________________
સામ્યશતક
૫૩
( ૫૩
શ્લોક-પ૩ - ૧ - નિતૈરિદ્િરેષ: પાયવિનય: પુતઃ?
तदेतानि जयेद्योगी वैराग्यस्थेमकर्मभिः ।। અર્થ – એ કષાયવિજય ઇન્દ્રિયોને જીત્યા વિના ક્યાંથી થાય? તેથી યોગીએ વૈરાગ્યની સ્થિરતા કરી, ઇન્દ્રિયોને જીતવી જોઈએ. ભાવાર્થ – જીવ સુખી થવા ઇન્દ્રિયવિષયો પાછળ દોડે છે, પણ તેને સુખના બદલે દુઃખ મળે છે. તેને પોતાનાં દુઃખનાં કારણ બહાર દેખાય છે, તેથી એ કારણો ઉપર તેને ક્રોધ આવે છે. વળી, વિષયસામગ્રીની પ્રાપ્તિ થતાં તે માન સેવે છે, અનુકૂળતા મળે અને પ્રતિકૂળતા ન મળે એ માટે તે માયા આચરે છે અને વિશેષ સામગ્રી પ્રાપ્ત થાય એવો તેને લોભ રહે છે. આમ, વિષયસુખ માટે તે કષાયોનું સેવન કરતો રહે છે અને દુઃખી થાય છે. જો તેને સુખી થવું હોય તો તેણે કષાયોને ઉપશમાવવા જોઈએ અને કષાયોની ઉપશાંતતા અર્થે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો જોઈએ. તેના ઉપર વિજય પ્રાપ્ત કરવા સર્વ ભાવથી ઉદાસીન થવું જોઈએ, વૈરાગ્ય ધારણ કરવો જોઈએ.