SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ સામ્યશતક શ્લોક-૦ તપ: I शीर्णपर्णाशनप्रायैर्यन्मुनिस्तप्यते औदासीन्यं विना विद्धि तद्भस्मनि हुतोपमम् ॥ અર્થ સૂકાં પાંદડાંનો આહાર કરવારૂપ જે તપ મુનિજન કરે છે, તે તપ સમતા વિના કરવામાં આવે તો તે રાખમાં હોમેલા પદાર્થ જેવું સમજો. - ભાવાર્થ ઉપવાસ, રસત્યાગ આદિ બાહ્ય તપ કષાયોને ઉપશાંત કરવા, વિષયોથી વિરક્ત થવા, ઇન્દ્રિયોને વશ કરી વિષયવિકારો ઉપર વિજય મેળવવા, રાગ-દ્વેષને ક્ષીણ કરવા, ચિત્તવૃત્તિની શુદ્ધિ કરવા, માધ્યસ્થ્યભાવની પુષ્ટિ કરવા માટે કરવામાં આવે છે. પરંતુ આ લક્ષ વિના, સંસારથી ઉદાસીન થયા વિના માત્ર સૂકાં પાંદડાંનું ભોજન લેવું તે તપ નથી. જેમ રાખમાં હોમેલા ઘીથી અગ્નિની પ્રાપ્તિ થતી નથી, પણ તે ઘી નકામું જાય છે; તેમ સમતાભાવ વિનાના તપ વડે આત્મશુદ્ધિ થતી નથી. તે તપ મોક્ષાર્થે નિષ્ફળ જાય છે.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy