________________
સામ્યશતક
શ્લોક-૫
૬૫
धूर्तचक्रशक्रत्वमर्हति ।
विषमेषुरयं. दुःखं सुखतयादर्शि येन विश्वप्रतारिणा ॥ અર્થ – વિષમ બાણવાળો એ કામદેવ, ધૂર્ત લોકોના સમૂહનો ઇન્દ્ર થવાને લાયક છે, કારણ કે વિશ્વને ઠગનારો એ કામદેવ દુઃખને સુખરૂપે દેખાડે છે.
–
ભાવાર્થ – જેમ ઠગારો, ધૂતારો સાચી વાતને ખોટી અને ખોટી વાતને સાચી સિદ્ધ કરીને જગતને ઠગે છે, તેમ અતીન્દ્રિય સ્વરૂપસુખ જ સત્સુખ હોવા છતાં, મોહથી વશ થયેલા જગતને વિષયસુખ જ માણવા જેવું સુખ છે એમ બતાવી, કામદેવ જગતને ઠગે છે. વળી, એની પાસે એવાં ઇન્દ્રિયરૂપી પાંચ વિષમ બાણો છે કે જે બાણોથી ઘાયલ થનાર જીવને આત્મા અને જગતનું સ્વરૂપ વિપરીત ભાસે છે, તેથી તે બહિર્મુખ થઈ, સુખી થવા પ્રયત્ન કરે છે; પરંતુ અંતર્મુખ થવા ક્યારે પણ તૈયાર થતો નથી, કારણ કે ત્યાં સુખ છે એમ તે સ્વીકારી શકતો નથી. આમ, ઇન્દ્રિયરૂપી વિષમ બાણને ધારણ કરી સમસ્ત જગતને ઠગનાર કામદેવ ઠગોનો સ૨દા૨, ઇન્દ્ર થવાની લાયકાત ધરાવે છે.