________________
સામ્યશતક
શ્લોક-૪૭
लोभद्रुममवष्टभ्य तृष्णावल्लिरुदित्वरी । આયાસવુઝુમસ્મીતા, દુ:સ્વૈરેષા òપ્રત્તિ: ||
૪૭
અર્થ – લોભરૂપી વૃક્ષના સહારે તૃષ્ણારૂપી વેલ ઉપર ચઢે છે. તે પ્રયાસરૂપ પુષ્પોથી વૃદ્ધિ પામે છે અને તેને દુઃખરૂપ ફળો આવે છે.
-
ભાવાર્થ ભોગમાં આસક્તિ, પરપદાર્થોની લાલસા, લૌકિક માન-મોટાઈ મેળવવાનો ભાવ આદિ સર્વ લોભ છે. લોભના કારણે તૃષ્ણા જન્મે છે. તૃષ્ણાની વેલ લોભરૂપી વૃક્ષનો સહારો લઈ પાંગરે છે, અર્થાત્ લોભ વિપુલ હોય તો તૃષ્ણા પણ વિશેષ હોય છે. તૃષ્ણાની પૂર્તિ કરવા ઘણી મહેનત ક૨વી પડે છે અને એક પૂરી થાય ન થાય, ત્યાં બીજી અનેક ઉત્પન્ન થાય છે. પાછી તે પૂરી કરવાની મહેનત! વળી, દરેક તૃષ્ણા પૂરી થતી નથી એટલે તૃષ્ણાની વેલ ઉપર ખેદ, ગ્લાનિ, અશાંતિરૂપ પુષ્પો ખીલે છે; પરિણામે અનેક પ્રકારનાં દુઃખરૂપ ફળ આવે છે.