________________
૫૮
સામ્યશતક
બ્લોક-૫૮
यदामनन्ति विषयान् विषसब्रह्मचारिणः ।
तदलीकममी यस्मादिहामुत्रापि दुःखदाः ।। અર્થ – કેટલાક લોકો) વિષયોને વિષ સમાન કહે છે તે ખોટું છે, કારણ કે વિષ (ઝેર) તો આ લોકમાં જ દુ:ખ આપે છે, જ્યારે વિષયો આ લોક અને પરલોકમાં પણ દુઃખ આપે છે. ભાવાર્થ – વિષયો વિષ સમાન છે એમ કહેવું અસત્ય છે, કારણ કે વિષ તો માત્ર વર્તમાન જીવન જ નષ્ટ કરે છે, તે માત્ર દ્રવ્યપ્રાણ હરે છે; જ્યારે વિષયો તો ભાવપ્રાણને હરી લે છે. ભાવપ્રાણ હરનાર વિષયો આ ભવ તો બગાડે છે અને વળી પરભવ પણ બગાડે છે. કોઈ એક ઇન્દ્રિયવિષયની લોલુપતા પણ કઈ રીતે જીવન હરી લે છે તેનાં દૃગંતો શાસ્ત્રમાં આપવામાં આવ્યાં છે, તો જે પાંચ ઇન્દ્રિયોને વશ થાય છે તે તો પોતાના આત્માને જ ખોઈ બેસે છે. તેની પાસે દુઃખ, ક્લેશ અને દુર્ગતિની પરંપરા સિવાય કંઈ જ બચતું નથી.