SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યશતક પ૭ બ્લોક-પ૭ विषयेष्विन्द्रियग्रामश्चेष्टमानोऽसमंजसम् ।। नेतव्यो वश्यतां प्राप्य साम्यमुद्रां महीयसीम् ।। અર્થ - વિષયોમાં અયોગ્ય ચેષ્ટા કરનારી ઇન્દ્રિયોના સમૂહને, સમતાની મોટી મુદ્રા પ્રાપ્ત કરી વશ કરવો જોઈએ. ભાવાર્થ – ઇન્દ્રિયવિષયોમાં લંપટ જીવને સ્વભાવ-વિભાવનો, ધર્મ-અધર્મનો, સત્ય-અસત્યનો, સાર-અસારનો વિવેક હોતો નથી. આવો વિવેકહીન જીવ માન-મર્યાદાની, લાજ-શરમની પરવા કર્યા વિના યથેચ્છ વિહરી, મન ફાવે તેમ ભોગ ભોગવે છે અને રાગ-દ્વેષ-મોહ વડે આત્માને પીડે છે. જીવ જો ઇન્દ્રિયરૂપી અશ્વોને વશ કરે તો તે શાંતિ, પ્રસન્નતા, સંતોષ અનુભવે છે. આ ઇન્દ્રિયરૂપી બળવાન અશ્વોને વશ કરવા માટે સમતાભાવનું સેવન, તેમાં નિરંતર રમણતા એ અદ્વિતીય અને અચૂક ઉપાય છે. સમતારસથી ભાવિત થયેલા ચિત્તના કારણે ઇન્દ્રિયોની ચંચળતા ઘટે છે અને રાગ-દ્વેષ મંદ થાય છે. તેથી ઇન્દ્રિયસમૂહનો પરાજય કરવા જીવે અતિ પ્રભાવશાળી એવી સમતાની મુદ્રા ધારણ કરવી જોઈએ.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy