________________
સામ્યશતક
પપ
શ્લોક-પપ
यद्वामी पिशुनाः कुर्युरनार्यमिह जन्मनि ।
इन्द्रियाणि तु दुर्वृत्ता, न्यमुत्रापि प्रकुर्वते ।। અર્થ – અથવા પેલા દુર્જનો તો આ જન્મમાં જ અનર્થ કરે છે, જ્યારે દુષ્ટ આચરણવાળી ઇન્દ્રિયો તો આ જન્મમાં અને પરલોકમાં પણ અનર્થકારી છે. ભાવાર્થ – જે પોતાના સ્વાર્થ માટે ગમે તેવું આચરણ કરતાં પણ સંકોચ ન પામે, ઉપકાર કરનાર ઉપર અપકાર કરતાં જે ખચકાટ ન અનુભવે, પોતાના સુખ માટે બીજાને દુઃખી કરી શકે, બરબાદ કરી શકે તેવો દુર્જન પણ વધુમાં વધુ કોઈનો આ ભવ જ બગાડી શકે છે. તે ગમે તેટલો દુર્જન હોય તોપણ પરભવ બગાડવા તે સમર્થ નથી. પરંતુ ઇન્દ્રિયવિષયો પાછળ પાગલ થનાર ગમે તેવું પાપાચરણ કરતાં અટકતો નથી. તે વિષય-કષાયમાં એવો તો ફસાય છે કે આ ભવમાં તો દુઃખ-અશાંતિ પામે છે, સાથે સાથે પરભવ પણ બગાડે છે. આમ, ઇન્દ્રિયો દુર્જન કરતાં પણ વધુ અનર્થકારી છે.