________________
સામ્યશતક
૬૧
શ્લોક-૯૧ - 6 કમલા માટે स्वैरचारीन्द्रियाश्वीयविशृंखलपदक्रमैः ।।
विसृत्वरेण रजसा तत्त्वदृष्टिविलीयते ।। અર્થ – સ્વેચ્છાચારી ઇન્દ્રિયરૂપી અશ્વોના ઉદ્ધત (નિબંધન) પગલાંથી ઊડેલી રજ વડે તત્ત્વદૃષ્ટિ લોપાય છે. ભાવાર્થ – આત્મસ્વરૂપ સત્સુખનું ધામ છે. અંતર્મુખ થતાં આ અતીન્દ્રિય સુખ અનુભવાય છે. ઇન્દ્રિયો દ્વારા હંમેશાં બહિર્મુખ યાત્રા કરનારને ક્યારે પણ આ સુખ પ્રાપ્ત થઈ શકતું નથી. આવી સમજ - દષ્ટિ પ્રાપ્ત થતાં જીવ અંતર્મુખ થવાનો પુરુષાર્થ ઉપાડે છે. પરંતુ અસાવધાનીના કારણે પૂર્વસંસ્કારવશ તે ઇન્દ્રિયવિષયોમાં જોડાઈ જતો હોવાથી ઇન્દ્રિયજય અર્થે જ્ઞાની ભગવંતોએ તપ-ત્યાગાદિ સત્સાધનનો માર્ગ બોધ્યો છે. જો જીવ સંસાધનો દ્વારા ઇન્દ્રિયો ઉપર અંકુશ ન રાખે તો ઉન્મત્ત બનેલા ઇન્દ્રિયરૂપી અશ્વોથી ઊડેલી વાસનારૂપી રજ વડે તેને પ્રાપ્ત થયેલી તત્ત્વદૃષ્ટિ લોપાય છે અને તે સતુથી વિમુખ થઈ જાય છે.