________________
સામ્યશતક શ્લોક-9
संगावेशान्निवृत्तानां मा भून्मोक्षो वशंवदः I यत्किंचन पुनः सौख्यं निर्वक्तुं तन्न शक्यते ।।
૮૭
-
અર્થ - સંગના આવેશથી નિવૃત્ત થયેલા પુરુષોનો ભલે કદી મોક્ષ ન થાય, પરંતુ તેમને જે સુખ મળે છે તે અનિર્વચનીય હોય છે.
–
ભાવાર્થ સ્વસ્વરૂપમાંથી મળતાં સુખની સરખામણી પરના આશ્રયે મળતાં સુખ સાથે થઈ જ ન શકે, કારણ કે એ બન્નેની જાત જ જુદી છે. એક અવ્યાબાધ સુખ છે, જ્યારે બીજું દુઃખરૂપ છે. અજ્ઞાની પરથી મળતાં સુખને સુખ માનતો હોવાથી, અવ્યાબાધ સુખનું સ્વરૂપ તેની કલ્પનામાં પણ આવે તેવું નથી. તે એ સુખને સમજી શકે એમ પણ નથી. યોગી મહાત્માને આત્માનુભૂતિ વખતે એ સુખનો અનુભવ થયો હોય છે, પણ કેવળજ્ઞાન પહેલાં એ સુખ અખંડ રહેતું નથી. ભલે મોક્ષ મળતાં સમય લાગે, અર્થાત્ ભલે એ સુખ નિરંતર ન મળ્યું હોય, ભલે થોડા સમય માટે એનો અનુભવ થયો હોય તોપણ એ અનુભવ એટલો અદ્ભુત છે કે તે શબ્દોમાં મૂકી શકાતો નથી. એ સુખને વર્ણવવા માટે શબ્દનું સામર્થ્ય ઓછું પડે છે, અર્થાત્ એ સુખ અનિર્વચનીય છે.
,