________________
- ૬૬
સાશતક
શ્લોક-૯૯ यस्य साम्राज्यचिंतायां प्रधानं हंत योषितः ।
सोऽपि संकल्पभूः स्वस्य कथं स्थेमानमीहते ॥ અર્થ – ઘણા અફસોસની વાત છે કે જેના સામ્રાજ્યની મશલતમાં સ્ત્રીઓ પ્રધાન છે, એવો એ કામદેવ પોતાની સ્થિરતા કેમ ઇચ્છતો હશે? ભાવાર્થ – પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીનું સ્થાન નગણ્ય હોય છે. સ્ત્રીને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવતું નથી, કારણ કે જે રાજ્યની દોરી ચંચળતાની મૂર્તિ જેવી સ્ત્રીના હાથમાં હોય, તે રાજ્ય સલામત રહી શકતું નથી. પરંતુ - કામદેવના રાજ્યની લગામ તો સ્ત્રીઓના હાથમાં હોય છે, તેથી પોતાનું રાજ્ય સલામત રહે, સ્થિર રહે એવું કામદેવ કઈ રીતે ઇચ્છી શકે? તે ગમે તેટલો શક્તિશાળી ભલે હોય, પણ તેનું રાજ્ય સ્થિર નથી. જો જીવ જાગૃત થાય, તેને સ્વસ્વરૂપની ઓળખાણ થાય તો કામદેવ પરાજિત થાય છે, તેનું રાજ્ય સમાપ્તતાને પામે છે. .