________________
सैष द्वेषशिखी ज्वालाजटालस्तापयन्मनः 1
निर्वाप्यः
प्रशमोद्दामपुष्करावर्तसेकतः ॥
સામ્યશતક ૉક-૨૭
-
અર્થ
હૃદયને તપાવનાર, જ્વાલાઓથી વ્યાપ્ત દ્વેષાગ્નિને
પ્રશમના પુષ્કરાવર્ત નામના ઉગ્ર મેઘના જળસિંચનથી શમાવવો
જોઈએ.
૨૭
-
,
ભાવાર્થ દ્વેષ અગ્નિ સમાન દાહક છે. એ એવો ભયંકર અગ્નિ છે કે દ્વેષ કરનારને તો એ બાળે છે, ઉદ્વિગ્ન કરે છે અને સાથે સાથે જેના પ્રત્યે દ્વેષ કરવામાં આવે છે, તેને પણ બાળે છે, સંતાપે છે. એની જ્વાળાઓ એટલી ભયાનક છે કે જેના હૃદયમાં એને સ્થાન મળે છે, તેનામાં પ્રેમનું નામનિશાન રહેવા પામતું નથી, મૈત્રી આદિ ચાર ભાવનાને એ ભસ્મીભૂત કરી નાંખે છે અને તેથી તે જીવ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે. ગ્રંથકાર આ દ્વેષાગ્નિને બુઝાવવાનો ઉપાય જણાવતાં કહે છે કે આ અગ્નિને બુઝાવવા સાધારણ મેઘ પૂરતો નથી. તેના માટે પ્રશમભાવનો પુષ્ક૨ાવર્ત મેઘ વરસાવવો જોઈએ, અર્થાત્ અવિરત ઉપશમભાવની વર્ષા આ દ્વેષાગ્નિને બુઝાવી શકે છે.