________________
४४
સામ્યશતક બ્લોક-૪૪
मायावल्लीवितानोऽयं रुद्धब्रह्मांडमंडपः ।
विधत्ते कामपिच्छायां पुंसां संतापदीपनम् ॥ અર્થ – જેણે બહ્માંડના મંડપને ઢાંકી દીધો છે એવો આ માયાનો લતા-ચંદરવો, માણસોને કોઈ સંતાપ કરનારી છાયા આપે છે. ભાવાર્થ – સામાન્ય રીતે ચંદરવો સૂર્યના તાપથી રક્ષણ કરે છે, ઉકળાટ શમાવે છે અને શીતળતા આપે છે. પરંતુ માયારૂપ ચંદરવો વિચિત્ર છે. તેની છાયા ભામક છે. છાયા તો મળતી જણાય છે, પણ ન શીતળતા મળે છે, ન ઉકળાટનું શમન થાય છે. શાંતિની વાત તો દૂર રહી, તેની નીચે સંતાપનું ઉદ્દીપન થાય છે. આવો આ માયારૂપ ચંદરવો સમસ્ત લોકને આચ્છાદીને રહેલો છે, તેથી લોકમાં પરિભ્રમણ કરતા અજ્ઞાની જીવો પરિતાપમાં બળે છે, ક્લેશિત થાય છે, દુઃખી થઈ સંસારમાં ભટકે છે.