________________
સામ્યશતક
1. બ્લોક-૭૨ मनः पवनयोरैक्यं मिथ्या योगविदो विदुः ।
बंभ्रमीति यतः स्वैरमतीत्य पवनं मनः ॥ અર્થ – યોગીપુરુષો મન અને પવનની એકતા બતાવે છે તે ખોટું છે, કારણ કે મન તો પવનનું પણ ઉલ્લંઘન કરી સ્વેચ્છાથી અતિ ફરે છે. ભાવાર્થ – યોગીજનો મનને પવનની સાથે સરખાવે છે, પણ મનની ગતિ પવન કરતાં વિશેષ હોવાથી મનને પવનની - ઉપમા આપવી યથાર્થ નથી. મન આકાશપાતાળમાં, ભૂત
ભવિષ્યમાં એટલું ઝડપથી જઈ શકે છે કે તેની ગતિનો પાર . પામવો પણ મુશ્કેલ છે. મનને આમથી તેમ ભટકવું બહુ ગમતું હોવાથી બહિર્મુખ પ્રવર્તનથી પાછું વળવા તે તૈયાર થતું નથી. બહિર્મુખ રહેવાથી અનેકવિધ અકલ્યાણ થાય છે અને અંતર્મુખ ન થવાથી આત્મકલ્યાણ સાધી શકાતું નથી, છતાં મનનો ગુલામ બનેલો જીવ અંતર્મુખ થઈ શકતો નથી. આમ, મનને લઈને અનેક રીતે નુકસાન થાય છે, તેથી તેના પરિભ્રમણનું ક્ષેત્ર બદલીને, અર્થાત્ તેને જ્ઞાન-ક્રિયામાં જોડેલું રાખીને જીવે સ્વકલ્યાણ સાધવું જોઈએ.