________________
સામ્યશતક
બ્લોક-૯
विगलद् बंधकर्माणमद्भुतां समतातरीम् ।
आरुह्य तरसा योगिन् तस्य पारीणतां श्रय ।। અર્થ – હે યોગી, જે નાવડીનાં બંધકર્મ (લંગર) તૂટી ગયાં છે, એવી સમતા(સામ્ય)રૂપ અભુત નાવડીમાં બેસી જલદી ભવસાગરને તરી જા. ભાવાર્થ – સામ્યભાવની અદ્દભુત નાવડી તૃષ્ણા, વિષયો, ક્લેશથી ભરેલો સંસાર સમુદ્ર તરવા માટે એક સમર્થ સાધન છે. આ નાવડીનાં લંગર તૂટી ગયાં છે, જેથી કશે. પણ રોકાવું હોય, અટકવું હોય તોપણ તે શક્ય બનતું નથી. તે યોગીજનો, જો સંસારથી પાર ઊતરવું હોય તો એક સમયનો પણ વિલંબ કર્યા વિના આ સામ્યભાવની નાવડીમાં બેસી જાઓ. તેમાં જો સવાર થઈ ગયા તો પરમાં રહેલી આસક્તિ છૂટી જાય છે, તેથી તૃષ્ણા પણ હેરાન કરી શકતી નથી. વિષયોમાંથી સુખબુદ્ધિ નીકળી જવાથી દુર્ગતિની પરંપરા છેદાઈ જાય છે અને સમત્વભાવમાં સ્થિતિ થતાં, ક્લેશ નાશ પામતાં દુઃખથી મુક્ત થવાય છે. ,