________________
૪૮
आशाः कुवलयन्नुच्चैस्तमो मांसलयन्नयम् । હોમ: पुमर्थहंसानां प्रावृषेण्यघनाघनः ।।
સામ્યશતક
શ્લોક-૪
અર્થ
આશાઓને ઉચ્ચ રીતે પ્રફુલ્લિત કરતો અને અંધકારને પુષ્ટ કરતો એવો લોભ, પુરુષાર્થરૂપ હંસોને માટે વર્ષાકાળના મેઘ જેવો છે.
—
ભાવાર્થ જેમ વર્ષાકાળનો મેઘ દસે દિશાઓને પ્રફુલ્લિત કરે છે, અંધકારની વૃદ્ધિ કરે છે અને રાજહંસોને નસાડે છે; તેમ લોભરૂપી મેઘ ઇચ્છાઓને પ્રફુલ્લિત કરે છે, અજ્ઞાન-અંધકારની વૃદ્ધિ કરે છે અને પુરુષાર્થરૂપી રાજહંસોને નિષ્ફળ બનાવે છે. ધર્મ-મોક્ષનો પુરુષાર્થ તો થઈ શકતો જ નથી, પરંતુ કામઅર્થના પુરુષાર્થ પણ સફળ થતા નથી. આમ, લોભના કારણે જ્ઞાનપ્રકાશ તિરોહિત થાય છે, જીવની તૃષ્ણાઓ વધે છે અને અસંતોષની આગ તેને નિરંતર બાળ્યા કરે છે. ન તે ધર્મ કરી શકે છે, ન તેને શાંતિ મળે છે, ન તેને સુખ મળે છે, ન તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે.
―