________________
સામ્યશતક
લોક-40
विश्वं विश्वमिदं यत्र मायामयमुदाहृतम् ।
अवकाशोऽपि शोकस्य कुतस्तत्र विवेकिनाम् ।। અર્થ - જેમાં આ સમગ્ર વિશ્વ માયામય કહેલું છે, તેમાં વિવેકી પુરુષોને શોકનો અવકાશ જ ક્યાં છે? (અર્થાત્ વિવેકીએ શોક ન કરવો જોઈએ.) ભાવાર્થ – માયા એટલે ભ્રાંતિ. જે જેમ છે તેમ પ્રતીત ન થતાં અન્યથા પ્રતીત થાય તે છે ભાંતિ, માયા. મૂઢ જીવો અજ્ઞાનવશ વિશ્વનું સ્વરૂપ જેમ છે તેમ જાણી શકતા નથી. સ્વ-પરની ભિન્નતાનો તેમને બોધ નથી, તેથી તેઓ પરમાં ઐક્ય કરી સંસાર ઊભો કરે છે, સુખ-દુઃખની ઘટમાળમાં ફરતા રહે છે. આમ, સમસ્ત વિશ્વ માયા ઉપર નભે છે. જીવ જો સમજે તો તેને સંસારથી મુક્ત થતાં વાર લાગતી નથી, કારણ કે વાસ્તવમાં સંસાર છે જ નહીં, તેણે ભાંતિથી સંસાર ઊભો કર્યો છે. માયા છૂટતાં સંસાર નષ્ટ થઈ જાય છે. વિવેકી પુરુષ વિશ્વના સ્વરૂપને યથાર્થ રીતે જાણતા હોવાથી તેમની ભાંતિ નિર્મુળ થઈ ગઈ છે, તેથી તેમને કશાથી પણ હર્ષ-શોકાદિ થતા નથી.