________________
૪૬
-
સામ્યશતક
શ્લોક-૪
प्रणिधा ततश्चेतः तन्निरोधविधित्सया । ऋजुतां जांगुलीमेतां शीतांशु महसं स्मरेत् ॥
અર્થ તે માયાને રોકવાની ઇચ્છા હોય તો ચિત્તને સ્થિર
રાખીને ચંદ્રની કાંતિ જેવા સરળતારૂપી ‘જાંગુલી મંત્ર'નું
સ્મરણ કરવું.
ભાવાર્થ માયાવીનો વ્યવહા૨ કપટયુક્ત હોવાથી પોતાનું છળ કપટ ખુલ્લું ન પડી જાય તે અર્થે તે સતત પ્રયત્નશીલ રહે છે, તેથી તેનું ચિત્ત વ્યાકુળ રહે છે. તે હંમેશાં ભયભીત રહે છે. તે ક્યારે પણ શાંતિ અનુભવતો નથી. જેને પોતાનું કલ્યાણ કરવું છે, જેને સુખ-શાંતિની અભિલાષા છે; તેણે કુટિલતા છોડી, ચંદ્રની શીતળ ચાંદની સમાન સરળતારૂપ જાંગુલી મંત્રને આરાધવો જોઈએ. જેમ સાપનું વિષ ઉતારવા માટે ‘જાંગુલી મંત્ર' સિદ્ધ જાપ જપવામાં આવે છે, તેમ સ્થિર ચિત્ત વડે ઉજ્વળ, પવિત્ર સરળતાને સેવવાથી જીવને માયારૂપ સાપનું વિષ ચડતું નથી અને તેને વીતરાગધર્મની પ્રાપ્તિ થાય છે.
-