________________
૬૪
સામ્યશતક
શ્લોક-૯૪
अहो संकल्पजन्मायं विधाता नूतनः किल ।
क्लेशजं दुःखमप्येतद्धत्ते यस्तु सुखाख्यया || . અર્થ – અહો, સંકલ્પજન્ય કામદેવ એક નવી જાતનો વિધાતા છે કે જે ક્લેશજન્ય દુઃખને પણ સુખરૂપે ધારણ કરે છે. ભાવાર્થ – લોકપ્રસિદ્ધ વિધાતા, બહ્મા એવા જગતનું સર્જન કરે છે, જેમાં સુખ અને દુઃખ બને હોય છે; જ્યારે કામદેવ એક એવો સર્જનહાર છે કે જે માત્ર ક્લેશનું, દુઃખનું સર્જન કરે છે. વળી, એનું સર્જન દુઃખદાયક હોવા છતાં તેને સુખસ્વરૂપ મનાવી કામદેવ મોહાંધ જીવોને જમાવે છે, તેથી એને સંથકારે નવી જાતનો વિધાતા કહ્યો છે. કામવાસનાને વશ જીવ, વાસ્તવમાં જે દુઃખ જ છે એને સુખ માની, સુખી થવા ભાતિગતપણે કામદેવની પાછળ ભમે છે. પરંતુ તે ક્યારે પણ સુખ પામતો નથી અને ક્લેશ તથા અશાંતિને ભોગવતાં ભોગવતાં ચારે ગતિમાં રખડે છે.