________________
૧૨૪
સામ્યશતક યોગ ગ્રંથ જલનિધિ મથો, મન કરિ મેરુ મથાન; સમતા અમૃત પાઈને, હો અનુભવ રસ જાન. ૯૬ ઉદાસીન મતિ પુરુષ જો, સમતા નિધિ શુભ વેષ; છોરત તાકે ક્રોધકી ધું, આપ કર્મ અશેષ. ૯૭ શુદ્ધ યોગ શ્રદ્ધાન ધરિ, નિત્ય કરમકો ત્યાગ; પ્રથમ કરે જો મૂઢ સો, ઉભય ભ્રષ્ટ નિર્ભાગ. ૯૮ ક્રિયામૂઢ જૂઠી ક્રિયા, કરે ન થાયે જ્ઞાન; ક્રિયાભ્રષ્ટ એક જ્ઞાન મતિ, છેદે ક્રિયા અજ્ઞાન. ૯૯ તે દોનુંર્થે દૂરિ શિવ, જે નિજ બલ અનુસાર; યોગ રુચિ મારગ ગહે, સો શિવ સાધનહાર. ૧૦૦ નિવૃત્તિ લલનાકું સહજ, અચિરકારી કોલે? જો નર યાકું રુચત છે, યાકું દેખે સોઉ. ૧૦૧ મન પારદ મૂછિત ભયો, સમતા ઔષધિ આઇ; સહજ વેધ રસ પરમ ગુન, સોવન સિદ્ધિ કમાઈ. ૧૦૨ બહુત ગ્રંથ નય દેખિકે, મહા પુરુષ કૃત સાર; વિજયસિંહસૂરિ કીઓ, સમતાશતક ઉદાર. ૧૦૩ ભાવત જાકું તત્ત્વ મન, હો સમતારસ લીન; ન્યું પ્રગટે તુજ સહજ સુખ, અનુભવગમ્ય અહીન. ૧૦૪ કવિ જશવિજય સુશિખ એ, આપ આપકું દેત; સામ્યશતક ઉદ્ધાર કરી, હેમવિજય મુનિ હેત. ૧૦૫