________________
કોઈ નિશ્ચિત કરી પોતાની
પ્રશસ્તિ કલયદવસ
પત્રાંક-૬૭૮માં ફરમાવે છે – “જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે.” આ લક્ષ્યની જાગૃતિ અર્થે એવમ્ ઉપરોક્ત મંગળ પરંપરાને અનુલક્ષીને આ વર્ષે આચાર્યશ્રી વિજયસિંહસૂરિજીવિરચિત “સામ્યશતક' ગ્રંથ પર સામ્યભાવપ્રેરક બોધક સત્સંગમાળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આચાર્યશ્રી વિજયસિંહસૂરિજી ક્યાં અને ક્યારે થઈ ગયા એ વિષે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. ગ્રંથના અંતિમ શ્લોકમાં તેમણે પોતાના નામનો ઉલ્લેખ સાથે પોતાના ગુરુવર્ય આચાર્યશ્રી અભયદેવસૂરિજીની પ્રશસ્તિ કરી છે; પરંતુ ભગવાન મહાવીરસ્વામીની શાસનપરંપરામાં છ અભયદેવસૂરિજી થઈ ગયા છે, એમાંથી સંથકાર કયા અભયદેવસૂરિજીનું શિષ્યત્વ શોભાવતા હતા એનો નિર્ણય થઈ શક્યો નથી. તથાપિ પ્રસ્તુત ગ્રંથમાં સ્ફટિત થયેલ તેમની ઉચ્ચ પ્રજ્ઞા અને આત્મદશાના આધારે આચાર્યશ્રી વિજયસિંહસૂરિજીનું નામ જિનશાસનમાં ગૌરવપૂર્વક લેવામાં આવે છે.
સામ્યભાવને પુષ્ટ કરી સાધકને સાધનાના સર્વોચ્ચ શિખર પર પ્રસ્થાપિત કરાવનાર ‘સામ્યશતક' એક ઉત્તમ વૈરાગ્યપ્રધાન અધ્યાત્મગ્રંથ છે. લઘુગ્રંથ હોવા છતાં એમાં પ્રરૂપાયેલ વિષય ગહન છે. શબ્દચમત્કૃતિ સાથે અર્થચમત્કૃતિ અને અલંકારના સુંદર ઉપયોગ સાથે સુયોગ્ય, મર્મસ્પર્શી ભાષા-શૈલીનો સુમેળ સાધતો આ ગ્રંથ આત્મહિતાભિલાષી સાધકોને સામ્યભાવની સાધનામાં અદ્ભુત અવલંબન પૂરું પાડે છે. પ્રસ્તુત ગ્રંથની ઉપાદેયતાનું સબળ પ્રમાણ એ છે કે ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે તેઓના શિષ્ય શ્રી હેમવિજયજી મુનિના સ્વાધ્યાય અર્થે આ ગ્રંથનો દોહરૂપે ભાવાનુવાદે કરી આપ્યો હતો. ઉપાધ્યાયશ્રી