________________
૩૬
સામ્યશતક
બ્લોક-૩૭
भर्तुः शमस्य ललितैर्बिभ्रती प्रीतिसंपदम् । ..
नित्यं पतिव्रता वृत्तं शांतिरेषा निषेवते ॥ અર્થ – પોતાના વિલાસોથી ‘શમ'રૂપ પતિની પ્રીતિ-સંપત્તિને ધારણ કરતી એ ક્ષમા-સ્ત્રી સદૈવ પતિવ્રતાનું વ્રત સેવે છે. ભાવાર્થ – જો આત્મા ઉત્તેજિત હોય, ક્લેશિત હોય તો તે સ્વભાવરૂપ પરિણમતો નથી, પણ વિભાવરૂપ પરિણમે છે; એટલે કે તે કષાયોનું સેવન કરે છે. પરંતુ જ્યારે ક્રોધાદિ કષાયોની ઉપશાંતતા હોય, આત્મા પ્રશમરસમાં ડૂબેલો હોય ત્યારે તે સ્વભાવરૂપ પરિણમે છે, અર્થાત્ તેનું પરિણમન ક્ષમાદિ ગુણરૂપે હોય છે. સંથકારે ક્ષમા-સ્ત્રીના પતિ તરીકે પ્રશમને દર્શાવી એક અદ્ભુત રૂપક યોજ્યું છે. પતિવ્રતા સ્ત્રીની જેમ જ્યાં પ્રશમ હોય ત્યાં ક્ષમા હોય છે, અર્થાત્ આત્મા પ્રશાંત હોય ત્યારે ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ તે ક્ષમાધારી રહે છે.