________________
સામ્યશતક
૭૧
લોક-૧
संचरिष्णुरसौ स्वैरं विषयग्रामसीमसु ।
स्वान्तदंती वशं याति वीतकर्मानुशासनात् । અર્થ – વિષયરૂપી ગામના સીમાડામાં સ્વચ્છંદપણે ફરનારો મનરૂપી હાથી, કમરહિત વીતરાગના શાસનથી વશ થાય છે. ભાવાર્થ – ઇન્દ્રિયવિષયો મનને હિતકારી લાગવાથી, એમાં તેને સુખ લાગવાથી, આસક્તિ સહિત તે એમાં રમમાણ રહે છે. વિષયોના અતિપરિચયના કારણે તે વિવેકહીન બની, ઉન્મત્ત બની, જ્યાં ઇચ્છા થાય ત્યાં જાય છે. આમ, સ્વચ્છેદે પ્રવર્તતું મન એટલું બધું શક્તિશાળી બને છે કે તે અનંત સામર્થ્યવાન આત્મા ઉપર પોતાનું આધિપત્ય સ્થાપી શકે છે. આ મનરૂપી સ્વચ્છંદી હાથી કોઈ રીતે કાબૂમાં આવતો ન હોવા છતાં જો વીતરાગપ્રભુની આજ્ઞારૂપી અંકુશ તેના ઉપર લાદવામાં આવે તો તેને વશ કરી શકાય છે. જેમ જેમ ઇન્દ્રિયવિષયોની નિઃસારતાનો બોધ દઢ થતો જાય છે, તેમ તેમ વિષય-કષાયનો રંગ ફિક્કો પડે છે, મનને ભટકવાનાં સ્થાન ઘટતાં જાય છે, વૈરાગ્ય પુષ્ટ થાય છે અને મનના માલિક બની સ્વકલ્યાણ સાધી શકાય છે.
આ