________________
૬૨
સામ્યશતક શ્લોક-૬૨
इन्द्रियाण्येव पंचेषुर्विधाय किल सायकान् । जगत्त्रयजयी दत्ते पदं वक्षसि विद्विषाम् ||
અર્થ કામદેવ પાંચ ઇન્દ્રિયોનાં જ પાંચ બાણ બનાવી, એનાથી ત્રણ જગતને જીતી, શત્રુઓની છાતી ઉપર પગ મૂકે છે.
ભાવાર્થ કામવાસનાની પૂર્તિ ઇન્દ્રિયો દ્વારા થતી હોવાથી, પ્રત્યેક પળે ઇન્દ્રિયો દ્વારા બહિર્મુખ પ્રવર્તન કરી, મોહાંધ જીવે કામદેવના હાથમાં પોતાની જીવનદોરી સોંપી દીધી છે. તેથી એ કામદેવ એટલો બળવાન બની ગયો છે કે ત્રણ લોકમાં એણે પોતાનું આધિપત્ય સ્થાપ્યું છે. પરંતુ જે જીવો પાસે તત્ત્વષ્ટિ છે તેઓ એની ગુલામી સ્વીકારતા નથી, તેથી કામદેવ તેમને શત્રુ ગણે છે. ત્રણ જગતને જીતનાર કામદેવ પોતાના શત્રુઓ ઉપર વિજય મેળવવાની એક પણ તક ગુમાવતો નથી. જો શત્રુ ધર્મારાધનમાં શિથિલ થાય, જરા પણ અજાગૃત રહે તો એ તેમની છાતી ઉપર ચઢી જાય છે, અર્થાત્ કામવાસનામાં તાણી જઈ તેમને પરાજિત કરે છે.
—