________________
८८
સામ્યશતક
બ્લિોક-66
स्फुरत्तृष्णालताग्रंथिर्विषयावर्तदुस्तरः ।
क्लेशकल्लोलहेलाभिभैरवो भवसागरः ।। અર્થ – આ સંસારરૂપ સમુદ્રમાં તૃષ્ણારૂપી લતાગ્રંથિઓ સ્કુરાયમાન થાય છે, વિષયોરૂપ આવર્તેથી તે દુસ્તર છે અને ક્લેશરૂપ તરંગોની ક્રીડાથી ભયંકર છે. ભાવાર્થ – જ્ઞાની ભગવંતોએ સંસારને સમુદ્રની ઉપમા આપી એનું જ સ્વરૂપ દર્શાવ્યું છે, તે જો યથાર્થ રીતે રહણ થાય તો આ અનંત, અપાર સંસારસમુદ્ર તરીને ભવપાર થઈ શકાય. પરંતુ આ દુસ્તર, ભયંકર ભવસાગરમાં અનંત કાળથી જીવો ડૂબી રહ્યા છે, અશાંતિની ગર્તામાં ખોવાઈ ગયા છે, કારણ કે સંસારસમુદ્રમાં તૃષ્ણારૂપી લતાઓ ખૂબ જ વિશેષ પ્રમાણમાં ફેલાયેલી હોવાથી, તેમાં તરનાર એ લતાઓમાં અટવાઈ જાય છે. વળી, વિષયોની ખતરનાક ભમરીઓથી ભરેલા આ સંસારસમુદ્રમાં તરનાર એ ભમરીઓમાં ફસાઈ જાય છે. તેમાં ક્લેશરૂપ તરંગો એટલા ઊંચા ઊઠે છે કે તરનાર એની સાથે ઊછળી, ઊછળીને પછડાઈ જાય છે અને તેમાં ડૂબી જાય છે.
માં હા
એટલા
બજ ઊછળી. છે