________________
00
स्वान्तं विजित्य दुर्दान्तमिन्द्रियाणि सुखं जयेत् । तत्तु तत्त्वविचारेण जेतव्यमिति मे मतिः ।।
સામ્યશતક
શ્લોક-90
અર્થ
દુઃખે કરીને દમન કરી શકાય એવા મનને જીતવાથી ઇન્દ્રિયો સુખપૂર્વક જીતી શકાય છે. મનને તત્ત્વવિચારથી જીતવું જોઈએ એમ મારું (ગ્રંથકારનું) માનવું છે.
-
ભાવાર્થ મનથી સંસાર છે અને મનથી પાર થતાં મોક્ષ છે, તેથી આત્મકલ્યાણ અર્થે મનના માલિક થવું જોઈએ. વળી, મન વશ હોય તો ઇન્દ્રિયો પણ વશમાં રહે છે. મનને જીતવાના બે રસ્તા છે દમન અને શમન. મનનું દમન બહુ પીડાકારી છે, દુઃખદાયક છે. વળી, દમન થયેલું મન ગમે ત્યારે દગો આપી જીવનો સર્વનાશ કરી શકે છે, તેનું ભવભ્રમણ વધારી શકે છે. પરંતુ શમન થયેલું મન ક્યારે પણ દુઃખી કરી શકતું નથી. જીવ હંમેશ માટે તેનો માલિક બની જાય છે. તેથી મનનું દમન નહીં પણ શમન કરવું જોઈએ. મનના શમન માટે તત્ત્વવિચાર એ અમોઘ ઉપાય છે એમ ગ્રંથકારનું કહેવું છે. જ્ઞાનની આરાધના કરી જીવ મનથી પાર થઈ શકે છે.
-
-