________________
સામ્યશતક
१७
શ્લોક-૧૭
विरागो विषयेष्वेषु परशुभविकानने ।
સમૂત્રછાયું વરુષિત મમતા-વ~િરુત્વUT: || અર્થ - વિષયો પ્રત્યે પ્રગટેલો વૈરાગ્ય, સંસારવનમાં કુહાડા સમાન છે. વૈરાગ્યનો કુહાડો મમતાની વેલને મૂળમાંથી ઉખેડી નાંખે છે. ભાવાર્થ – સંસારવનમાં પાંગરેલી મમતાની વેલીનાં મૂળ ઘણાં ઊંડાં હોય છે. મમતાની આ વેલી જીવને વિષયોમાં બાંધી રાખી, દુઃખી કરે છે. તેને જડમૂળથી ઉખેડી નાંખવામાં આવે તો જ દુઃખથી છુટકારો થાય છે. પરંતુ તેનાં ગાઢ, સજ્જડ મૂળ સહેલાઈથી ઊખડતાં નથી. જો કે વૈરાગ્યરૂપી તીક્ષ્ણ કુહાડો હોય તો ગમે તેટલાં મજબૂત મૂળનો પણ સવશે નાશ થઈ શકે છે. વિષયોમાં રહેલી આસક્તિ તૂટતાં વૈરાગ્ય પ્રગટે છે, જે મમતાની વેલીનો મૂળમાંથી વિચ્છેદ કરી નાંખે છે.