________________
સામ્યશતક
-
૪૫
શ્લોક-૪૫
सूत्रयंती गतिं जिह्मां मार्दवं बिभ्रति बहिः ।
अजस्रं सर्पिणीवेयं माया दंदश्यते जगत् ।। અર્થ – વક્ર (વાંકી) ગતિવાળી અને બહારથી કોમળતા દેખાડતી આ માયાસાપણ નિરંતર જગતને અતિશય ડસ્યા કરે છે. ભાવાર્થ – માયા એટલે કુટિલતા, કપટ. કપટ એટલે મનમાં હોય તેનાથી જુદું વચનમાં હોય અને પ્રવૃત્તિ તો તેનાથી પણ જુદી હોય. માયાવી બહારથી સરળ લાગે, કોમળ લાગે, પણ તેનાં પરિણામ સદા વક્ર હોય છે, તેનું હૃદય અતિશય કઠોર હોય છે. તેનો વિશ્વાસ કરનાર હંમેશાં ઠગાય છે. તે આખા જગતને કપટ વડે સાપની જેમ ડસે છે. તેનો ડંખ મિત્રતાને હણે છે, પ્રીતિ-પ્રતીતિનો નાશ કરે છે. સાપને તેનું પોતાનું વિષ નુકસાન કરતું નથી, પણ માયારૂપી સાપ તો એવો ભયંકર છે કે પોતાના - તે જીવન જ સર્વ ગુણોનો નાશ કરે છે અને તેને વિનાશના પંથે લઈ જાય છે.