________________
अनादिमायारजनीं, जननीं तमसां बलात् । स्वज्ञानभास्वदालोकादंतं नयति योगविद् ॥
સામ્યશતક
શ્લોક-૩
-
અર્થ અંધકારની જનની એવી અનાદિકાલીન માયારાત્રિનો
યોગીપુરુષ પોતાના જ્ઞાનસૂર્યના પ્રકાશથી બલાત્કારે (બળપ્રયોગથી) નાશ કરે છે. .
૮૩
—
ભાવાર્થ અંધકાર ગમે તેટલો પ્રગાઢ હોય, ગમે તેટલાં વર્ષો જૂનો હોય, તોપણ પ્રકાશ આવતાં તેનો નાશ થાય છે. પ્રકાશ હોય ત્યાં અંધકારનું અસ્તિત્વ રહેતું નથી. માયારૂપ રાત્રિમાં જન્મેલો પ્રગાઢ મોહ-અંધકાર અનાદિથી વિશ્વ ઉપર છવાયેલો છે. આ મોહ-અંધકારનો નાશ થાય અને જ્ઞાનભાનુ ઊગે તો જીવ પોતાનું સહજ સ્વાધીન સુખ પ્રાપ્ત કરી શકે. પરંતુ તે વિના પ્રયત્ન થતું નથી. તે માટે પ્રચંડ પુરુષાર્થ આવશ્યક છે. તેથી યોગીપુરુષો અત્યંત બળવાન પુરુષાર્થપૂર્વક આત્મજ્ઞાનનો પ્રકાશ રેલાવી માયારાત્રિનો અંત લાવે છે.