્રાપ્ત કરવાની આકાંક્ષા રહે છે. વિશેષ મેળવવાની તૃષ્ણામાં તે પાપ કરતાં અટકતો નથી, નીચ આચરણ કરતાં ક્ષોભ પામતો નથી. લોભના અસીમ સ્વરૂપને દર્શાવવા, તેની અનંતતા સમજાવવા ગ્રંથકારે વૈભવ' શબ્દ પ્રયુક્ત કર્યો છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૧. સામ્યશતક શ્લોક-પ૧ समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ॥ અર્થ – એ(લોભરૂપી સમુદ્ર)નું સમગ્રતયા શોષણ કરવા માટે જલાશય(જડાશય)ને સ્વસ્થ કરનાર હૃદય! સંતોષરૂપ અગસ્તિ મુનિનો સત્વર આશ્રય કર. ભાવાર્થ - અગસ્તિ મુનિની કથામાં આવે છે કે તેમણે સમુદ્રનું પાન કરીને તેનું શોષણ કર્યું હતું. વળી, આકાશમાં અગસ્તિનો તારો ઊગે છે ત્યારે સમુદ્રજળનું શોષણ થાય છે તથા બીજાં જળાશયોમાં પાણી સ્વચ્છ થાય છે. તેમ લોભરૂપી સમુદ્રનું શોષણ કરવા સંતોષરૂપી અગસ્તિનો આશ્રય લેવો જોઈએ. ચિદાકાશમાં સંતોષરૂપી તારો ચમકતાં હૃદય સ્વચ્છ અને સ્વસ્થ થાય છે. અંતરમાં સંતોષ પ્રતિષ્ઠિત થતાં લોભનું શોષણ થાય છે અને વિવેક પ્રગટ થતાં નિરુપાધિક સુખ, શાંતિનો આવિર્ભાવ થાય છે, આત્મિક ગુણો ખીલે છે અને મોક્ષમાર્ગે આગળ વધાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૨ સામ્યશતક બ્લોક-પર यस्मै समीहसे स्वांत! वैभवं भवसंभवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ॥ અર્થ – હે હૃદય જે સુખ માટે તું સંસારના વૈભવો ઇચ્છે છે, તે સુખને અનિચ્છાથી વશ કરીને, શમસુખનો આશ્રય કર. ભાવાર્થ – દરેક જીવ સુખી થવા માટે પ્રયત્ન કરે છે, પણ તેને કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિમાંથી સુખ મળી શકતું નથી. અજ્ઞાનવશ તેને પરપદાર્થોનાં રહણમાં સુખ ભાસે છે, તેથી તે સંસારના ભૌતિક વૈભવ ઇચ્છે છે; પરંતુ તે પદાર્થો મળે કે ન મળે, તે તો દુઃખી જ થાય છે, કારણ કે સુખ બહાર નહીં પણ અંતરમાં છે. ગ્રંથકાર કહે છે કે જો તારે સુખી થવું હોય તો ભૌતિક વૈભવ પ્રાપ્ત કરવાની ઇચ્છાનો ત્યાગ કર, તેની લાલસાથી પણ દૂર રહે, જેથી ચિત્તમાંથી આકુળતા-વ્યાકુળતા દૂર થતાં તને પ્રશમસુખની અનુભૂતિ થશે. આ પ્રશમસુખ અદ્ભુત છે, અનુપમ છે, પ્રત્યક્ષ મોક્ષસુખ જ છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૪ एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनैः ॥ સામ્યશતક શ્લોક-૫૪ અર્થ સ્વાર્થ સાધવામાં તત્પર એવી એ ઇન્દ્રિયો, મહાન પુરુષોના શ્રેષ્ઠ હૃદયનો પણ દ્વેષ કરે છે. એથી તેઓ ખરેખર દુર્જનોની સ્પર્ધા કરે છે, (અર્થાત્ દુર્જનોની સાથે હરીફાઈમાં ઊતરે છે). - ભાવાર્થ ઇન્દ્રિયજન્ય સુખ એવું છે કે જીવને ક્યારે પણ એનાથી તૃપ્તિ થતી નથી. જેમ જેમ તે ઇન્દ્રિયવિષય ભોગવતો જાય છે, તેમ તેમ ઇન્દ્રિયો તેને વધુ ને વધુ પરાધીન કરતી જાય છે. તે એના સકંજામાંથી છૂટી શકતો નથી. વળી, એની પાછળ લોલુપ થયેલા જીવને એ સુખશાંતિ તો આપતી નથી, પણ તેને બરબાદ કરી નાંખે છે. ઉત્તમ પુરુષોનાં હૃદયમાં આવી ઇન્દ્રિયો માટે કોઈ આદર હોતો નથી, એટલે એ ઇન્દ્રિયો તેમના ઉપર દ્વેષ કરે છે અને તેમને વિષયો તરફ આકર્ષા, તેમને પાયમાલ કરે છે. આમ, ઇન્દ્રિયો દુર્જનોમાં પણ દુર્જન છે! - Page #62 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક પપ શ્લોક-પપ यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्ता, न्यमुत्रापि प्रकुर्वते ।। અર્થ – અથવા પેલા દુર્જનો તો આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો આ જન્મમાં અને પરલોકમાં પણ અનર્થકારી છે. ભાવાર્થ – જે પોતાના સ્વાર્થ માટે ગમે તેવું આચરણ કરતાં પણ સંકોચ ન પામે, ઉપકાર કરનાર ઉપર અપકાર કરતાં જે ખચકાટ ન અનુભવે, પોતાના સુખ માટે બીજાને દુઃખી કરી શકે, બરબાદ કરી શકે તેવો દુર્જન પણ વધુમાં વધુ કોઈનો આ ભવ જ બગાડી શકે છે. તે ગમે તેટલો દુર્જન હોય તોપણ પરભવ બગાડવા તે સમર્થ નથી. પરંતુ ઇન્દ્રિયવિષયો પાછળ પાગલ થનાર ગમે તેવું પાપાચરણ કરતાં અટકતો નથી. તે વિષય-કષાયમાં એવો તો ફસાય છે કે આ ભવમાં તો દુઃખ-અશાંતિ પામે છે, સાથે સાથે પરભવ પણ બગાડે છે. આમ, ઇન્દ્રિયો દુર્જન કરતાં પણ વધુ અનર્થકારી છે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સામ્યશતક બ્લોક-પહ भोगिनो द्रग्विषाः स्पष्टं द्रशा स्पृष्टं दहंत्यहो । स्मृत्यापि विषयाः पापाः दंदह्यन्ते च देहिनः ।। અર્થ – ‘દષ્ટિવિષ' જાતના સર્પો જેને દષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે, પરંતુ પાપી વિષયો તો તેના સ્મરણ કરવા માત્રથી જીવોને બાળી નાંખે છે! ભાવાર્થ – દૃષ્ટિવિષ સર્પમાં એવું ભયંકર વિષ હોય છે કે તે જેના તરફ દૃષ્ટિ કરે એ બળી મરે છે. તેને ડંખ મારવા નજીક જવાની પણ જરૂર રહેતી નથી. પરંતુ ઇન્દ્રિયવિષયો તો તેના કરતાં પણ ભયંકર છે. પૂર્વે ભોગવેલા વિષયોનું સ્મરણ જીવને અશાંત-દુઃખી કરે છે, ફરીથી એને ભોગવવાની ઇચ્છા થાય છે અને જ્યાં સુધી ભોગ ભોગવાય નહીં ત્યાં સુધી ભોગેચ્છા તેનો પીછો છોડતી નથી; એટલે તે વધુ અશાંત, વધુ દુઃખી થાય છે. વળી, ભોગ પછી પણ તૃપ્તિ થતી નથી એટલે અશાંતિ અને દુઃખ વૃદ્ધિ પામે છે. આમ, વિષયસ્મરણ, વિષયસ્પૃહા, વિષયભોગ તેને અશાંત-દુઃખી કરે છે અને તે સમયે સમયે ભયંકર ભાવમરણ કરતો રહે છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક પ૭ બ્લોક-પ૭ विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् ।। नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ।। અર્થ - વિષયોમાં અયોગ્ય ચેષ્ટા કરનારી ઇન્દ્રિયોના સમૂહને, સમતાની મોટી મુદ્રા પ્રાપ્ત કરી વશ કરવો જોઈએ. ભાવાર્થ – ઇન્દ્રિયવિષયોમાં લંપટ જીવને સ્વભાવ-વિભાવનો, ધર્મ-અધર્મનો, સત્ય-અસત્યનો, સાર-અસારનો વિવેક હોતો નથી. આવો વિવેકહીન જીવ માન-મર્યાદાની, લાજ-શરમની પરવા કર્યા વિના યથેચ્છ વિહરી, મન ફાવે તેમ ભોગ ભોગવે છે અને રાગ-દ્વેષ-મોહ વડે આત્માને પીડે છે. જીવ જો ઇન્દ્રિયરૂપી અશ્વોને વશ કરે તો તે શાંતિ, પ્રસન્નતા, સંતોષ અનુભવે છે. આ ઇન્દ્રિયરૂપી બળવાન અશ્વોને વશ કરવા માટે સમતાભાવનું સેવન, તેમાં નિરંતર રમણતા એ અદ્વિતીય અને અચૂક ઉપાય છે. સમતારસથી ભાવિત થયેલા ચિત્તના કારણે ઇન્દ્રિયોની ચંચળતા ઘટે છે અને રાગ-દ્વેષ મંદ થાય છે. તેથી ઇન્દ્રિયસમૂહનો પરાજય કરવા જીવે અતિ પ્રભાવશાળી એવી સમતાની મુદ્રા ધારણ કરવી જોઈએ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સામ્યશતક બ્લોક-૫૮ यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः ।। અર્થ – કેટલાક લોકો) વિષયોને વિષ સમાન કહે છે તે ખોટું છે, કારણ કે વિષ (ઝેર) તો આ લોકમાં જ દુ:ખ આપે છે, જ્યારે વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપે છે. ભાવાર્થ – વિષયો વિષ સમાન છે એમ કહેવું અસત્ય છે, કારણ કે વિષ તો માત્ર વર્તમાન જીવન જ નષ્ટ કરે છે, તે માત્ર દ્રવ્યપ્રાણ હરે છે; જ્યારે વિષયો તો ભાવપ્રાણને હરી લે છે. ભાવપ્રાણ હરનાર વિષયો આ ભવ તો બગાડે છે અને વળી પરભવ પણ બગાડે છે. કોઈ એક ઇન્દ્રિયવિષયની લોલુપતા પણ કઈ રીતે જીવન હરી લે છે તેનાં દૃગંતો શાસ્ત્રમાં આપવામાં આવ્યાં છે, તો જે પાંચ ઇન્દ્રિયોને વશ થાય છે તે તો પોતાના આત્માને જ ખોઈ બેસે છે. તેની પાસે દુઃખ, ક્લેશ અને દુર્ગતિની પરંપરા સિવાય કંઈ જ બચતું નથી. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સામ્યશતક શ્લોક-પ૯ यदात्मन्येव निःक्लेशं नेदियोऽकृत्रिमं सुखम् । अमिभिः स्वार्थलाम्पट्यादिन्द्रियैस्तद्विबाध्यते ।। અર્થ – જે ક્લેશ વિનાનું અને અકૃત્રિમ - સ્વાભાવિક સુખ આત્માની નજીક રહેલું છે, તે સુખનો આ ઇન્દ્રિયો પોતાની સ્વાર્થલંપટતાથી બાધ કરે છે. ભાવાર્થ – આત્મા અનંત અવ્યાબાધ શાશ્વત સુખનું ધામ છે. પરંતુ અજ્ઞાનવશ જીવ પરમાં - ઈન્દ્રિયવિષયોના ભોગવટામાં સુખ માને છે, તેમાં જ સુખ શોધે છે અને તે માટે જ પ્રયત્ન કરે છે. આ ભાંતિમાં તે પોતાથી, આત્માના સુખથી દૂર ને દૂર થતો જાય છે, દુઃખી થાય છે, અશાંત થાય છે, ક્લેશિત થાય છે; છતાં તેને ઇન્દ્રિયવિષયો જ સુખ આપશે એમ ભાસતું હોવાથી તે સુખ મેળવવા વારંવાર ઇન્દ્રિયોનો જ આશ્રય લે છે. સુખ માટેની આ બાહ્ય દોડ તેના સહજ સ્વાભાવિક સુખને રસી લે છે અને તેને આત્માના આંતરિક સુખથી વંચિત રાખે છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬O સામ્યશતક બ્લોક-હo. अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः । .. क्षणादक्षैः श्रुतबलं लीलयैव विलुप्यते । અર્થ - અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇન્દ્રિયરૂપ મહાવીરો, લીલામાત્ર(સહજતા)થી શ્રુતબળ(જ્ઞાનબળ)નો ક્ષણમાં નાશ કરી નાંખે છે. ભાવાર્થ – રાગ, દ્વેષ અને મોહ એ જીવના સૌથી મોટા અંતરંગ શત્રુઓ છે, જે જીવને સ્વરૂપ સાથે ઐક્ય સાધવા દેતા નથી, તેને નિજાનંદ ભોગવવા દેતા નથી. આ આંતરિક શત્રુઓની સેનામાં ઇન્દ્રિયરૂપ યોદ્ધાઓ ઘણા બળવાન છે, જે તેને બાહ્ય દોડની પ્રેરણા આપે છે અને અંતર્મુખ થવા દેતા નથી. મોહનું બળ નબળું પડતાં જીવને સત્ સમજાય છે અને તે સસુખની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. પરંતુ સાધનાકાળ દરમ્યાન જો જીવ અજાગૃત રહે તો આ ઇન્દ્રિયરૂપી યોદ્ધાઓ તેને ક્ષણમાં બહિર્મુખ કરી, તેના જ્ઞાનને હરી લે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૬૧ શ્લોક-૯૧ - 6 કમલા માટે स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः ।। विसृत्वरेण रजसा तत्त्वदृष्टिविलीयते ।। અર્થ – સ્વેચ્છાચારી ઇન્દ્રિયરૂપી અશ્વોના ઉદ્ધત (નિબંધન) પગલાંથી ઊડેલી રજ વડે તત્ત્વદૃષ્ટિ લોપાય છે. ભાવાર્થ – આત્મસ્વરૂપ સત્સુખનું ધામ છે. અંતર્મુખ થતાં આ અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ઇન્દ્રિયો દ્વારા હંમેશાં બહિર્મુખ યાત્રા કરનારને ક્યારે પણ આ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. આવી સમજ - દષ્ટિ પ્રાપ્ત થતાં જીવ અંતર્મુખ થવાનો પુરુષાર્થ ઉપાડે છે. પરંતુ અસાવધાનીના કારણે પૂર્વસંસ્કારવશ તે ઇન્દ્રિયવિષયોમાં જોડાઈ જતો હોવાથી ઇન્દ્રિયજય અર્થે જ્ઞાની ભગવંતોએ તપ-ત્યાગાદિ સત્સાધનનો માર્ગ બોધ્યો છે. જો જીવ સંસાધનો દ્વારા ઇન્દ્રિયો ઉપર અંકુશ ન રાખે તો ઉન્મત્ત બનેલા ઇન્દ્રિયરૂપી અશ્વોથી ઊડેલી વાસનારૂપી રજ વડે તેને પ્રાપ્ત થયેલી તત્ત્વદૃષ્ટિ લોપાય છે અને તે સતુથી વિમુખ થઈ જાય છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સામ્યશતક શ્લોક-૬૨ इन्द्रियाण्येव पंचेषुर्विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते पदं वक्षसि विद्विषाम् || અર્થ કામદેવ પાંચ ઇન્દ્રિયોનાં જ પાંચ બાણ બનાવી, એનાથી ત્રણ જગતને જીતી, શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે. ભાવાર્થ કામવાસનાની પૂર્તિ ઇન્દ્રિયો દ્વારા થતી હોવાથી, પ્રત્યેક પળે ઇન્દ્રિયો દ્વારા બહિર્મુખ પ્રવર્તન કરી, મોહાંધ જીવે કામદેવના હાથમાં પોતાની જીવનદોરી સોંપી દીધી છે. તેથી એ કામદેવ એટલો બળવાન બની ગયો છે કે ત્રણ લોકમાં એણે પોતાનું આધિપત્ય સ્થાપ્યું છે. પરંતુ જે જીવો પાસે તત્ત્વષ્ટિ છે તેઓ એની ગુલામી સ્વીકારતા નથી, તેથી કામદેવ તેમને શત્રુ ગણે છે. ત્રણ જગતને જીતનાર કામદેવ પોતાના શત્રુઓ ઉપર વિજય મેળવવાની એક પણ તક ગુમાવતો નથી. જો શત્રુ ધર્મારાધનમાં શિથિલ થાય, જરા પણ અજાગૃત રહે તો એ તેમની છાતી ઉપર ચઢી જાય છે, અર્થાત્ કામવાસનામાં તાણી જઈ તેમને પરાજિત કરે છે. — Page #70 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-3 वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभटश्रेणी संख्यारेखां न पूरणीम् ।। અર્થ - મનમાંથી ઉત્પન થનારો કામદેવ, પાંચ ઇન્દ્રિયરૂપ યોદ્ધાઓને અંગીકાર કરીને, સુભટોની શ્રેણીને પૂરનારી સંખ્યાને પ્રાપ્ત થતો નથી, અર્થાત્ તે તેટલાથી જ પૂર્ણ છે! ભાવાર્થ – કામવાસના સંકલ્પ વિચારોમાંથી જન્મે છે અને વિચારનું ઉદ્ગમસ્થળ મન છે, તેથી કામદેવનું જન્મસ્થળ મન છે. અજ્ઞાન-અંધકારમાં રહેતું મન આત્મામાંથી ઊઠતાં વિભાવભાવોનું, વિષયવાસનાનું સંગ્રહાલય હોવાથી કામદેવ જાણે છે કે પોતાનો નિર્વાહ મનમાં બહુ સારી રીતે થઈ શકશે અને તે ત્યાં રહીને જીવ ઉપર એકચક્રી રાજ કરી. શકશે, તેથી તે ત્યાં રહીને સંસારમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે. તેના સામાજ્યના રક્ષણ અને પોષણ માટે પાંચ ઇન્દ્રિયરૂપ બળવાન યોદ્ધાઓ તેની તહેનાતમાં રહે છે. આ યોદ્ધાઓ એટલા બધા શક્તિશાળી છે કે કામદેવને સંસાર ઉપર રાજ કરવા અન્ય કોઈની પણ જરૂરિયાત રહેતી નથી. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૪ સામ્યશતક શ્લોક-૯૪ अहो संकल्पजन्मायं विधाता नूतनः किल । क्लेशजं दुःखमप्येतद्धत्ते यस्तु सुखाख्यया || . અર્થ – અહો, સંકલ્પજન્ય કામદેવ એક નવી જાતનો વિધાતા છે કે જે ક્લેશજન્ય દુઃખને પણ સુખરૂપે ધારણ કરે છે. ભાવાર્થ – લોકપ્રસિદ્ધ વિધાતા, બહ્મા એવા જગતનું સર્જન કરે છે, જેમાં સુખ અને દુઃખ બને હોય છે; જ્યારે કામદેવ એક એવો સર્જનહાર છે કે જે માત્ર ક્લેશનું, દુઃખનું સર્જન કરે છે. વળી, એનું સર્જન દુઃખદાયક હોવા છતાં તેને સુખસ્વરૂપ મનાવી કામદેવ મોહાંધ જીવોને જમાવે છે, તેથી એને સંથકારે નવી જાતનો વિધાતા કહ્યો છે. કામવાસનાને વશ જીવ, વાસ્તવમાં જે દુઃખ જ છે એને સુખ માની, સુખી થવા ભાતિગતપણે કામદેવની પાછળ ભમે છે. પરંતુ તે ક્યારે પણ સુખ પામતો નથી અને ક્લેશ તથા અશાંતિને ભોગવતાં ભોગવતાં ચારે ગતિમાં રખડે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૫ ૬૫ धूर्तचक्रशक्रत्वमर्हति । विषमेषुरयं. दुःखं सुखतयादर्शि येन विश्वप्रतारिणा ॥ અર્થ – વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે, કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે. – ભાવાર્થ – જેમ ઠગારો, ધૂતારો સાચી વાતને ખોટી અને ખોટી વાતને સાચી સિદ્ધ કરીને જગતને ઠગે છે, તેમ અતીન્દ્રિય સ્વરૂપસુખ જ સત્સુખ હોવા છતાં, મોહથી વશ થયેલા જગતને વિષયસુખ જ માણવા જેવું સુખ છે એમ બતાવી, કામદેવ જગતને ઠગે છે. વળી, એની પાસે એવાં ઇન્દ્રિયરૂપી પાંચ વિષમ બાણો છે કે જે બાણોથી ઘાયલ થનાર જીવને આત્મા અને જગતનું સ્વરૂપ વિપરીત ભાસે છે, તેથી તે બહિર્મુખ થઈ, સુખી થવા પ્રયત્ન કરે છે; પરંતુ અંતર્મુખ થવા ક્યારે પણ તૈયાર થતો નથી, કારણ કે ત્યાં સુખ છે એમ તે સ્વીકારી શકતો નથી. આમ, ઇન્દ્રિયરૂપી વિષમ બાણને ધારણ કરી સમસ્ત જગતને ઠગનાર કામદેવ ઠગોનો સ૨દા૨, ઇન્દ્ર થવાની લાયકાત ધરાવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ - ૬૬ સાશતક શ્લોક-૯૯ यस्य साम्राज्यचिंतायां प्रधानं हंत योषितः । सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ॥ અર્થ – ઘણા અફસોસની વાત છે કે જેના સામ્રાજ્યની મશલતમાં સ્ત્રીઓ પ્રધાન છે, એવો એ કામદેવ પોતાની સ્થિરતા કેમ ઇચ્છતો હશે? ભાવાર્થ – પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીનું સ્થાન નગણ્ય હોય છે. સ્ત્રીને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવતું નથી, કારણ કે જે રાજ્યની દોરી ચંચળતાની મૂર્તિ જેવી સ્ત્રીના હાથમાં હોય, તે રાજ્ય સલામત રહી શકતું નથી. પરંતુ - કામદેવના રાજ્યની લગામ તો સ્ત્રીઓના હાથમાં હોય છે, તેથી પોતાનું રાજ્ય સલામત રહે, સ્થિર રહે એવું કામદેવ કઈ રીતે ઇચ્છી શકે? તે ગમે તેટલો શક્તિશાળી ભલે હોય, પણ તેનું રાજ્ય સ્થિર નથી. જો જીવ જાગૃત થાય, તેને સ્વસ્વરૂપની ઓળખાણ થાય તો કામદેવ પરાજિત થાય છે, તેનું રાજ્ય સમાપ્તતાને પામે છે. . Page #74 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક रवलवैरतथ्यमपि तात्त्विकम् । दर्शयन्ति या इन्द्रजालिकप्रष्टास्ताः किं विश्रम्भभाजनम् ॥ ૬૭ = અર્થ જે સ્ત્રીઓ શબ્દોના અંશમાત્રથી અસત્યને સત્યરૂપે બતાવી શકે છે, એવી એ (સ્ત્રીઓ) ઇન્દ્રજાળ રચવામાં નિપુણ હોય છે. એ સ્ત્રીઓ વિશ્વાસપાત્ર કેમ ગણાય? – ભાવાર્થ – ઇન્દ્રજાળ - મેઘધનુષ ઘણું મોહક રૂપ ધરાવે છે, તેથી લોકો તેના તરફ આકર્ષિત થાય છે; પરંતુ તે ક્ષણિક આનંદ આપી વિલીન થઈ જાય છે. સ્ત્રીમાં એક એવી ખાસિયત છે કે તે અલ્પ શબ્દોની ઇન્દ્રજાળ રચી, સુખનો ભાસ કરાવી, ભલભલા પુરુષોને એમાં ફસાવી શકે છે. તે અસત્યને એવું મોહક રૂપ આપી શકે છે કે અસત્ય સત્યરૂપે ભાસે છે, તેથી આવી સ્ત્રીનો વિશ્વાસ કરનાર બરબાદ થઈ જાય છે. વળી, તેના રૂપ પાછળ પાગલ થનારને કંઈ પણ પ્રાપ્ત થતું નથી અને તે પાયમાલ થઈ જાય છે, તેથી સ્ત્રીનો વિશ્વાસ કેવી રીતે કરાય? તેનો વિશ્વાસ ન કરનાર જ્ઞાની ભગવંતો કામવાસના ઉપર વિજય મેળવી સંસારથી પાર થાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સામ્યશતક બ્લોક-૯૮ निजलालाविलं लीढे यथा श्वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा ।। અર્થ – જેમ કૂતરો પોતાની લાળથી વ્યાપ્ત એવા સૂકા હાડકાને રસપૂર્વક ચાટે છે, તેમ જીવાત્મા પોતાની વાસનાના રસથી, વસ્તુઓથી ખુશ થાય છે. ભાવાર્થ.- જેમ સૂકું હાડકું કોઈ પણ પ્રકારે સુખ આપી શકતું ન હોવા છતાં કૂતરો તેને ચાવી ચાવીને સુખ મેળવવા પ્રયત્ન કરે છે. તેને એમાંથી જે સુખ મળતું ભાસે છે, એ ખરેખર તો એમાંથી આવતું નથી, પણ હાડકાના કારણે પડતી લાળનો સ્વાદ તેને સુખનો ભાસ કરાવે છે. તેમ મોહવશ જીવને વિષયવાસના પોષવાથી સુખ મળશે એવી ભ્રાંતિ હોવાથી તે પરદ્રવ્યને પ્રાપ્ત કરી, ઇન્દ્રિયો દ્વારા એમાંથી સુખ મેળવવાનો સતત પ્રયત્ન કરતો રહે છે. પુણ્યોદય હોય તો તેને પરદ્રવ્યની પ્રાપ્તિ થવાથી એમાંથી સુખ મળતું ભાસે પણ છે, પરંતુ ખરેખર પરમાંથી સુખ આવતું નથી. વસ્તુતઃ પરની પ્રાપ્તિના કારણે થતી ઉત્તેજના, વાસનાપૂર્તિ અને દુઃખનો પ્રતિકાર તેને સુખનો ભાસ કરાવે છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ ક સામ્યશતક શ્લોક-૨૯ विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः । आत्मानमात्मनैवाहो, वंचयन्ते जडाशयाः ॥ . અર્થ – જડ બુદ્ધિના પુરુષો ઊંચી જાતના કેશર વગેરેથી પોતાનાં શરીરને શણગારીને આત્માથી જ આત્માને ઠગે છે! ભાવાર્થ – આત્મગુણવિકાસ કરવાથી જીવની શોભા વધે છે, પરંતુ જડ બુદ્ધિવાળો - મોહના કારણે ભાન ગુમાવી બેઠેલો જીવ, પોતાની શોભા વધારવા માટે શરીરને શણગારે છે. શરીરને પોતાનું સ્વરૂપ માની, કેશર-ચંદન વગેરે દ્રવ્યો વડે તેને સાચવવામાં, શણગારવામાં, તેની શોભા વધારવામાં રાચે છે અને શરીરની સુંદરતા વધે તેમાં કૃતકૃત્યતા અનુભવે છે. પરંતુ આવી ચેષ્ટાઓથી તે પોતે પોતાને ઠગે છે, કારણ કે પૂરણ-ગલન સ્વભાવવાળાં પુદ્ગલનું બનેલું આ શરીર નશ્વર છે, તેને સાચવવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે તોપણ વ્યર્થ છે. અજ્ઞાનીને આવું ભાન રહેતું નથી, તેથી તેનો મહામૂલો મનુષ્યભવ શરીર પાછળ વેડફી નાંખી, તે પોતાના આત્માને ગુમાવે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ 00 स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः ।। સામ્યશતક શ્લોક-90 અર્થ દુઃખે કરીને દમન કરી શકાય એવા મનને જીતવાથી ઇન્દ્રિયો સુખપૂર્વક જીતી શકાય છે. મનને તત્ત્વવિચારથી જીતવું જોઈએ એમ મારું (ગ્રંથકારનું) માનવું છે. - ભાવાર્થ મનથી સંસાર છે અને મનથી પાર થતાં મોક્ષ છે, તેથી આત્મકલ્યાણ અર્થે મનના માલિક થવું જોઈએ. વળી, મન વશ હોય તો ઇન્દ્રિયો પણ વશમાં રહે છે. મનને જીતવાના બે રસ્તા છે દમન અને શમન. મનનું દમન બહુ પીડાકારી છે, દુઃખદાયક છે. વળી, દમન થયેલું મન ગમે ત્યારે દગો આપી જીવનો સર્વનાશ કરી શકે છે, તેનું ભવભ્રમણ વધારી શકે છે. પરંતુ શમન થયેલું મન ક્યારે પણ દુઃખી કરી શકતું નથી. જીવ હંમેશ માટે તેનો માલિક બની જાય છે. તેથી મનનું દમન નહીં પણ શમન કરવું જોઈએ. મનના શમન માટે તત્ત્વવિચાર એ અમોઘ ઉપાય છે એમ ગ્રંથકારનું કહેવું છે. જ્ઞાનની આરાધના કરી જીવ મનથી પાર થઈ શકે છે. - - Page #78 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૭૧ લોક-૧ संचरिष्णुरसौ स्वैरं विषयग्रामसीमसु । स्वान्तदंती वशं याति वीतकर्मानुशासनात् । અર્થ – વિષયરૂપી ગામના સીમાડામાં સ્વચ્છંદપણે ફરનારો મનરૂપી હાથી, કમરહિત વીતરાગના શાસનથી વશ થાય છે. ભાવાર્થ – ઇન્દ્રિયવિષયો મનને હિતકારી લાગવાથી, એમાં તેને સુખ લાગવાથી, આસક્તિ સહિત તે એમાં રમમાણ રહે છે. વિષયોના અતિપરિચયના કારણે તે વિવેકહીન બની, ઉન્મત્ત બની, જ્યાં ઇચ્છા થાય ત્યાં જાય છે. આમ, સ્વચ્છેદે પ્રવર્તતું મન એટલું બધું શક્તિશાળી બને છે કે તે અનંત સામર્થ્યવાન આત્મા ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી શકે છે. આ મનરૂપી સ્વચ્છંદી હાથી કોઈ રીતે કાબૂમાં આવતો ન હોવા છતાં જો વીતરાગપ્રભુની આજ્ઞારૂપી અંકુશ તેના ઉપર લાદવામાં આવે તો તેને વશ કરી શકાય છે. જેમ જેમ ઇન્દ્રિયવિષયોની નિઃસારતાનો બોધ દઢ થતો જાય છે, તેમ તેમ વિષય-કષાયનો રંગ ફિક્કો પડે છે, મનને ભટકવાનાં સ્થાન ઘટતાં જાય છે, વૈરાગ્ય પુષ્ટ થાય છે અને મનના માલિક બની સ્વકલ્યાણ સાધી શકાય છે. આ Page #79 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક 1. બ્લોક-૭૨ मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः । बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ॥ અર્થ – યોગીપુરુષો મન અને પવનની એકતા બતાવે છે તે ખોટું છે, કારણ કે મન તો પવનનું પણ ઉલ્લંઘન કરી સ્વેચ્છાથી અતિ ફરે છે. ભાવાર્થ – યોગીજનો મનને પવનની સાથે સરખાવે છે, પણ મનની ગતિ પવન કરતાં વિશેષ હોવાથી મનને પવનની - ઉપમા આપવી યથાર્થ નથી. મન આકાશપાતાળમાં, ભૂત ભવિષ્યમાં એટલું ઝડપથી જઈ શકે છે કે તેની ગતિનો પાર . પામવો પણ મુશ્કેલ છે. મનને આમથી તેમ ભટકવું બહુ ગમતું હોવાથી બહિર્મુખ પ્રવર્તનથી પાછું વળવા તે તૈયાર થતું નથી. બહિર્મુખ રહેવાથી અનેકવિધ અકલ્યાણ થાય છે અને અંતર્મુખ ન થવાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી, છતાં મનનો ગુલામ બનેલો જીવ અંતર્મુખ થઈ શકતો નથી. આમ, મનને લઈને અનેક રીતે નુકસાન થાય છે, તેથી તેના પરિભ્રમણનું ક્ષેત્ર બદલીને, અર્થાત્ તેને જ્ઞાન-ક્રિયામાં જોડેલું રાખીને જીવે સ્વકલ્યાણ સાધવું જોઈએ. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૦૩ સામ્યશતક શ્લોક-63 चक्षुष्यद्वेष्यतां भावेष्विन्द्रियैः स्वार्थतः कृताम् । आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ।। અર્થ – હે આત્મનું, સર્વ પદાર્થોમાં ઈન્દ્રિયો સ્વાર્થથી જે રાગ-દ્વેષ કરે છે, તેમાં તું જે કર્તુત્વનું અભિમાન રાખે છે, તેથી તું બુદ્ધિમાન કેમ ગણાય? અર્થાત્ ન જ ગણાય. ભાવાર્થ – પરપદાર્થોમાંથી સુખ લેવા ઇન્દ્રિયો દ્વારા જીવ બહાર ભટકે છે. ઇષ્ટ લાગતા પદાર્થ ભોગવીને સુખ અનુભવે છે અને અનિષ્ટ લાગતા પદાર્થ પ્રાપ્ત થતાં દુઃખ અનુભવે છે, તેથી ઈષ્ટ માટે રાગ અને અનિષ્ટ માટે ઢેષ કરે છે. વળી, સુખ સતત મળતું રહે તે માટે પરમાં ફેરફાર કરવાનો પુરુષાર્થ કરે છે. પુણ્યોદય હોય તો તેની ઇચ્છા અનુસાર ફેરફાર થાય છે, તેનો પુરુષાર્થ સફળ થતો જણાય છે, તેથી તે એમ માને છે કે “મારા કરવાથી થયું.” હકીકતમાં તે પરમાં કંઈ જ કરી શકે તેમ નથી, છતાં તે કર્તુત્વનું અભિમાન કરે છે. કર્તુત્વભાવથી પરને ગ્રહણ કરવાનો અને છોડવાનો પ્રયત્ન કરી, આકુળ-વ્યાકુળ થઈ, દુઃખી થવામાં બુદ્ધિમત્તા ક્યાં છે? પ્રાપ્તિ-અપ્રાપ્તિથી જે ન સુખી થાય છે, ન દુઃખી થાય છે તે બુદ્ધિમાન છે, બીજા નહીં. Page #81 -------------------------------------------------------------------------- ________________ ७४ સામ્યશતક શ્લોક-૭૪ अवधत्से यथा मूढ! ललना-ललिते मनः । मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः || અર્થ – હે મૂઢ જીવ! જેમ તું સ્ત્રીના વિલાસમાં મન રાખે છે, તેમ મૈત્રી વગેરે ભાવનાઓમાં રાખ અને તારા આત્માનું હિત કર. ભાવાર્થ – “સ્ત્રીથી સુખ મળે છે' એ માન્યતાના કારણે જીવની વૃત્તિ-પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને સ્ત્રી બિરાજમાન હોય છે. તેનું મન સ્ત્રીવિલાસમાં એટલું બધું રત હોય છે કે તેને પોતાનો વિચાર કરવા માટે અવકાશ જ મળતો નથી. તે પોતાનાં હિત-અહિતને, કલ્યાણ-અકલ્યાણને સમજી શકતો નથી અને પોતાનો મનુષ્યભવ સ્ત્રી પાછળ ગુમાવી, પોતાનો સંસાર વધારી દુઃખી થાય છે. જ્ઞાની ભગવંતો એ મૂઢ જીવને સમજાવે છે કે સ્ત્રી આદિના ભોગવિલાસથી વિરામ પામી તું મૈત્રી આદિ સુવિચારણામાં મનને જોડ કે જેથી તારા આત્માનું હિતઅહિત તું વિચારી-સમજી શકે અને સ્વકલ્યાણ સાધી શકે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૭૫ ૭૫. બ્લો૪-૭૫ आत्मन्येव हिनेदिष्टे निरायासे सुखे सति । - વિરું તાસિ વરિન્દ્ર! સંતૃU/Tયામિણવર: || અર્થ – ઝાંઝવાનાં જળ તરફ જેમ હરણ દોડે છે, તેમ છે મૂઢ જીવ! તારા આત્માની અંદર સહજ સુખ રહેલું છે, તે છોડીને બહાર શા માટે વલખાં મારે છે? ભાવાર્થ – આત્મા સુખસ્વરૂપ છે, છતાં અજ્ઞાની સુખી થવા માટે બહાર ફાંફાં મારે છે, પણ તેને ત્યાંથી સુખ મળતું નથી; કારણ કે સુખ એકમાત્ર આત્મામાં જ રહેલું છે. આત્મા સાથે એકત્ર થાય તો સુખ જ સુખ મળે છે. વળી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન સુખ આપે છે, ન દુઃખ આપે છે; પરદ્રવ્યમાં રહેલી સુખ-દુઃખની કલ્પના તેને સુખી-દુઃખી કરે છે. જેમ ખારી જમીન ઉપર પડતાં સૂર્યનાં કિરણોના કારણે, પાણી ન હોવા છતાં પાણીનો ભાસ થવાથી હરણ પાણી માટે ત્યાં દોડે છે, પણ તે ઝાંઝવાનાં પાણી તેની તરસ છિપાવતાં નથી, તેને તૃપ્તિનું સુખ આપતાં નથી; તેમ આત્માની બહાર બીજે કશે પણ સુખ માટે વલખાં મારવાથી કોઈને ક્યારે પણ સુખ મળતું નથી. જીવ અંતરમાં વળે તો જ નિરાકુળ સુખ અનુભવે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સામ્યશતક શ્લોક-૭૯ वासनावशात् । प्रियाप्रियव्यवहृतिर्वस्तुनो अंगजत्वे सुतः प्रेयान्, यूकालिक्षमसंमतम् ।। અર્થ વસ્તુમાં પ્રિયાપ્રિયનો વ્યવહાર વાસનાના કારણે છે (તાત્ત્વિક નથી), કેમ કે શરીરમાંથી ઉત્પન્ન થયેલો પુત્ર પ્રિય લાગે છે, એ જ શરીરમાંથી ઉત્પન્ન થયેલી બ્રૂ કે લીખ અપ્રિય લાગે છે. 1 ભાવાર્થ કોઈ પણ વસ્તુ સાથેનો પ્રિય-અપ્રિયનો વ્યવહાર જીવની વાસનાના કારણે હોય છે, અર્થાત્ તેને જે ગમે છે એ પ્રિય લાગે છે અને જેના પ્રત્યે અણગમો છે એ અપ્રિય લાગે છે. એક જ શરીરમાંથી ઉત્પન્ન થયેલ પુત્ર માટે ગમો છે, જ્યારે જૂ માટે નથી; તેથી પુત્ર પ્રિય લાગે છે અને જૂ અપ્રિય લાગે છે. વળી, એક સમયે જે પ્રિય હોય, તે હંમેશાં પ્રિય રહેતું નથી, જેમ કે લગ્ન પહેલાં પુત્રને પ્રિય લાગતાં માતા-પિતા લગ્ન પછી અપ્રિય બની જાય છે. આમ, વાસના, પ્રિય-અપ્રિયભાવાદિ બદલાયાં કરતાં હોવાથી તે સર્વ તાત્ત્વિક નહીં પણ કર્મકૃત છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૭૭ શ્લોક इदं कृत्रिमकर्पूरकल्पं संकल्पजं सुखम् । रंजयत्यंजसा मुग्धानंतरज्ञानदुःस्थितान् ॥ અર્થ – બનાવટી કપૂરના જેવું સંકલ્પથી ઉત્પન થયેલું સુખ, આંતર જ્ઞાનરહિત મુગ્ધ જીવોને તત્કાળ રાજી કરે છે. ભાવાર્થ – જેમ બનાવટી કપૂરની સુગંધ અલ્પકાલીન હોય છે, તેમ વિચારોમાંથી - માન્યતામાંથી જન્મ લેતું સુખ ક્ષણજીવી હોય છે. અજ્ઞાની જીવ સુખનું સ્વરૂપ જાણતો ન હોવાથી, આત્માના અતીન્દ્રિય શાશ્વત સ્વાધીન સુખનું તેને કોઈ જ્ઞાન ન હોવાથી, વળી ક્ષણિક સુખ સાચા સુખનો ભાસ આપતું હોવાથી, તે આ ક્ષણિક સુખને જ સાચું સુખ માને છે, સમજે છે. તેથી તે આ સુખ મેળવવાના પ્રયત્ન કરે છે અને પુણ્યોદયે ઇચ્છિત સુખ મળી જાય તો તે પોતાને સુખી માને છે. તેને એની પાછળ રહેલું દુઃખ નજરે પડતું ન હોવાથી આવા સુખથી તે રંજાયમાન થાય છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સામ્યશતક શ્લોક-94 ममत्वं माम भावेषु वासनातो, न वस्तुतः । સૌરાપરત્રા િ પુત્રવત્સત્યનીચતે || અર્થ – પદાર્થોમાં વાસનાથી જ મમત્વ છે, વસ્તુથી નથી. જેમ પોતાના ઔરસ પુત્ર સિવાય પણ બીજે પુત્રવાત્સલ્ય જોવા મળે છે. તે ભાવાર્થ – જ્યાં જ્યાં જીવને મોહ, વાસના હોય છે ત્યાં ત્યાં તેને મમત્વ થાય છે, પછી તે વસ્તુ-વ્યક્તિ તેની પોતાની ગણાતી હોય કે બીજાની માલિકીની હોય. સંસારમાં પોતાના પુત્રમાં આસક્તિ, મોહ હોવાથી તેના માટે મમત્વ જાગે છે, પરંતુ અન્ય કોઈ બાળક પ્રત્યે જો મોહ જાગે તો તેના માટે પણ પુત્રવાત્સલ્ય જાગે છે, મમત્વ જાગે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે વસ્તુ કે વ્યક્તિને લઈને મમત્વ નથી, પણ તેમાં રહેલી આસક્તિના કારણે, વાસનાના કારણે મમત્વ છે. તેથી વસ્તુ-વ્યક્તિનો માત્ર ત્યાગ કરવાથી ધર્મ થાય છે એમ માનવું તે ભાંતિ છે. તે પ્રત્યેનો મોહ, આસક્તિ છૂટે તો મમત્વનો નાશ થાય અને આત્મધર્મ સાધી શકાય. Page #86 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૭૯ वासनावेशवशतो ममता न तु वास्तवी । गवाश्वादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ।। અર્થ - જીવને વાસનાના આવેશથી મમતા હોય છે, વાસ્તવિક નથી હોતી. જો મમતા વાસ્તવિક હોય તો ગાય, ઘોડા આદિ વેચી દીધાં પછી મમતા કેમ જતી રહે છે? ભાવાર્થ – વાસના આત્માનો સ્વભાવ નથી, તેથી તેના આવેશથી ઊપજતા મમત્વાદિ પણ સ્વભાવભૂત ભાવ નથી. અર્થાત્ વાસના કે તેના નિમિત્તે ઊપજતા ભાવ હંમેશ માટે તેવાં જ રહેતાં નથી; ક્યારેક હોય છે, ક્યારેક નથી પણ હોતાં, એટલે તે સ્વભાવ નહીં પણ વિભાવભાવ છે. વાસના હોય તો મમત્વાદિ ભાવ હોય અને વાસના નાશ પામે તો મમત્વાદિ ભાવનો પણ નાશ થાય છે. ગાય-ઘોડાના માલિકને એ પ્રાણીઓ પ્રત્યે મમતા હોય છે, પરંતુ જો તે એને વેચી નાંખે તો એ મમતા પણ જતી રહે છે. તેથી જીવ જો વાસનાક્ષયના ઉપાય યોજે તો મમત્વ નષ્ટ થાય છે અને તે ત્વરાથી સ્વરૂપ પ્રાપ્તિ કરી શકે છે. . Page #87 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક લોક-40 विश्वं विश्वमिदं यत्र मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य कुतस्तत्र विवेकिनाम् ।। અર્થ - જેમાં આ સમગ્ર વિશ્વ માયામય કહેલું છે, તેમાં વિવેકી પુરુષોને શોકનો અવકાશ જ ક્યાં છે? (અર્થાત્ વિવેકીએ શોક ન કરવો જોઈએ.) ભાવાર્થ – માયા એટલે ભ્રાંતિ. જે જેમ છે તેમ પ્રતીત ન થતાં અન્યથા પ્રતીત થાય તે છે ભાંતિ, માયા. મૂઢ જીવો અજ્ઞાનવશ વિશ્વનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતા નથી. સ્વ-પરની ભિન્નતાનો તેમને બોધ નથી, તેથી તેઓ પરમાં ઐક્ય કરી સંસાર ઊભો કરે છે, સુખ-દુઃખની ઘટમાળમાં ફરતા રહે છે. આમ, સમસ્ત વિશ્વ માયા ઉપર નભે છે. જીવ જો સમજે તો તેને સંસારથી મુક્ત થતાં વાર લાગતી નથી, કારણ કે વાસ્તવમાં સંસાર છે જ નહીં, તેણે ભાંતિથી સંસાર ઊભો કર્યો છે. માયા છૂટતાં સંસાર નષ્ટ થઈ જાય છે. વિવેકી પુરુષ વિશ્વના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા હોવાથી તેમની ભાંતિ નિર્મુળ થઈ ગઈ છે, તેથી તેમને કશાથી પણ હર્ષ-શોકાદિ થતા નથી. Page #88 -------------------------------------------------------------------------- ________________ धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विजृंभते ॥ સામ્યશતક શ્લોક-૧ — અર્થ આ વિશ્વમાં પ્રસરતી મોહમય અવિદ્યાને ધિક્કાર છે કે જેનાથી સંકલ્પિત કરેલા પદાર્થમાં તત્ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. ૮૧ - ભાવાર્થ અવિદ્યા એટલે અજ્ઞાન, મિથ્યાત્વ સહિતનું જ્ઞાન. જીવ જે પણ જાણે છે, સમજે છે એ તેને મિથ્યાત્વના કારણે, મોહના કારણે જેમ છે તેમ જણાતું નથી. અવિદ્યા એટલી બળવાન છે કે સમગ્ર વિશ્વમાં પોતાની સત્તા પ્રસરાવી, જીવને મૂર્છિત કરે છે. એના કારણે જીવને સમાં અસત્બુદ્ધિ અને અસમાં સબુદ્ધિ ઉત્પન્ન થાય છે. આ દશામાં જીવને પરપદાર્થ - શરીર, સ્ત્રી-પુત્ર, ધનાદિ પોતાનાં ભાસે છે, જે તેના ક્યારે પણ હતાં નહીં, છે નહીં, રહેશે નહીં. આમ, પરમાં સ્વપણું સ્થાપી જીવ સ્વને ઓળખતો નથી. પોતે જ પોતાથી અજાણ રહે છે અને દુ:ખી થાય છે. આ અવિદ્યા ઉપર જ જીવનો સંસાર નભે છે, માટે તેના સ્વરૂપને સમ્યક્ રીતે ઓળખી, તેને ક્યારે પણ ઉપાસવી ન જોઈએ. Page #89 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૪૨ अनादिवासनाजालमाशातन्तुभिरुम्भितम् । निशातसाम्यशस्त्रेण निकृन्तति महामतिः ।। અર્થ – આશાતંતુઓથી ભરેલી અનાદિ વાસનાજાળને મહામતિ પુરુષ સામ્યભાવરૂપ તીક્ષ્ણ શસ્ત્રથી છેદે છે. ભાવાર્થ – દરેક જીવ સુખી થવા ઇચ્છે છે અને પરમાંથી સુખ મળશે એમ માની, એ માટે તે સતત બહાર પ્રયત્ન કરે છે; પણ તેને ક્યારે પણ સુખ પ્રાપ્ત થતું નથી. પરંતુ ત્યાંથી સુખ મળશે જ એવી આશા ફરી તેને એ પ્રયત્ન કરવા પ્રેરે છે અને તેને દુઃખ સિવાય કંઈ મળતું નથી. વાસનાના કારણે ઉત્પન્ન થયેલી આ આશારૂપી તંતુઓની જાળમાં તે અનાદિ કાળથી એવો ફસાયો છે કે એમાંથી બહાર નીકળવું દુષ્કર છે. સમત્વભાવ વડે આ જાળમાંથી બહાર નીકળી શકાતું હોવાથી, પ્રજ્ઞાવંત પુરુષો તેને ધારણ કરી, અનાદિની વાસનાજાળને છિન્નભિન્ન કરી નાંખે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ अनादिमायारजनीं, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ॥ સામ્યશતક શ્લોક-૩ - અર્થ અંધકારની જનની એવી અનાદિકાલીન માયારાત્રિનો યોગીપુરુષ પોતાના જ્ઞાનસૂર્યના પ્રકાશથી બલાત્કારે (બળપ્રયોગથી) નાશ કરે છે. . ૮૩ — ભાવાર્થ અંધકાર ગમે તેટલો પ્રગાઢ હોય, ગમે તેટલાં વર્ષો જૂનો હોય, તોપણ પ્રકાશ આવતાં તેનો નાશ થાય છે. પ્રકાશ હોય ત્યાં અંધકારનું અસ્તિત્વ રહેતું નથી. માયારૂપ રાત્રિમાં જન્મેલો પ્રગાઢ મોહ-અંધકાર અનાદિથી વિશ્વ ઉપર છવાયેલો છે. આ મોહ-અંધકારનો નાશ થાય અને જ્ઞાનભાનુ ઊગે તો જીવ પોતાનું સહજ સ્વાધીન સુખ પ્રાપ્ત કરી શકે. પરંતુ તે વિના પ્રયત્ન થતું નથી. તે માટે પ્રચંડ પુરુષાર્થ આવશ્યક છે. તેથી યોગીપુરુષો અત્યંત બળવાન પુરુષાર્થપૂર્વક આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવી માયારાત્રિનો અંત લાવે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૪ अध्यात्मोपनिषद्विजमौदासीन्यममन्दयन् । न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमात्मनः ॥ સામ્યશતક શ્લોક-૪ અર્થ અધ્યાત્મજ્ઞાનના બીજરૂપ ઉદાસીનપણાને સતેજ કરનાર જે પુરુષ કંઈ પણ જોતો નથી, તે પુરુષ આત્મતત્ત્વને જુએ છે. - ભાવાર્થ રાગ-દ્વેષનાં પરિણામ વિરામ પામતાં ઉદાસીનતા ઉદ્ભવે છે. આ ઉદાસીનતા અધ્યાત્મરૂપ શુદ્ધ આત્મદશાની જનની છે. જો જીવ આંતર-બાહ્ય તત્ત્વને યથાર્થ રીતે જાણે તો તે સર્વથી ઉદાસીન થઈ, નિજસ્વરૂપમાં ઐક્ય સાધે અને તેમાં ઠરે. તેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉદાસીનતા પ્રબળપણે સેવવા યોગ્ય છે. એક વાર અંતર્મુખ થઈ, આત્મતત્ત્વને અનુભવનાર ક્યારે પણ બહિર્મુખ થવા ઇચ્છતા નથી. તેમને સ્વ-૫૨નો સમ્યક્ બોધ થયો હોવાથી આત્મતત્ત્વ સિવાય કશાનું પણ આકર્ષણ રહેતું નથી. પરની આસક્તિ છૂટી જતાં તેઓ સર્વ ઇચ્છાથી વિરામ પામે છે, હર્ષ-શોકાદિ દ્વંદ્વોથી ૫૨ થઈ જાય છે. તેમને એકમાત્ર આત્મતત્ત્વની જ રુચિ રહે છે. - Page #92 -------------------------------------------------------------------------- ________________ * ૮૫ સામ્યશતક શ્લોક-૪૫ निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ।। અર્થ - જે પુરુષ નિઃસંગતાને આગળ કરીને સામ્યગુણનો આશ્રય કરે છે, તે પુરુષની બુદ્ધિ પરમાનંદને જીવન આપનારી યોગવિદ્યામાં પ્રવેશ કરે છે. ભાવાર્થ – આત્મસ્વરૂપનો સમ્યક નિર્ણય થતાં જીવને પોતાનાં સુખ, સલામતી સ્વમાં ભાસે છે, તેથી સ્વસ્વરૂપમાં લીન થઈ, પરમાનંદ પામવાની તેમને તાલાવેલી લાગે છે. પરંતુ પરસંગ તેમાં અવરોધરૂપ બનતો હોવાથી તેઓ પર પ્રત્યે ઉદાસીન થાય છે. સર્વસંગનો પરિત્યાગ કરી પૂર્ણપણે નિઃસંગ થવાની તેમને અભીપ્સા જાગે છે, પણ પૂર્વસંસ્કાર અને પૂર્વક તેમાં બાધારૂપ બનતાં હોવાથી તેઓ સામ્ય ગુણનો આશ્રય ગ્રહણ કરે છે. સમતાયોગની પ્રાપ્તિ થતાં તેમને આત્માનુભૂતિ થાય છે અને ક્રમશઃ તેઓ શાશ્વત પરમાનંદ પામે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૮૯ दंभजादपि निःसंगाद् भवेयुरिह संपदः । निःछद्मनः पुनस्तस्मात् किं दवीयः परंपदम् ॥ અર્થ – આ દુનિયામાં દંભયુક્ત નિઃસંગતાથી પણ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે, તો જો નિઃસંગપણું નિષ્કપટ હોય તો તેનાથી મોક્ષ અતિ દૂર કેમ હોય? અર્થાત્ ન જ હોય. ભાવાર્થ – અંતરંગ ત્યાગ-વૈરાગ્ય વિના જો બાહ્ય ત્યાગ કરવામાં આવે તો પરમાં રહેલી આસક્તિના કારણે યથાર્થ વિરક્તિ આવતી નથી. પરમાં સુખબુદ્ધિ હોવાથી અંતરમાં ભોગની વાસનાઓ ઊઠે છે, પણ બાહ્ય ત્યાગ હોવાથી તે એને ભોગવી શકતો નથી અને વિરક્તિનો ઢોંગ ધરે છે. પરંતુ લોકો તો તેનો બાહ્ય ત્યાગ જોઈ તેને માનપાન આપે છે, તેના ચરણે પોતાની સંપત્તિ ધરી દે છે. વળી, બાહ્ય ત્યાગથી બંધાતાં પુણ્ય ફળવાન થતાં તે દેવ થાય છે, જ્યાં તે અઢળક સંપત્તિનો માલિક બને છે. જો બાહ્ય ત્યાગ આટલું ઐશ્વર્ય આપી શકે તો અંતરંગ ત્યાગ-વૈરાગ્યથી પુષ્ટ થયેલી નિષ્કપટ નિઃસંગતા પુણ્ય-પાપથી રહિત દશા - મોક્ષ, શાશ્વત ઐશ્વર્ય આપે એમાં કાંઈ આશ્ચર્ય નથી! Page #94 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-9 संगावेशान्निवृत्तानां मा भून्मोक्षो वशंवदः I यत्किंचन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ।। ૮૭ - અર્થ - સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરુષોનો ભલે કદી મોક્ષ ન થાય, પરંતુ તેમને જે સુખ મળે છે તે અનિર્વચનીય હોય છે. – ભાવાર્થ સ્વસ્વરૂપમાંથી મળતાં સુખની સરખામણી પરના આશ્રયે મળતાં સુખ સાથે થઈ જ ન શકે, કારણ કે એ બન્નેની જાત જ જુદી છે. એક અવ્યાબાધ સુખ છે, જ્યારે બીજું દુઃખરૂપ છે. અજ્ઞાની પરથી મળતાં સુખને સુખ માનતો હોવાથી, અવ્યાબાધ સુખનું સ્વરૂપ તેની કલ્પનામાં પણ આવે તેવું નથી. તે એ સુખને સમજી શકે એમ પણ નથી. યોગી મહાત્માને આત્માનુભૂતિ વખતે એ સુખનો અનુભવ થયો હોય છે, પણ કેવળજ્ઞાન પહેલાં એ સુખ અખંડ રહેતું નથી. ભલે મોક્ષ મળતાં સમય લાગે, અર્થાત્ ભલે એ સુખ નિરંતર ન મળ્યું હોય, ભલે થોડા સમય માટે એનો અનુભવ થયો હોય તોપણ એ અનુભવ એટલો અદ્ભુત છે કે તે શબ્દોમાં મૂકી શકાતો નથી. એ સુખને વર્ણવવા માટે શબ્દનું સામર્થ્ય ઓછું પડે છે, અર્થાત્ એ સુખ અનિર્વચનીય છે. , Page #95 -------------------------------------------------------------------------- ________________ ८८ સામ્યશતક બ્લિોક-66 स्फुरत्तृष्णालताग्रंथिर्विषयावर्तदुस्तरः । क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ।। અર્થ – આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતાગ્રંથિઓ સ્કુરાયમાન થાય છે, વિષયોરૂપ આવર્તેથી તે દુસ્તર છે અને ક્લેશરૂપ તરંગોની ક્રીડાથી ભયંકર છે. ભાવાર્થ – જ્ઞાની ભગવંતોએ સંસારને સમુદ્રની ઉપમા આપી એનું જ સ્વરૂપ દર્શાવ્યું છે, તે જો યથાર્થ રીતે રહણ થાય તો આ અનંત, અપાર સંસારસમુદ્ર તરીને ભવપાર થઈ શકાય. પરંતુ આ દુસ્તર, ભયંકર ભવસાગરમાં અનંત કાળથી જીવો ડૂબી રહ્યા છે, અશાંતિની ગર્તામાં ખોવાઈ ગયા છે, કારણ કે સંસારસમુદ્રમાં તૃષ્ણારૂપી લતાઓ ખૂબ જ વિશેષ પ્રમાણમાં ફેલાયેલી હોવાથી, તેમાં તરનાર એ લતાઓમાં અટવાઈ જાય છે. વળી, વિષયોની ખતરનાક ભમરીઓથી ભરેલા આ સંસારસમુદ્રમાં તરનાર એ ભમરીઓમાં ફસાઈ જાય છે. તેમાં ક્લેશરૂપ તરંગો એટલા ઊંચા ઊઠે છે કે તરનાર એની સાથે ઊછળી, ઊછળીને પછડાઈ જાય છે અને તેમાં ડૂબી જાય છે. માં હા એટલા બજ ઊછળી. છે Page #96 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૯ विगलद् बंधकर्माणमद्भुतां समतातरीम् । आरुह्य तरसा योगिन् तस्य पारीणतां श्रय ।। અર્થ – હે યોગી, જે નાવડીનાં બંધકર્મ (લંગર) તૂટી ગયાં છે, એવી સમતા(સામ્ય)રૂપ અભુત નાવડીમાં બેસી જલદી ભવસાગરને તરી જા. ભાવાર્થ – સામ્યભાવની અદ્દભુત નાવડી તૃષ્ણા, વિષયો, ક્લેશથી ભરેલો સંસાર સમુદ્ર તરવા માટે એક સમર્થ સાધન છે. આ નાવડીનાં લંગર તૂટી ગયાં છે, જેથી કશે. પણ રોકાવું હોય, અટકવું હોય તોપણ તે શક્ય બનતું નથી. તે યોગીજનો, જો સંસારથી પાર ઊતરવું હોય તો એક સમયનો પણ વિલંબ કર્યા વિના આ સામ્યભાવની નાવડીમાં બેસી જાઓ. તેમાં જો સવાર થઈ ગયા તો પરમાં રહેલી આસક્તિ છૂટી જાય છે, તેથી તૃષ્ણા પણ હેરાન કરી શકતી નથી. વિષયોમાંથી સુખબુદ્ધિ નીકળી જવાથી દુર્ગતિની પરંપરા છેદાઈ જાય છે અને સમત્વભાવમાં સ્થિતિ થતાં, ક્લેશ નાશ પામતાં દુઃખથી મુક્ત થવાય છે. , Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સામ્યશતક શ્લોક-૦ તપ: I शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते औदासीन्यं विना विद्धि तद्भस्मनि हुतोपमम् ॥ અર્થ સૂકાં પાંદડાંનો આહાર કરવારૂપ જે તપ મુનિજન કરે છે, તે તપ સમતા વિના કરવામાં આવે તો તે રાખમાં હોમેલા પદાર્થ જેવું સમજો. - ભાવાર્થ ઉપવાસ, રસત્યાગ આદિ બાહ્ય તપ કષાયોને ઉપશાંત કરવા, વિષયોથી વિરક્ત થવા, ઇન્દ્રિયોને વશ કરી વિષયવિકારો ઉપર વિજય મેળવવા, રાગ-દ્વેષને ક્ષીણ કરવા, ચિત્તવૃત્તિની શુદ્ધિ કરવા, માધ્યસ્થ્યભાવની પુષ્ટિ કરવા માટે કરવામાં આવે છે. પરંતુ આ લક્ષ વિના, સંસારથી ઉદાસીન થયા વિના માત્ર સૂકાં પાંદડાંનું ભોજન લેવું તે તપ નથી. જેમ રાખમાં હોમેલા ઘીથી અગ્નિની પ્રાપ્તિ થતી નથી, પણ તે ઘી નકામું જાય છે; તેમ સમતાભાવ વિનાના તપ વડે આત્મશુદ્ધિ થતી નથી. તે તપ મોક્ષાર્થે નિષ્ફળ જાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૯૧ શ્લોક-૧ येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ॥ અર્થ – જે તપથી જીવાત્મા આ સંસારપરંપરાથી મુક્ત થાય છે, તે જ તપ મોહના કારણે કોઈ પુરુષના સંસારબંધનનું કારણ થાય છે. ભાવાર્થ – તપનો પરમાર્થ સમજી, આત્મપ્રાપ્તિ અર્થે થતાં તપ મોક્ષમાર્ગે સહાયકારી થાય છે; પરંતુ જો તપ વડે આત્મશુદ્ધિ કરવાનો લક્ષ ન હોય તો તે તપ નિર્જરાનું કારણ બનતાં નથી. જો તપથી શુભ પરિણામ રહે તો શુભ કર્મોનો બંધ થાય છે અને જો તપ કરીને અહંકારની વૃદ્ધિ થતી હોય, માન-સત્કાર આદિની આકાંક્ષા રહેતી હોય તો તે તપથી અશુભ કર્મો બંધાય છે. ઇચ્છાનિરોધ એ તપ છે, જેનાથી મલિન વૃત્તિઓનો નાશ થાય છે, ચિત્ત શાંત થાય છે; તેના બદલે લૌકિક ભાવની વૃદ્ધિ થાય તો તે સંસારવૃદ્ધિનું કારણ બને છે. આમ, મોહાધીન થઈ કરવામાં આવેલાં તપ આત્મઘાતક નીવડે છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૨ संतोषः संभवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कंचिदानन्दं जनयत्ययम् ।। સામ્યશતક શ્લોક-૯૨ અર્થ વિષયોના ઉપદ્રવ વિના એવો સંતોષ ઉત્પન્ન થાય છે કે જેથી એ સંતોષ વિષય વિના કોઈ અનિર્વચનીય આનંદ આપે છે. - ભાવાર્થ મોહાધીન જીવ પોતાનાં દુઃખનું યથાર્થ કારણ સમજી શકતો નથી અને વિષયોની પ્રાપ્તિથી સુખ મળશે એ આશામાં ને આશામાં એની પાછળ દોડી, અશાંતિ-ક્લેશાદિ પામી ઉપદ્રવમાં ઘસડાઈ જાય છે, વિશેષ દુ:ખી થાય છે. જ્યારે તેને સમજાય છે કે કિંચિત્ પણ અહવાથી સુખથી વિમુખ થવાય છે; સુખી થવું હોય તો અંતર્મુખ થઈ, સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ કર્તવ્યરૂપ છે; ત્યારે તેની બાહ્ય દોડ અટકે છે. સંસારની આસક્તિ ઘટતાં, વિષયોની પ્રાપ્તિ થાય કે ન થાય તેને કોઈ ફરક પડતો નથી અને જે પણ પરિસ્થિતિ હોય એમાં સંતોષ રહે છે. આ સંતોષથી તેને એવું સુખ અનુભવાય છે કે જે સુખ તેણે પહેલાં ક્યારે પણ અનુભવ્યું ન હતું. તે કોઈ અનેરા આનંદમાં મસ્ત રહે છે. - Page #100 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૯૩ શ્લોક-૯૩ वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ।। અર્થ – નિસ્પૃહ પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ (જ્ઞાન) સ્વયં જ આલિંગન કરે છે. જેમ સ્પૃહારહિત મનુષ્યને સુંદર સ્ત્રીઓ સ્વયં જ વશ થાય છે એ વાત સ્પષ્ટ છે. ભાવાર્થ – સંસારમાં જે પુરુષ સુંદર સ્ત્રીઓ પાછળ ભાગતો નથી, તેને સુંદરીઓ સ્વયં વશ થાય છે. તેમ જેને આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહી નથી, તેને આત્મજ્ઞાન સામેથી આવીને મળે છે. હજી જેને સંસારમાંથી કંઈ જોઈએ છે, સંસારમાંથી સુખ મળશે એવી આશા છે; તે ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેને આત્મપ્રાપ્તિ થતી નથી, સ્વરૂપાનંદ મળતો નથી. પરંતુ જેને કોઈ સ્પૃહા નથી, જેને કંઈ પણ પ્રાપ્ત થાય કે ન થાય હર્ષ-શોકાદિ થતા નથી, જેને કિંચિત્ માત્ર પણ રહવું નથી; તે આત્મસંપત્તિનો, આત્મિક સુખનો સ્વામી બને છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૪ सूते सुमनसां कंचिदामोदं समतालता यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥ સામ્યશતક શ્લોક-૯૪ અર્થ સમતાલતા સારા મનવાળાને કોઈ સુગંધ આપે છે, જે સુગંધના કારણે નિત્ય વૈર રાખનારાં પ્રાણીઓ પણ મૈત્રીનું સૌરભ પ્રાપ્ત કરે છે. - ભાવાર્થ જેને ઇચ્છિત પ્રાપ્ત ન થાય તે સ્વયં દુઃખી છે, તો તે બીજાને શું આપી શકે? જેને પોતાને જ હજી કંઈ જોઈએ છે, તેની પાસે બીજાને આપવા માટે કંઈ જ હોતું નથી. વળી, હજી જેને જોઈએ છે, તેની પોતાની પાસે અશાંતિ, ક્લેશાદિ હોય છે; તેથી તે કોઈને કંઈ આપવા ઇચ્છે કે ન ઇચ્છે તોપણ જે તેની પાસે છે એ જ તે આપે, અર્થાત્ ક્લેશાદિ જ આપે. જ્યારે સમત્વભાવમાં રમણતા કરનાર જીવને એવો સંતોષ વર્તે છે કે તેઓ સદા આનંદમાં રહે છે, સદા સુખી હોય છે; એટલે તેઓ કોઈને કંઈ આપવા ઇચ્છે કે ન ઇચ્છે, તેમની પાસેથી તો શાંતિ, આનંદ જ પ્રાપ્ત થાય છે. તેઓ તો મિત્ર-શત્રુ આદિ સંબંધોથી પર થઈ ગયા છે, પણ તેમને શત્રુ માનનાર તેમની પાસે આવે તો તે શત્રુ પણ મિત્રતાનું સૌરભ જ પ્રાપ્ત કરે છે. - Page #102 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૯૫ साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः I मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥ ૯૫ અર્થ સામ્યરૂપ બ્રહ્માસ્ત્રને લઈને મુમુક્ષુઓ, મોહરૂપ રાક્ષસરાજની આ માયાવી સેના ઉપર વિજય મેળવો. - ભાવાર્થ મોહ સાથે અનાદિથી જીવે ગાઢ સંબંધ બાંધ્યો છે, તેથી તે એવો મૂર્છિત થઈ ગયો છે કે તે સમજી પણ શકતો નથી કે આ માયાવી રાક્ષસ તેનો સર્વનાશ કરી રહ્યો છે; જેને તે મિત્ર માને છે, એ તેનો સૌથી મોટો શત્રુ છે. તેને જ્યારે મોહનું યથાર્થ સ્વરૂપ સમજાય છે ત્યારે એને હરાવવાની તેને તાલાવેલી લાગે છે. પરંતુ એક તો એ માયાવી છે, શક્તિશાળી છે અને એની સેનામાં ક્રોધ આદિ ઘણા બળવાન યોદ્ધાઓ પણ છે; તેથી એના ઉપર વિજય મેળવવો સહેલો નથી. જ્ઞાની ભગવંતો તેને કહે છે કે નિરાશ થવાની જરૂર નથી. મોહ ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, સામ્યરૂપ બ્રહ્માસ્ત્ર ` એના કરતાં અનંતગણું શક્તિશાળી છે. આ શસ્ત્ર લઈ કૂદી પડ, વિજય તારા હાથમાં છે. તું અવશ્ય વિજયી થઈશ. . Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સામ્યશતક બ્લોક-૯૯ मा मुहः कवि संकल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् ॥ અર્થ - હે આત્મન, કવિજનોએ મનના સંકલ્પોથી કલ્પલા અમૃતને મેળવવાની ઇચ્છાથી મોહ ન પામ, પરંતુ મોક્ષપદની પ્રાપ્તિ માટે સમતારૂપ અમૃતનું સેવન કર. ભાવાર્થ – કવિ એ છે કે જે પોતાની કલ્પના વડે વાસ્તવિક દુનિયાથી અલગ એવી દુનિયા રચે કે જ્યાં સુખ ન હોય ત્યાં સુખ ભાસે, જેમાં અમૃત છે જ નહીં છતાં તેમાંથી અમૃત મેળવવાની આશા જાગે. જ્ઞાની પુરુષો જીવને ચેતવતાં કહે છે કે હે આત્મા, તું ભ્રમમાં પડે નહીં. આ કલ્પિત જગતમાંથી તને સુખ, શાંતિ, સલામતી ક્યારે પણ નહીં મળે, કારણ કે એ સુખ તો માત્ર કલ્પના છે, વાસ્તવિક નથી. જો તને શાશ્વત સુખ જોઈતું હોય તો, મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો સમતારૂપી અમૃતનું સેવન કર. તે અમૃતપાન કરવાથી ક્ષણ ક્ષણનાં ભાવમરણથી, ભવોભવના પરિભ્રમણથી તું મુક્ત થઈશ. Page #104 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક બ્લોક-૯૭ योगग्रंथमहांभोधिभवमथ्य मनोमथा । साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ।। અર્થ - હે આત્મનું, યોગગ્રંથરૂપ મહાસાગરનું મનરૂપ રવૈયાથી મંથન કર અને સમતારૂપ અમૃતને પ્રાપ્ત કરી તત્કાળ સુખી થા. ભાવાર્થ – આત્મા સાથે જે જોડાણ કરાવે તે યોગગ્રંથો મહાસાગર જેટલા વિશાળ છે. જો તેનું મંથન કરવામાં આવે તો આત્મશુદ્ધિરૂપ નવનીત પ્રાપ્ત થાય છે, અર્થાત્ જો તેનું ચિંતન, મનન, નિદિધ્યાસન કરવામાં આવે તો રાગ-દ્વેષ ઘટે છે, વિષય-કષાયની મંદતા થાય છે, ઈર્ષ્યા-ખેદ-સ્વાર્થ વગેરે મલિન વૃત્તિઓ વિલીન થાય છે અને ઈચ્છાઓ ઘટતાં બાહ્ય દોડ મટે છે. આ રીતે ચિત્ત નિર્મળ થતાં આત્મવિચાર માટે અવકાશ પ્રાપ્ત થાય છે. વળી, સત્સંગ-સ્વાધ્યાયે આદિનું સેવન થતાં આત્મતત્ત્વનો નિર્ણય થાય છે, સ્વરૂપની રુચિ પ્રગટે છે, વૈરાગ્ય-ઉપશમ આદિ ગુણો ખીલે છે. આમ, અનેક પ્રકારે આત્મલાભ થતાં સુખ અને આનંદમાં રમણતા થાય છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૮ मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांसं ध्रुवमायान्ति सिद्धिभृंगांगनाः स्वयम् ॥ સામ્યશતક શ્લોક 1 અર્થ મૈત્રી વગેરેની વાસનારૂપ સુગંધથી જેણે દિશાઓનાં મુખ સુવાસિત કરેલાં છે, એવા પુરુષની પાસે સિદ્ધિરૂપ ભમરીઓ સ્વયં અવશ્ય આવે છે. 1 - ભાવાર્થ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવનાઓ નિત્ય નિરંતર ભાવતાં તે વાસનારૂપ બની જાય છે, એટલે કે તેના સંસ્કાર દૃઢ થાય છે. મૈત્રી આદિ ભાવનાઓથી વાસિત થયેલું મન દરેક સંગ-પ્રસંગે પોતાની સુવાસ ફેલાવે છે. જે એમાં રમમાણ રહે છે તેના જીવનમાં, તેની વૃત્તિ-પ્રવૃત્તિમાં એનો પ્રભાવ દૃષ્ટિગોચર થાય છે. તે તો એનાથી સુખી થાય છે, સાથે સાથે બીજાને પણ આનંદ-સુખનું કારણ બને છે. વળી, રિદ્ધિ-સિદ્ધિરૂપ સાંસારિક ઐશ્વર્ય પણ તેને સામેથી આવીને મળે છે. વળી, જેનું જીવન મૈત્રી આદિ ભાવનાઓથી મઘમઘતું હોય તેનો મનુષ્યભવ સાર્થક થાય છે. તેનો સંસાર સાંત થાય છે અને તેને મોક્ષસુંદરી સામે ચાલીને વરે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૯૯ બ્લોક-૯૯ औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् । कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ।। અર્થ – ઉદાસીનતાથી ઉલ્લાસ પામતા, મૈત્રી ગુણથી પવિત્ર થયેલા, સંજમથી રહિત એવા પુરુષને કર્મો સ્વયં જ જાણે રોષથી છોડી દે છે! ભાવાર્થ – સર્વ પરદ્રવ્ય અને પરભાવથી ઉદાસીન થનારને કોઈ દુઃખી કરી શકતું નથી, તેમને ક્યારે પણ હર્ષ-શોકાદિ થતા નથી અને તેથી તેઓ સદા આનંદિત રહે છે, સદા ઉલ્લાસમાં જીવે છે. વળી, મૈત્રી આદિ ભાવનાઓ જેમના ચિત્તમાં વસેલી છે, તેમનું ચિત્ત એટલું પવિત્ર બને છે કે ત્યાં ઈર્ષા, દ્વેષ, કલહ આદિ મલિન વાસનાઓ જીવી શકતી નથી. જેઓ મોહ-અજ્ઞાન રહિત થયા છે, જાગૃત થયા છે, તેઓ રાગ-દ્વેષાદિનું સેવન કરતા નથી. આમ, શુદ્ધ થયેલા ચિત્તમાં કર્મબંધનું કોઈ કારણ વિદ્યમાન રહેતું નથી, તેથી કર્મો સ્વયં તેમને છોડીને જતા રહે છે, અર્થાત્ કર્મોથી તેઓ સદા માટે મુક્ત થાય છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સામ્યશતક શ્લોક-૧૦૦ योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ।। અર્થ જે પુરુષો માત્ર ‘યોગ' ઉપર શ્રદ્ધા રાખીને બીજાં આવશ્યક ધર્મકૃત્યો તરફ ઉદાસ રહે છે, તેઓ મૂર્ખશિરોમણિ છે. તેઓ ઉભય ભ્રષ્ટ થાય છે. — ભાવાર્થ નિર્વિકલ્પ સમાધિ ઘટતાં આત્માનુભૂતિ થાય છે અને આ સમાધિ અર્થે અષ્ટાંગ યોગની સાધના દર્શાવવામાં આવી છે. પરંતુ જ્યાં અશુભ યોગ મુખ્યપણે પ્રવર્તતાં હોય ત્યાં સીધી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ શકતી નથી. તે અર્થે છ આવશ્યકરૂપ ધર્મક્રિયાઓ પણ દર્શાવવામાં આવી છે કે જેથી જીવ શુભ યોગમાં સ્વરૂપલક્ષે પ્રવર્તન કરી, યોગસાધના દ્વારા શુદ્ધ ભાવ સુધી પહોંચી શકે. પરંતુ જે જીવ હજી વિશેષપણે અશુભ યોગમાં પ્રવર્તતો હોય, છતાં પણ જો તે યોગસાધનાને, ધ્યાનાભ્યાસને મુખ્ય કરી માત્ર તેમાં રત રહે અને ધર્મક્રિયાઓ છોડી દે તો તે શુદ્ધ ભાવ આત્મસમાધિ પ્રાપ્ત કરી શકતો નથી, પણ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે. તેને અશુભ ભાવોની હાજરીથી સુખ-શાંતિ મળતાં નથી અને મોક્ષમાર્ગથી પતન થતાં રત્નચિંતામણિ જેવો આ મનુષ્યભવ નિરર્થક જાય છે તથા તેનું ભવભ્રમણ વધી જાય છે. - Page #108 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક શ્લોક-૧૦૧ ૧૦૧ प्रातिहार्यमियं धत्ते निवृत्तिर्निवृत्तिश्रियः । य एव रोचतेऽमुष्यै तां स एव हि पश्यति ॥ અર્થ – આ નિવૃત્તિ (ઉપરરિત) મોક્ષલક્ષ્મીની પ્રતિહારીનું કામ કરે છે. તેથી જે પુરુષ એ નિવૃત્તિને ગમે છે, તે પુરુષ મોક્ષલક્ષ્મીનું દર્શન કરી શકે છે. - ભાવાર્થ જેમ રાજાનું દર્શન કરવા ઇચ્છનારને જો દ્વારપાળ અટકાવે તો તે રાજાનાં દર્શન કરી શકતો નથી; તેમ નિવૃત્તિ મોક્ષલક્ષ્મીની દ્વારપાળ હોવાથી, મોક્ષલક્ષ્મીનું દર્શન કરવા ઇચ્છનાર જો નિવૃત્તિને ઉપાસે નહીં તો તે મોક્ષલક્ષ્મીનાં દર્શન કરી શકતો નથી. સર્વ પરભાવથી સર્વ પ્રકારે જ્યાં સુધી નિવૃત્ત ન થવાય ત્યાં સુધી મોક્ષ થતો નથી. અંશમાત્ર પરભાવ મોક્ષને અટકાવતો હોવાથી તેના સંપૂર્ણ નાશ માટે અત્યંતર નિવૃત્તિ સેવવાયોગ્ય છે. અત્યંતર નિવૃત્તિમાં બાહ્ય નિવૃત્તિ સહાયભૂત થાય છે, પણ માત્ર બાહ્ય નિવૃત્તિથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી; તેથી તેના અવલંબને અત્યંતર નિવૃત્તિ સાધવાની છે - એ લક્ષ સહિત બાહ્યથી નિવૃત્ત થઈ આત્મસાધના કરતાં મોક્ષલક્ષ્મીનાં દર્શન થાય છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સામ્યશતક બ્લોક-૧૦૨ अहो , वणिक्कला कापि मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन, तुलितं दीयते सुखम् ॥ અર્થ - અહો! મનની આ વણિકકળા કેવી મોટી છે કે જે મન નિવૃત્તિરૂપ ત્રાજવાથી તોળીને જેટલું જોઈએ તેટલું સુખ આપે છે! ભાવાર્થ – મન બંધ અને મોક્ષનું કારણ છે. તે જો સંસારમાં ભટક્યું તો દુઃખનું કારણ બને છે અને જો પરદ્રવ્ય-ભાવથી નિવૃત્ત થાય તો સુખ જ સુખ છે. જેટલા પ્રમાણમાં તે નિવૃત્ત થાય, તેટલા પ્રમાણમાં સુખી થવાય. સર્વભાવથી સંપૂર્ણ નિવૃત્ત થતાં અનંત મોક્ષસુખ પ્રાપ્ત થાય છે. એટલે સંથકારે મનને વાણિયાની ઉપમા આપતાં કહ્યું કે મન નિવૃત્તિના પ્રમાણમાં સુખ આપે છે. જેમ જેમ સામ્યભાવ પુષ્ટ થાય તેમ તેમ અત્યંતર નિવૃત્તિની વૃદ્ધિ થાય અને તેટલા પ્રમાણમાં આત્મસુખમાં રમણતા થાય. આત્મસુખની પ્રાપ્તિ આંતર નિવૃત્તિ વિના થતી નથી, એટલે અત્યંતર નિવૃત્તિ લેવા ઉપર લક્ષ હોવો ઘટે છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સામ્યશતક બ્લોક-૧૦૩ साम्यदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् || અર્થ – પારાના જેવું અતિ ચંચળ મન, સામ્યગુણરૂપ દિવ્ય ઔષધિના સ્થિરપણાના મહિમાથી ક્રિયારહિત થઈ કલ્યાણપણું ધારણ કરે છે. ભાવાર્થ – જેમ પારાને પકડવાનો ગમે તેટલો યત્ન કરવામાં આવે તોપણ તે હાથમાંથી સરી પડે છે, તેમ મન પણ અતિ ચંચળ છે, તેને વશ કરવું અતિ દુર્ઘટ છે, પણ સામ્યગુણરૂપ ઔષધિ વડે તેને બાંધી શકાય છે. પરદ્રવ્ય-ભાવથી ઉદાસીને થતાં મનને ભટકવા માટે ક્ષેત્ર મળતાં નથી. વિષય-કષાય ન મળતાં નવરું થયેલું મન આત્મા તરફ વળે છે, અર્થાત્ તે આત્મા સંબંધી ચિંતન-મનનમાં તેમજ ધર્મક્રિયામાં જોડાય છે. સામ્યભાવમાં રમણતારૂપ આંતરિક સાધના સાથે-મન-કાયા જોડાતાં આત્મસ્થિરતા સહજતાથી આવે છે. જેમ જેમ આત્મસ્થિરતા આવતી જાય છે, તેમ તેમ મન વિલીન થતું જાય છે. અને જીવ આત્મહિત સાધે છે. વળી, તે કલ્યાણમૂર્તિ બીજા જીવોને પણ તેમનું કલ્યાણ સાધવામાં સહાયભૂત થાય છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સામ્યશતક શ્લોક-૧૦૪ भूयांसि यानि शास्त्राणि, यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किंचित्तेषामंचलमंचतु ।। અર્થ – મહાત્માઓનાં રચેલાં જે જે ઘણાં શાસ્ત્રો છે, તે તે શાસ્ત્રોના એક એક પ્રદેશને આ સામ્યશતક પ્રાપ્ત થાઓ. ભાવાર્થ – સામ્યભાવ વડે ઉપશાંત થયેલો જીવ, કિની ભગવંતોએ આત્મહિતાર્થે રચેલાં શાસ્ત્રોનું અધ્યયન કરે તો તેમાં છુપાયેલાં રહસ્યોનો તે જ્ઞાતા થાય અને તેને આત્મકલ્યાણની ભાવના જાગે. સ્વાધ્યાય કરતાં પોતાના દોષ પ્રત્યે જાગૃત થવાય અને દોષનિવારણ માટેનો પુરુષાર્થ ઊપડે. તેથી ગ્રંથકાર આશિષ આપતાં કહે છે કે આ લઘુ ગ્રંથ સર્વને અધ્યાત્મનું પ્રવેશદ્વાર બનો અને સર્વ જીવો આત્મહિત સાધી સુખી થાઓ. Page #112 -------------------------------------------------------------------------- ________________ - સામ્યશતક શ્લોક-૧૦૫ क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः, श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द નીવાતવે ।। અર્થ ક્લેશાવેશનો ત્યાગ કરીને, સામ્યભાવનું માત્ર પૂર્ણ રીતે ધ્યાન કર્યું હોય તોપણ યોગીન્દ્રની મુદ્રાને ધારણ કરનારા પુરુષોને શુભ કલ્યાણપણું આપે છે, એવો આ સામ્યભાવરૂપ સિદ્ધરસ કે જે મોક્ષલક્ષ્મીવાળો અને અદ્ભુત વૈભવવાળો છે, તેને વિદ્વાનોના આનંદને જિવાડવા માટે મેં કહ્યો છે. ૧૦૫ - ભાવાર્થ ક્લેશના આવેશથી રહિત થઈને, શાંત થઈને જો સામ્યભાવની ઉપાસના કરવામાં આવે તો આ સામ્યભાવ યોગીજનોને પણ વિશેષ કલ્યાણનું નિમિત્ત બને છે, આત્મહિત સાધવામાં ઉપકારી બને છે. આવો સામ્યભાવ સિદ્ધરસ છે, અર્થાત્ જેમ સિરસ વડે લોખંડ સુવર્ણ બની જાય છે, તેમ મોહાંધ જીવને સમ્યક્ દૃષ્ટિ મળે છે, અજ્ઞાની જીવ જ્ઞાની બને છે. વળી, તે મોક્ષલક્ષ્મી સાથે લગ્ન કરાવી આપે છે, અર્થાત્ જીવ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવ આવો અદ્ભુત વૈભવવાળો હોવાથી તેને ગ્રંથબદ્ધ કર્યો કે જેથી વિદ્વાનો પણ આનંદિત થઈ, તે ભાવમાં જોડાઈ આત્મકલ્યાણ સાધી શકે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સામ્યશતક श्रीमच्चंद्रकुलांबुजैकतरणेः षट्तर्क विद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः । शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन - सिंहेन य नव्यं साम्यशतं तदस्तु सहृदामुज्जागरुकं हृदि । અર્થ – શ્રીમાન ચંદ્રકુળરૂપી કમળમાં સૂર્ય સમાન, છ તર્ક (દર્શન) વિદ્યારૂપી અરણ્યમાં સિંહ સમાન, અધ્યાત્મજ્ઞાનનું સેવન કરનારા ગુરુદેવશ્રી અભયદેવસૂરિના એક નાનકડા શિષ્ય વિજયસિંહે આ નવીન સામ્યશતક રચેલું છે. તે સહૃદય પુરુષોનાં હૃદયમાં બોધની જાગૃતિ આપનાર થાઓ. Page #114 -------------------------------------------------------------------------- ________________ साम्यशतक अहंकारादिरहितं निःछद्मसमतास्पदम् । आद्यमप्युत्तमं किंचित् पुरुषं प्रणिदध्महे ||१|| उन्मनीभूयमास्थाय निर्माय समतावशात् । जयन्ति योगिनः शश्वदंगीकृत शिवश्रियः ||२|| औदासीन्यक्रमस्थेन भोगिनां योगिनामयम् । आनंदः कोऽपि जयतात् कैवल्यप्रतिहस्तकः ॥३॥ साम्यपीयूषपाथोधि स्नाननिर्वाणचेतसाम् । योगिनामात्मसंवेद्यमहिमा जयताल्लयः ॥४॥ आस्तामयं लयः श्रेयान् कलासु सकलास्वपि । निष्कले किल योगेऽपि स एव ब्रह्मसंविदे ||५|| नित्यानन्द अमृतं स्यादिमं यः कश्चिन्न लयः साम्ये मनागाविर्मून्मम । तमाशु वचसां पात्रं विधातुं यतते मतिः ॥७ ॥ अष्टांगस्यापि योगस्य रहस्यमिदमुच्यते । यद् विषयासंगत्यागान्माध्यस्थ्य सेवनम् ||८|| राग-द्वेष परित्यागाद्विषयेष्वेषु वर्तनम् । औदासीन्यमिति प्राहुरमृताय रसांजनम् ||९|| तस्यानघमहो बीजं निर्ममत्वं स्मरन्ति यत् । तद्योगी विदधीताशु तत्रादरपरं मनः ||१०|| विहाय विषयग्राममात्माराममना सुधारश्मेरमनस्ककलामला 4. बीजमनपाया जयत्यसौ ||६|| भवन् । निर्ममत्वसुखास्वादान्मोदते योगिपुंगवः ॥११॥ Page #115 -------------------------------------------------------------------------- ________________ સાભ્યશતક ૧૦૮ येऽनिशं समतामुद्रां विषयेषु नियुअते । करणैश्वर्यधुर्यास्ते योगीनो हि नियोगिनः ||१२|| ममत्ववासना नित्यसुखनिर्वासनानकः । निर्ममत्वं तु कैवल्यदर्शनप्रतिभूः परम् ||१३।। भुव्यभिष्वंग एवायं तृष्णाज्वरभरावहः । निर्ममत्वौषधं तत्र विनियुंजीत योगवित् ॥१४।। पर्यवस्यति सर्वस्य तारतम्यमहो क्वचित् । निर्ममत्वमतः साधु कैवल्योपरि निष्ठितम् ||१५|| ममत्वविषमूर्छालमांतरं तत्त्वमुच्चकैः । तद्वैराग्यसुधासेकाच्चेतयंते .. हि योगिनः ||१६|| विरागो... विषयेष्वेषु परशुभविकानने । समूलकाषं कषित ममता-वल्लिरुल्बणः ।।१७।। शरीरकेऽपि दुःखाय मोहमाधाय तत्पराः । क्लिश्यन्ते जंतवो हंत, दुःस्तरा भववासना ।।१८।। अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विज़ुभते । अहंकारभवात्तेषां यदंधं करणं . श्रुतम् ||१९|| श्रुतस्य व्यपर्दशेन विवर्तस्तमसामसौ । अंतः संतमसः स्फातिर्यस्मिन्नुदयमीयुषी ||२०|| केषांचित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् । . पयोऽपि खलु मंदानां सन्निपाताय जायते ॥२१।। ममत्वपंकं निःशंकं परिमाष्टुं समंततः । वैराग्यवारिलहरी । परिरंभपरो भव ॥२२।। .. रागोरग विषज्वालावलीढ़ द्रढचेतनः । _ न किंचिच्चेतति स्पष्टं विवेकविकलः पुमान् ॥२३।। Page #116 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક १०८ तद्विवेकसुधांभोधौ स्नायं स्नायमनामयः । विनयस्व स्वयं रागभुजंगम महाविषम् ।।२४।। बहिरंतर्वस्तुतत्त्वं प्रथयन्तमनश्वरम् । विवेकमेकं कलयेत्तार्तीयीकं विलोचनम् ॥२५।। उद्दामक्रममाबिभ्रद् द्वेषदंतावली बलात् । धर्माराममयं भिन्दन् नियम्यो जितकर्मभिः ॥२६।। सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः । निर्वाप्यः प्रशमोद्दामपुष्करावर्तसेकतः ||२७|| वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा । विद्वांसोऽपि वशे यस्याः कृत्रिमैः किल किंचितैः ||२८|| यावज्जागर्ति संमोहहेतुः संसारवासना । निर्ममत्वकृते तावत् कुतस्त्या जन्मिनां रुचिः ।।२९।। दोषत्रयमयः सैषः संस्कारो विषमज्वर: .... मेदूरीभूयते येन कषायक्वाथयोगतः ||३०|| तत्कषायानिमांच्छेतुमीश्वरीमविनश्वरम् । पावनां वासनामेनामात्मसात्कुरुते द्रुतम् ||३१।। स्पष्टं दुष्टो ज्वरः क्रोधः चैतन्यं दलयन्नयम् । सुनिग्राह्यः प्रयुज्याशु सिद्धौषधिमिमां क्षमाम् ||३२|| आत्मनः सततस्मेरसदानन्दमयं वपुः । स्फुरल्लुकाजिलस्फातिः कोपोऽयं ग्लपयत्यहो ॥३३।। व्यवस्थाप्य समुन्मीलदहिंसा वल्लिमंडपे । निर्वापय तदात्मानं क्षमा श्रीचन्दन द्रवैः ॥३४।। क्रोधयोधः कथंकारमहंकारं करोत्ययम् । लीलयैव पराजिग्ये क्षमया रामयापि च ॥३५।। Page #117 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसंपदम् । नित्यं पतिव्रता वृत्तं क्षांतिरेषा निषेवते ||३६|| ૧૧૦ कारणानुगतं कार्यमिति निश्चिनु मानस! निरायासं सुखं सूते यन्निः क्लेशमसौ क्षमा ||३७|| अखर्वगर्व शैलाग्र शृंगादुद्धरकंधरः । पश्यन्नहयुराश्चर्यं गुरुनपि न पश्यति ||३८|| श्रितः । उच्चैस्तरमहंकारनगोत्संगमसौ युक्तमेव गुरुन्मानी मन्यते यल्लघीयसः ॥ ३९ ॥ तिरयन्नुज्वलालोकमभ्युन्नतशिराः पुरः । निरुणद्धि सुखाधानं मानो विषमपर्वतः ॥४०॥ मानमहीधरम् । मृदुत्वभिदुरोद्योगादेनं मित्वा विधेहि हे स्वात! प्रगुणं सुखवर्तिनीम् ||४१|| किल चित्रमंभोजिनीकोमलं वज्रसारमहंकारपर्वतं सर्वतः मार्दवम् । स्यति ||४२|| अस्मिन् संसारकान्तारे स्मेरमाया लतागृहे । अश्रान्तं शेरते हंत, पुमांसो हतचेतसः ||४३|| मायावल्लीवितानोऽयं रुद्धब्रह्मांडमंडपः । विधत्ते कामपिच्छायां पुंसां संतापदीपनम् ||४४|| सूत्रयंती गतिं जिह्मां मार्दवं बिभ्रति बहिः I अजस्त्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् ॥४५॥ प्रणिधाय - ततश्चेतः तन्निरोधविधित्सया । ऋजुतां जांगुलीमेतां शीतांशु महसं स्मरेत् ॥४६॥ लोभद्रुममवष्टभ्य तृष्णावल्लिरुदित्वरी । आयासकुसुमस्फीता, दुःखैरेषा फलेग्रहिः ॥४७॥ Page #118 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૧૧૧ आशाः कुवलयन्नुच्चैस्तमो मांसलयन्नयम् । लोभः पुमर्थहंसानां प्रावृषेण्यघनाघनः ||४८|| क्षमाभृदप्रियः साधुवृत्तलक्ष्मीविनाकृतः । मर्यादामदयं लुपन् लोभोऽम्बुनिधिरयं नवः |४९।। लवणो दन्वतो यः स्यादगाधबोधने विभुः । अलंभविष्णुः सोऽप्यस्य नैव वैभवसंविदे ॥५०॥ समंतात् तस्य शोषाय स्वस्थीकृतजलाशयम् । इमं मानससंतोषमगस्तिं श्रय सत्वरम् ||५१।। यस्मै समीहसे स्वांत! वैभवं भवसंभवम् । अनीहयैव तद्वश्यमवश्यं श्रय शंसुखम् ॥५२|| अजितैरिंन्द्रियैरेषः कषायविजयः कुतः? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ॥५३।। एतानि सौमनस्यस्य द्विषन्ति महतामपि । . स्वार्थसंपत्तिनिष्टानि स्पर्धन्ते हंत दुर्जनैः ||५४|| यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि । इन्द्रियाणि तु दुर्वृत्ता, न्यमुत्रापि प्रकुर्वते ||५५।। भोगिनो द्रग्विषाः स्पष्टं द्रशा स्पृष्टं दहंत्यहो । स्मृत्यापि विषयाः पापाः दंदह्यन्ते च देहिनः ॥५६।। विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् । नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ॥५७।। यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः । तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः ॥५८।। यदात्मन्येव निःक्लेशं नेदियोऽकृत्रिमं सुखम् । अमिभिः स्वार्थलाम्पट्यादिन्द्रियैस्तद्विबाध्यते ॥५९।। Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સામ્યશતક अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः । क्षणादक्षैः श्रुतबलं लीलयैव विलुप्यते ॥६०।। स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः । विसृत्वरेण रजसा तत्त्वदृष्टिर्विलीयते ॥६१।। इन्द्रियाण्येव पंचेषुर्विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते पदं वक्षसि विद्विषाम् |६२।। वीरपंचतयीमेतामुरीकृत्य मनोभवः । उपैति सुभटश्रेणी संख्यारेखां न पूरणीम् ॥६३।। अहो संकल्पजन्मायं विधाता नूतनः किल । क्लेशजं दुःखमप्येतद्धत्ते यस्तु सुखाख्यया ||६४।। विषमेषुरयं.... धूर्तचक्रशक्रत्वमर्हति । दुःखं सुखतयादर्शि येन विश्वप्रतारिणा ||६५।। यस्य साम्राज्यचिंतायां प्रधानं हंत योषितः । सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ॥६६।। दर्शयन्ति रवलवैरतथ्यमपि तात्त्विकम् । या इन्द्रजालिकप्रष्टास्ताः किं विश्रम्भभाजनम् ॥६७|| निजलालाविलं लीढे यथा श्वा शुष्ककीकसम् । स्ववासनारसाज्जन्तुर्वस्तुभिः प्रीयते तथा ॥६८।। विधाय कायसंस्कारमुदारघुसृणादिभिः । आत्मानमात्मनैवाहो, वंचयन्ते जडाशयाः ॥६९।। स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तुः तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः ॥७०|| संचरिष्णुरसौ स्वैरं विषयग्रामसीमसु । स्वान्तदंती वशं याति वीतकर्मानुशासनात् ॥७१।। Page #120 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૧૧૩ मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः । बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ॥७२।। चक्षुष्यद्वेष्यतां भावेष्विन्द्रियैः स्वार्थतः कृताम् । आत्मन् स्वस्याभिमन्वानः, कथं नु मतिमान् भवान् ||७३।। अवधत्से यथा मूढ! ललना-ललिते मनः । मैत्र्यादिषु तथा धेहि, विधेहि हितमात्मनः ॥७४।। आत्मन्येव हिनेदिष्टे निरायासे सुखे सति । किं ताम्यसि बहिर्मूढ! सतृष्णायामिवैणकः ॥७५।। प्रियाप्रियव्यवहृतिर्वस्तुनो वासनावशात् । अंगजत्वे सुतःप्रेयान्, यूकालिक्षमसंमतम् ॥७६।। इदं कृत्रिमकर्पूरकल्पं संकल्पजं सुखम् । रंजयत्यंजसा मुग्धानंतरज्ञानदुःस्थितान् ।।७७।। ममत्वं माम भावेषु वासनातो, न वस्तुतः । औरसादपरत्रापि पुत्रवात्सल्यमीक्ष्यते ||७८|| वासनावेशवशतो ममता न तु वास्तवी । गवाश्वादिनि विक्रीते, विलीनेयं कुतोऽन्यथा ||७९।। विश्वं विश्वमिदं यत्र मायामयमुदाहृतम् । अवकाशोऽपि शोकस्य कुतस्तत्र विवेकिनाम् ।।८०।। धिगविद्यामिमां मोहमयीं विश्वविसृत्वरीम् । यस्याः संकल्पितेऽप्यर्थे तत्त्वबुद्धिर्विजृभते ।।८१।। अनादिवासनाजालमाशातन्तुभिरुम्भितम् ।। निशातसाम्यशस्त्रेण निकृन्तति महामतिः ||८२।। . अनादिमायारजनी, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ||८३|| Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સામ્યશતક अध्यात्मोपनिषद्विजमौदासीन्यममन्दयन् ।। न किंचिदपि यः पश्येत्स पश्येत् तत्त्वमात्मनः ||८४|| निःसंगतां पुरस्कृत्य यः साम्यमवलम्बते । परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ||८५|| दंभजादपि निःसंगाद् भवेयुरिह संपदः । निःछद्मनः पुनस्तस्मात् किं दवीयः परंपदम् ॥८६।। संगावेशान्निवृत्तानां मा भून्मोक्षो वशंवदः । यत्किंचन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ||८७|| स्फुरत्तृष्णालताग्रंथिर्विषयावर्तदुस्तरः । क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ||८८।। विगलद्... बंधकर्माणमद्भुतां समतातरीम् ।। आरुह्य तरसा योगिन् तस्य पारीणतां श्रय ||८९।। शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते तपः । औदासीन्यं विना विद्धि , तद्भस्मनि हुतोपमम् ॥९०|| येनैव तपसा प्राणी मुच्यते भवसंततेः । तदेव कस्यचिन्मोहाद् भवेद् बन्धनिबन्धनम् ||९१।। संतोषः संभवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कंचिदानन्दं जनयत्ययम् ॥९२।। वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । . यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ॥९३।। सूते सुमनसां कंचिदामोदं समतालता । यद्वशादाप्नुयुः सख्यसौरभं नित्यवैरिणः ॥९४।। साम्यब्रह्मास्त्रमादाय विजयन्तां मुमुक्षवः । मायाविनीमिमां मोहरक्षोराजपताकिनीम् ॥९५।। Page #122 -------------------------------------------------------------------------- ________________ साभ्यशत . ૧૧૫ मा मुहः कवि संकल्पकल्पितामृतलिप्सया । निरामयपदप्राप्त्यै सेवस्व समतासुधाम् ॥९६।। योगग्रंथमहांभोधिभवमथ्य मनोमथा । साम्यामृतं समासाद्य सद्यः प्राप्नुहि निर्वृतिम् ॥९७।। मैत्र्यादिवासनामोदसुरभीकृतदिङ्मुखम् । पुमांसं धुवमायान्ति, सिद्धि गांगनाः स्वयम् ॥९८।। औदासीन्योल्लसन्मैत्रीपवित्रं वीतसंभ्रमम् । कोपादिव विमुंचन्ति स्वयं कर्माणि पुरुषम् ।।९९।। योगश्रद्धालवो ये तु नित्यकर्मण्युदासते । प्रथमे मुग्धबुद्धीनामुभयभ्रंशिनो हि ते ||१००। प्रातिहार्यमियं धत्ते निवृत्तिनिवृत्तिश्रियः । य एव रोचतेऽमुष्यै तां स एव हि पश्यति ||१०१।। अहो, वणिक्कला कापि मनसोऽस्य महीयसी । निवृत्तितुलया येन, तुलितं दीयते सुखम् ||१०२।। साम्यदिव्यौषधिस्थेममहिम्ना निहतक्रियम् । कल्याणमयतां धत्ते, मनो हि बहु पारदम् ||१०३।। भूयांसि यानि शास्त्राणि, यानि सन्ति महात्मनाम् । इदं साम्यशतं किंचित्तेषामंचलमंचतु ||१०४।। क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः, श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द जीवातवे ||१०५।। श्रीमच्चंद्रकुलांबुजैकतरणेः षट्तर्क विद्याटवी, सिंहस्याभयदेवसूरिसुगुरोरध्यात्मसंविज्जुषः शिष्यांशेन किमप्यकारि विजयप्राज्येन सिंहेन यनव्यं साम्यशतं तदस्तु सहृदामुज्जागरुकं हृदि ।। Page #123 -------------------------------------------------------------------------- ________________ સમતાશવક (ઉપાધ્યાયશ્રી યશોવિજયજીરચિત) સમતાગંગા મગનતા, ઉદાસીનતા જાત; ચિદાનંદ જયવંત હો, કેવલ ભાનુ પ્રભાત. સકલ કલામેં સાર લય, રહો દૂર સ્થિતિ એહ; અકલ યોગમેં ભી સકલ, લય દે બ્રહ્મ વિદેહ. ચિદાનંદ વિધુકી કલા, અમૃત બીજ અનપાય; જાનિ કેવલ અનુભવિ, કિનહિ કહી કહી ન જાય. ૩ તો ભી આસવ તાપકે, ઉપશમ કારણ નિદાન; બરષતહું તાકે બચન, અમૃતબિંદુ અનુમાન. ૪ ઉદાસીનતા-- પરિનયન, જ્ઞાન ધ્યાન રંગરોલ; અષ્ટ અંગ મુનિયોગકો, એહી અમૃત નિચોલ. અનાસંગ મતિ વિષયમેં, રાગ-દ્વેષકો છેદ; સહજ ભાવમેં લીનતા, ઉદાસીનતા ભેદ. તાકો કારણ અમમતા, તામેં મન વિશ્રામ; કરે સાધુ આનંદઘન, હોવત આતમરામ. મમતા થિર સુખ શાકિની, નિર્મમતા સુખમૂલ; મમતા શિવ પ્રતિકૂલ હૈ, નિર્મમતા અનુકૂલ. ८ મમતા વિષ મૂર્છિત ભયે, અંતરંગ ગુણવૃંદ; જાગે ભાવ નીરાગતા, લગત અમૃતકે બુંદ. ૯ પરિણિત વિષય વિરાગતા, ભવતરુમૂલ કુઠાર; તા આગે ક્યું કરિ રહે? મમતાવેલી પ્રચાર. ૧૦ ૧ ૫ ૬ ૭ હા હા મોહકી વાસના, બુધકું ભી પ્રતિકૂલ; કેવલ શ્રુત-અંધતા, અહંકારકો મૂલ. ૧૧ યા Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૭. સામ્યશતક મોહતિમિર મનમેં જગે, યાકે ઉદય અછે; અંધકાર પરિણામ હે, શ્રુતકે નામેં તેહ. ૧૨ કરે મૂઢમતિ પુરુષકું, શ્રુત ભી મદ ભય રોષ; ન્યું રોગીકે ખીર ધૃત, સનિપાતકો પોષ. ૧૩ ટાલે દાહ તૃષા હરે, ગાલે મમતાપંક; લહરી ભાવ વૈરાગકી, તાકું ભજો નિઃશંક. ૧૪ રાગ ભુજંગમ વિષહરન, ધારો મંત્ર વિવેક; ભવવનમૂલ ઉચ્છેદકું, વિલસે યાકી ટેક. ૧૫ રવિ દૂજો તીજો નયન, અંતર ભાવ પ્રકાશ; કરો ધંધ સબ પરિહરી, એક વિવેક અભ્યાસ. ૧૬ પ્રશમ પુષ્પરાવર્તકે, બરષત હરષ વિશાલ; લેષ હુતાશ બુઝાઈએ, ચિંતાજાલ જ ટાલ. ૧૭ કિનકે વશ ભવવાસના, હોવે વેશ્યા ધૂત? મુનિ ભી જિનકે વશ ભયે, હાવભાવ અવધૂત. ૧૮ જબલો ભવની વાસના, જાગે મોહ નિદાન; તબલો રુચે ન લોકકું, નિર્મમ ભાવપ્રધાન. ૧૯ વિષમ તાપ ભગવાસના, ત્રિવિધ દોષકો જોર; પ્રકટે યાકી પ્રબળતા, ક્વાથ કષાયેં ઘોર. ૨૦ તાતે દુષ્ટ કષાયકે, છેદે હિત નિજ ચિત્ત; ? ધરો એહ શુભ ભાવના, સહજ ભાવમેં મિત્ત! ર૧ સિદ્ધ ઔષધિ ઇક ક્ષમા, તાકો કરો પ્રયોગ; ન્યું મિટિ જાયે મોહઘર, વિષમ ક્રોધ જ્વર રોગ. ૨૨ ચેતનકું કોમલ લલિત, ચિદાનંદમય દેહ; સૂક ભૂક જુર જાત છે, ક્રોધ લૂકતે તેહ. ૨૩ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સામ્યશતક ક્ષમા સાર ચંદનરસે, સીંચો ચિત્ત પવિત્ત; દયાવેલ મંડપ તલ, રહો લહો સુખ મિત્ત! ૨૪ યાકો ભાસે શમ વધુ, ક્ષમા સહજમેં જોર; ક્રોધ યોધ ક્યું કરી કરે, સો અપનો બલ સોર? ૨૫ દેત પેદવર્જિત ક્ષમા, ખેદ રહિત સુખરાજ; ઇનમેં નહિ સંદેહ કછુ, કારન સરિખો કાજ. ૨૬ પર્વત ગર્વ શિખરે ચડ્યો, ગુરુકું ભી લઘુ રૂપ; કહે તિહાં અચરજ કિશ્યો? કથન જ્ઞાન અનુરૂપ. ૨૭ આઠ શિખર ગિરિરાજકે, ઠામેં વિમલાલોક; તો પ્રકાશસુખ ક્યું લહે? વિષમ માનવશ લોક. ૨૮ માન મહીધર છેદ તું, કર મૃદુતા પવિ ઘાત; ન્યું સુખ મારગ સરલતા, હવે ચિત્ત વિખ્યાત. ૨૯ મૃદુતા કોમલ કમલથું, વજસાર અહંકાર; છેદત હ ઇક પલકમેં, અચરજ એહ અપાર. ૩૦ વિકસિત માયાવેલી ઘરિ, ભવ-અટવીકે બીચ; સોવત હે નિત મૂઢ નર, નયન જ્ઞાનકે મીચ. ૩૧ કોમલતા બાહિર ધરત, કરત વક્ર ગતિ ચાર; માયા સાપિણી જગ હસે, સસે સકલ ગુણ સાર. ૩૨ તાકે નિગ્રહ કરનકું, કરો ક્યું ચિત્ત વિચાર; સમરો ઋજુતા જાંગુલી, પાઠસિદ્ધ નિરધાર. ૩૩ લોભ મહાતરુ શિર ચઢી, બઢી ન્યું તૃષ્ણાવેલી; ખેદ કુસુમ વિકસિત ભઈ, ફલે દુઃખતુ મેલી. ૩૪ આગર સબહી દોષકો, ગુન ધનકો બડ ચોર; વ્યસન વેલીકો કંદ છે, લોભ પાસ ચિહું ઓર. ૩૫ Page #126 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ભયે, પાપપંક બહુ હોત; લોભમેઘ ઉન્નત ભયે, ધર્મહંસ રતિ નહુ લહૈ, ચાહે ન જ્ઞાન કોઉ સ્વયંભુરમનકો, જે નર પાવે સો ભી લોભસમુદ્રકો, લહે ન મધ્ય મન સંતોષ અગસ્તિકું, તાકે શોષ નિમિત્ત; નિતુ સેવો જિનિ સો કિયો, નિજ જલ અંજલિ મિત્ત! ૩૮ યા લાલચમેં તું ફીરે, ચિતે તું ડમડોલ; તાલાલચ મિટિ જાત ઘટ, પ્રકટે સુખ રંગરોલ. ૩૯ ધન માનત ગિરિ મૃત્તિકા, ફિરત મૂઢ દુર્ધ્યાન; અખય ખજાનો જ્ઞાનકો, લખે ન સુખનિદાન. ૪૦ હોત ન વિજય કષાયકો, બિન ઇન્દ્રિય વશ કીન; તાતેં ઇન્દ્રિય વશ કરે, સાધુ સહજ ગુણલીન. ૪૧ આપ કાજ પર સુખ હરે, ધરે ન કોસું પ્રીતિ; ઇન્દ્રિય દુર્જન પરિહે, વહે ન ધર્મ ન નીતિ. ૪૨ અથવા દુર્જનથૅ બુરૈ, ઇહ પરભવ દુઃખકાર; ઇન્દ્રિય દુર્જન દેતુ હૈ, ઇહ ભવ દુઃખ ઇક વા૨. ૪૩ નયન ફરસ જનુ તનુ લશેં, હે દૃષ્ટિવિષ સાપ; તિનકુંભી પાપી વિષે, સુમરે કરે સંતાપ. ૪૪ ઇચ્છાચારી વિષયમેં, ફિરતે ઇન્દ્રિયગ્રામ; વશ કીજે પગમેં ધરી, યંત્ર જ્ઞાન પરિણામ. ૪૫ ઉન્મારગગામી અવસ, ઇન્દ્રિય ચપલ તુરંગ; ખેંચી નરક-અરણ્યમેં, લેઈ જાય જાય નિજ સંગ. ૪૬ જે નજીક છે શ્રમ રહિત, બાધત હૈ તાકું કરન, ૧૧૯ ઉદ્યોત. ૩૬ પાર; પ્રચાર. ૩૭ આપહીમેં સુખરાજ; આપ અરથકે કાજ. ૪૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ / ૧૨૦ સામ્યશતક અંતરંગ રિપુ કટક ભટ, સેનાની બલવંત; ઇન્દ્રિય ક્ષણમેં હરત હૈ, શ્રુતબલ અતુલ અનંત. ૪૮ અનિયત ચંચલ કરણ હય, પદ પ્રવાહ રજપૂર; આશા છાદક કરતુ હું, તત્ત્વદૃષ્ટિ બલ દૂર. ૪૯ પંચ બાણ ઇન્દ્રિય કરી, કામ સુભટ જગ જીતિ; સબકે શીર પદ દેતુ છે, ગણે ન કોનું ભીતિ. ૫૦ વીર પંચ ઇન્દ્રિય લહી, કામ નૃપતિ બલવંત; કરે ન સંખ્યા પૂરણી, સુભટ સેણીકો તંત. ૫૧ દુઃખ સબહિ સુખ વિષયકો, કર્મ વ્યાધિ પ્રતિકાર; તાકું મન્મથ સુખ કહે, ધૂર્ત જગત દુઃખકાર. પર ઠગે કામકે સુખ ગિને, પાઈ વિષયકી ભીખ; સહજ રાજ પાવત નહિ, લગી ન સદ્ગુરુ શીખ. ૨૩ અપ્રમાદ પવિ દંડથું, કરી મોહ ચકચૂર; જ્ઞાની આતમપદ લહેં, ચિદાનંદ ભરપૂર. ૫૪ જાકે રાજ વિચારમેં, અબલા એક પ્રધાન; સો ચાહત હે જ્ઞાન જય, કૈસે કામ અયાન. ૫૫ ઔર ભાંતિ મિટિ જાત છે, પ્રકટત જ્ઞાન-ઉદ્યોત; જ્ઞાનીકું ભી વિષયભ્રમ, દિશા મોહ સમ હોત. પ૬ દાખે આપ વિલાસ કરિ, જૂઠેકું ભી સાચ; ઇન્દ્રજાલ પર્વે કામિની, તારું તું મત રાચ. ૫૭ હસિત કુલ પલ્લવ અધર, કુચ ફલ કઠિન વિશાલ; પ્રિયા દેખી મત રાચ તું, યા વિષવેલી રસાલ. ૫૮ ચર્મ મઢિત હે કામિની, ભાજન મૂત પૂરીખ; કામ કીટ આકુલ સદા, પરિહર સુનિ ગુરુશીખ. ૫૯ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સામ્યશતક ચરચત વિષય તજે સો સબ તજે, પાતક દોષ વિતાન; જલધિ તરત નવ ક્યું તરે, ટિની ગંગ સમાન? ૬૦ ચાટે નિજ લાલા મિલિત, શુષ્ક હાડ જ્યું શ્વાન; તેમેં રાચે વિષયમેં, જડ નિજ રુચિ અનુમાન, ૬૧ ભૂષન બહુત બનાવતેં, ચંદન દેહ; વંચત આપહી આપકું, જડ! ધિર પુદ્ગલ નેહ. ૬૨ દુર્દમનકે જય કિયે, ઇન્દ્રિય જન સુખ હોત; તાતેં મનજય કરનકું, કરો વિચાર-ઉદ્યોત. ૬૩ વિષયામકી સીમમેં, ઇચ્છાચારી ચરંત; જિન-આણા અંકુશ ધિર, મનગજ વશ કરો સંત. ૬૪ એક ભાવમન પૌનકો, જૂઠ કહે ગ્રંથકાર; યાતેં પવનહિ અધિક, હોત ચિત્તકો ચાર. ૬૫ જામેં રાચે તાહિમેં, વિરચે કરિ ચિત્ત ચાર; ઇષ્ટ અનિષ્ટ ન વિષયકો, યૂં નિશ્ચય નિરધાર. ૬૬ રાગ-દ્વેષનેં બંધ; કેવલ તામેં કર્મકો, ૫૨મેં નિજ અભિમાન ધરિ, ક્યા ફિરત? હો અંધ! ૬૭ જેસે લલના લલિતમેં, ભાવ ધરતુ હે સાર; તેસે મૈત્રી પ્રમુખમેં, ચિત્ત ધરિ કરિ સુવિચાર. ૬૮ બાહિર બહુરી કહા ફિરે? આપહિમેં હિત દેખ; મૃગતૃષ્ણા સમવિષયકો, સુખ સબ જાતિ ઉવેખ. ૬૯ પ્રિય અપ્રિય વ્યવહાર નિજ, રુચિરસ સાચો નાહિ; અંગજ વલ્લભ સુત ભો, યૂકાદિક નહિ કાહિ. ૭૦ હોવત સુખ નૃપ શંકું, નોબત સુનત સમાન; ઇંક ભોગે ઇંક નાહિ સો, બઢ્યો ચિત્ત અભિમાન. ૭૧ • Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ સામ્યશતક ભવકો સુખ સંકલ્પ ભવ, કૃત્રિમ જિસો કપૂર; રજત હે જન મુગધર્મુ, વર્જિત જ્ઞાન-અંકુર. ૭૨ ગુન મમકાર ન વસ્તકો, સો વાસના નિમિત્ત; માને સુતમેં સુત અધિક, દોરત હે હિત ચિત્ત. ૭૩ મનકૃત મમતા જૂઠ છે, નહિ વસ્તુ પરજાય; નહિ તો વસ્તુ બિકાયથે, ક્યું મમતા મિટિ જાય? ૭૪ જન જનકી રૂચિ ભિન્ન છે, ભોજન નૂર કપૂર; ભોગવંતકું જો રુચે, કરજ કરે સો દૂર. ૭૫ કરભ હસે નૃપ ભોગકું, હસે કરભકું ભૂપ; ઉદાસીનતા બિનું નહિ, દોનુંકું રતિ રૂપ. ૭૬ પરમેં રાચે પર રુચિ, નિજ રુચિ નિજ ગુણ માંહિ; ખેલે પ્રભુ આનંદઘન, ધરિ સમતા ગલે બાંહિ. ૭૭ માયામય જગકો કહ્યો, જહાં સબપિ વિસ્તાર; જ્ઞાનીકું હોવત કહાં, તહાં શોકકો ચાર? ૭૮ શોચત નહિ અનિત્યમતિ, હોવત માલ મલાન; ભાંડે ભી શોચત ભગે, ધરત નિત્ય અભિમાન. ૭૯ કૂટ વાસના મઢિત હૈ, આશાતંતુ વિતાન; છેદે તાકું શુભ મતિ, કર ધરિ બોધકૃપાન. ૮૦ જનની મોહ અંધારકી, માયા રજની કૂર; જ્ઞાન ભાનુ આલોકŽ, તાકો કીજે દૂર. ૮૧ ઉદાસીનતા મગન હુઈ, અધ્યાતમ રસકૂપ; દેખે નહિ કછુ ઔર જબ, તબ દેખે નિજરૂપ. ૮૨ આગે કરી નિસંગતા, સમતા સેવત જેહુ; રમે પરમ આનંદરસ, સત્ય યોગમેં તેહુ. ૮૩ Page #130 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૧૨૩ દંભહી જનિત અસંગતા, ઇહ ભવકે સુખ દેત; દંભ રહિત નિઃસંગતા, કોન દૂર સુખ હેત. ૮૪ મત હો સંગ નિવૃત્ત, પ્રેમ પરમ ગતિ પાઈ; તાકો સમતારંગ પુનિ, કિનહી કહ્યો ન જાય. ૮૫ તિસના વિદ્ગમ વલ્લિ ઘન, વિષય ઘુમર બહુ જોર; ભીમ ભયંકર ખેદ જલ, ભવસાગર ચિહું ઓર. ૮૬ ચાહે તાકો પાર તો, સજ કર સમતા નાઉ; શીલ અંગ દઢ પાટીએ, સહસ અઢાર બનાઉ. ૮૭ કૂ-થંભ શુભ યોગ પરિ, બેઠે માલિમ જ્ઞાન; અધ્યાતમ સઢ બનેં ચલે, સંયમ પવન પ્રમાણ. ૮૮ યોગી જબહુ તપ કરે, ખાઈ જુરે તરુપાત; ઉદાસીનતા બિનુ ભસમ, હુતિમેં સો ભી જાત. ૮૯ છુટે ભાવકે જાલથૈ, જિનહિ તપ કરિ -લોક; સો ભી મોહે કાહુલું, દેત જનમકો શોક. ૯૦ વિષય ઉપદ્રવ સબ મિટ્યો, હોવત સુખ સંતોષ; તાતે વિષયાતીત છે, દેત શાંત રસ પોષ. ૯૧ બિનુ લાલચ બશ હોત છે, વસા બાત યહ સાચ; યાતે કરે નિરીકે, આગે સમરતિ નાચ. ૯૨ દે પરીમલ સમતા લતા, વચન અગોચર સાર; નિત્ય વૈરિ ભી જિહાં વસે, લહતુ પ્રેમ મહકાર. ૯૩ સેના રાખસ મોહકી, જીપે સુખે પ્રબુદ્ધ; બહ્મ બાનિ ઇક લેઇકે, સમતા અંતર શુદ્ધ. ૯૪ કવિમુખ કલ્પિત અમૃતકે, રસમેં મુઝત કાંહિ? ભજો એક સમતા સુધા, રતિ ધરિ શિવપદ માંહિ. ૯૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સામ્યશતક યોગ ગ્રંથ જલનિધિ મથો, મન કરિ મેરુ મથાન; સમતા અમૃત પાઈને, હો અનુભવ રસ જાન. ૯૬ ઉદાસીન મતિ પુરુષ જો, સમતા નિધિ શુભ વેષ; છોરત તાકે ક્રોધકી ધું, આપ કર્મ અશેષ. ૯૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરિ, નિત્ય કરમકો ત્યાગ; પ્રથમ કરે જો મૂઢ સો, ઉભય ભ્રષ્ટ નિર્ભાગ. ૯૮ ક્રિયામૂઢ જૂઠી ક્રિયા, કરે ન થાયે જ્ઞાન; ક્રિયાભ્રષ્ટ એક જ્ઞાન મતિ, છેદે ક્રિયા અજ્ઞાન. ૯૯ તે દોનુંર્થે દૂરિ શિવ, જે નિજ બલ અનુસાર; યોગ રુચિ મારગ ગહે, સો શિવ સાધનહાર. ૧૦૦ નિવૃત્તિ લલનાકું સહજ, અચિરકારી કોલે? જો નર યાકું રુચત છે, યાકું દેખે સોઉ. ૧૦૧ મન પારદ મૂછિત ભયો, સમતા ઔષધિ આઇ; સહજ વેધ રસ પરમ ગુન, સોવન સિદ્ધિ કમાઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહા પુરુષ કૃત સાર; વિજયસિંહસૂરિ કીઓ, સમતાશતક ઉદાર. ૧૦૩ ભાવત જાકું તત્ત્વ મન, હો સમતારસ લીન; ન્યું પ્રગટે તુજ સહજ સુખ, અનુભવગમ્ય અહીન. ૧૦૪ કવિ જશવિજય સુશિખ એ, આપ આપકું દેત; સામ્યશતક ઉદ્ધાર કરી, હેમવિજય મુનિ હેત. ૧૦૫ Page #132 -------------------------------------------------------------------------- ________________ સામ્યશતક ૫૩ ( ૫૩ શ્લોક-પ૩ - ૧ - નિતૈરિદ્િરેષ: પાયવિનય: પુતઃ? तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ।। અર્થ – એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના ક્યાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઇન્દ્રિયોને જીતવી જોઈએ. ભાવાર્થ – જીવ સુખી થવા ઇન્દ્રિયવિષયો પાછળ દોડે છે, પણ તેને સુખના બદલે દુઃખ મળે છે. તેને પોતાનાં દુઃખનાં કારણ બહાર દેખાય છે, તેથી એ કારણો ઉપર તેને ક્રોધ આવે છે. વળી, વિષયસામગ્રીની પ્રાપ્તિ થતાં તે માન સેવે છે, અનુકૂળતા મળે અને પ્રતિકૂળતા ન મળે એ માટે તે માયા આચરે છે અને વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય એવો તેને લોભ રહે છે. આમ, વિષયસુખ માટે તે કષાયોનું સેવન કરતો રહે છે અને દુઃખી થાય છે. જો તેને સુખી થવું હોય તો તેણે કષાયોને ઉપશમાવવા જોઈએ અને કષાયોની ઉપશાંતતા અર્થે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો જોઈએ. તેના ઉપર વિજય પ્રાપ્ત કરવા સર્વ ભાવથી ઉદાસીન થવું જોઈએ, વૈરાગ્ય ધારણ કરવો જોઈએ.