________________
૧૦૪
સામ્યશતક શ્લોક-૧૦૪
भूयांसि यानि शास्त्राणि, यानि सन्ति महात्मनाम् ।
इदं साम्यशतं किंचित्तेषामंचलमंचतु ।। અર્થ – મહાત્માઓનાં રચેલાં જે જે ઘણાં શાસ્ત્રો છે, તે તે શાસ્ત્રોના એક એક પ્રદેશને આ સામ્યશતક પ્રાપ્ત થાઓ. ભાવાર્થ – સામ્યભાવ વડે ઉપશાંત થયેલો જીવ, કિની ભગવંતોએ આત્મહિતાર્થે રચેલાં શાસ્ત્રોનું અધ્યયન કરે તો તેમાં છુપાયેલાં રહસ્યોનો તે જ્ઞાતા થાય અને તેને આત્મકલ્યાણની ભાવના જાગે. સ્વાધ્યાય કરતાં પોતાના દોષ પ્રત્યે જાગૃત થવાય અને દોષનિવારણ માટેનો પુરુષાર્થ ઊપડે. તેથી ગ્રંથકાર આશિષ આપતાં કહે છે કે આ લઘુ ગ્રંથ સર્વને અધ્યાત્મનું પ્રવેશદ્વાર બનો અને સર્વ જીવો આત્મહિત સાધી સુખી થાઓ.