________________
૬O
સામ્યશતક
બ્લોક-હo.
अंतरंगद्विषत्सैन्यनासीरैर्वीरकुंजरैः । ..
क्षणादक्षैः श्रुतबलं लीलयैव विलुप्यते । અર્થ - અંતરંગ શત્રુઓના સૈન્યના મોખરે રહેનારા ઇન્દ્રિયરૂપ મહાવીરો, લીલામાત્ર(સહજતા)થી શ્રુતબળ(જ્ઞાનબળ)નો ક્ષણમાં નાશ કરી નાંખે છે. ભાવાર્થ – રાગ, દ્વેષ અને મોહ એ જીવના સૌથી મોટા અંતરંગ શત્રુઓ છે, જે જીવને સ્વરૂપ સાથે ઐક્ય સાધવા દેતા નથી, તેને નિજાનંદ ભોગવવા દેતા નથી. આ આંતરિક શત્રુઓની સેનામાં ઇન્દ્રિયરૂપ યોદ્ધાઓ ઘણા બળવાન છે, જે તેને બાહ્ય દોડની પ્રેરણા આપે છે અને અંતર્મુખ થવા દેતા નથી. મોહનું બળ નબળું પડતાં જીવને સત્ સમજાય છે અને તે સસુખની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે. પરંતુ સાધનાકાળ દરમ્યાન જો જીવ અજાગૃત રહે તો આ ઇન્દ્રિયરૂપી યોદ્ધાઓ તેને ક્ષણમાં બહિર્મુખ કરી, તેના જ્ઞાનને હરી લે છે.