________________
સામ્યશતક
શ્લોક
रवलवैरतथ्यमपि
तात्त्विकम् ।
दर्शयन्ति या इन्द्रजालिकप्रष्टास्ताः किं विश्रम्भभाजनम् ॥
૬૭
=
અર્થ જે સ્ત્રીઓ શબ્દોના અંશમાત્રથી અસત્યને સત્યરૂપે બતાવી શકે છે, એવી એ (સ્ત્રીઓ) ઇન્દ્રજાળ રચવામાં નિપુણ હોય છે. એ સ્ત્રીઓ વિશ્વાસપાત્ર કેમ ગણાય?
–
ભાવાર્થ – ઇન્દ્રજાળ - મેઘધનુષ ઘણું મોહક રૂપ ધરાવે છે, તેથી લોકો તેના તરફ આકર્ષિત થાય છે; પરંતુ તે ક્ષણિક આનંદ આપી વિલીન થઈ જાય છે. સ્ત્રીમાં એક એવી ખાસિયત છે કે તે અલ્પ શબ્દોની ઇન્દ્રજાળ રચી, સુખનો ભાસ કરાવી, ભલભલા પુરુષોને એમાં ફસાવી શકે છે. તે અસત્યને એવું મોહક રૂપ આપી શકે છે કે અસત્ય સત્યરૂપે ભાસે છે, તેથી આવી સ્ત્રીનો વિશ્વાસ કરનાર બરબાદ થઈ જાય છે. વળી, તેના રૂપ પાછળ પાગલ થનારને કંઈ પણ પ્રાપ્ત થતું નથી અને તે પાયમાલ થઈ જાય છે, તેથી સ્ત્રીનો વિશ્વાસ કેવી રીતે કરાય? તેનો વિશ્વાસ ન કરનાર જ્ઞાની ભગવંતો કામવાસના ઉપર વિજય મેળવી સંસારથી પાર થાય છે.