________________
-
સામ્યશતક શ્લોક-૧૦૫
क्लेशावेशमपास्य निर्भरतरं ध्यातोऽपि यश्चेतसा, सत्कल्याणमयत्वमाशु तनुते योगीन्द्रमुद्राभृताम् । सोऽयं सिद्धरसः स्फुटं समरसो भावो मया व्याकृतः, श्रीमानद्भुतवैभवः सुमनसामानन्द નીવાતવે ।। અર્થ ક્લેશાવેશનો ત્યાગ કરીને, સામ્યભાવનું માત્ર પૂર્ણ રીતે ધ્યાન કર્યું હોય તોપણ યોગીન્દ્રની મુદ્રાને ધારણ કરનારા પુરુષોને શુભ કલ્યાણપણું આપે છે, એવો આ સામ્યભાવરૂપ સિદ્ધરસ કે જે મોક્ષલક્ષ્મીવાળો અને અદ્ભુત વૈભવવાળો છે, તેને વિદ્વાનોના આનંદને જિવાડવા માટે મેં કહ્યો છે.
૧૦૫
-
ભાવાર્થ ક્લેશના આવેશથી રહિત થઈને, શાંત થઈને જો સામ્યભાવની ઉપાસના કરવામાં આવે તો આ સામ્યભાવ યોગીજનોને પણ વિશેષ કલ્યાણનું નિમિત્ત બને છે, આત્મહિત સાધવામાં ઉપકારી બને છે. આવો સામ્યભાવ સિદ્ધરસ છે, અર્થાત્ જેમ સિરસ વડે લોખંડ સુવર્ણ બની જાય છે, તેમ મોહાંધ જીવને સમ્યક્ દૃષ્ટિ મળે છે, અજ્ઞાની જીવ જ્ઞાની બને છે. વળી, તે મોક્ષલક્ષ્મી સાથે લગ્ન કરાવી આપે છે, અર્થાત્ જીવ સિદ્ધપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવ આવો અદ્ભુત વૈભવવાળો હોવાથી તેને ગ્રંથબદ્ધ કર્યો કે જેથી વિદ્વાનો પણ આનંદિત થઈ, તે ભાવમાં જોડાઈ આત્મકલ્યાણ સાધી શકે.