________________
૧૬
સામ્યશતક
બ્લોક-૧૬
ममत्वविषमूर्छालमांतरं तत्त्वमुच्चकैः ।
तद्वैराग्यसुधासेकाच्चेतयंते हि योगिनः ।। અર્થ - મમતાના ઝેરથી અત્યંત મૂચ્છિત થયેલા આંતર તત્ત્વને યોગીજનો વૈરાગ્યના અમૃતસિંચનથી સચેત કરે છે. ભાવાર્થ – જીવ અનંત કાળથી મમત્વના કારણે મોહમૂઢ છે. અનાદિની આ મૂચ્છ દૂર કરવા માટે વૈરાગ્ય જેવું કોઈ સાધન નથી. સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટતાં, ઔદાસીન્યભાવ આવતાં અહ-મમનાં ઝેર આત્મામાંથી ઓસરવા માંડે છે. પરંતુ અનાદિના આ સંસ્કાર બળવાન હોવાથી કોઈ વાર યોગીજનો પણ તેના ઝપાટામાં આવી જાય છે. તેથી તેઓ આંતર તત્ત્વને વૈરાગ્ય જળ વડે સિંચીને એટલું પુષ્ટ કરે છે કે જેથી મમતાના ઝેરથી આત્મા કદી પણ મૂચ્છિત ન થાય.