________________
૨૬
उद्दामक्रममाबिभ्रद् द्वेषदंतावली बलात् I धर्माराममयं भिन्दन् नियम्यो जितकर्मभिः ||
સામ્યશતક
શ્લોક-૨૬
અર્થ
ઉદ્ધત રીતે ચાલીને દ્વેષરૂપ હાથી પોતાના બળથી ધર્મરૂપી બગીચાને ભાંગી નાંખે છે.. માટે કર્મોને જીતનારા (જીતવાનો પ્રયત્ન કરનારા) પુરુષોએ તે દ્વેષરૂપ હાથીને વશ રાખવો જોઈએ.
-
ભાવાર્થ ધર્મરૂપી બાગમાં વિચરનાર જીવ, કર્મોનો નાશ કરી શાશ્વત સુખને પ્રાપ્ત કરે છે અને મોહને વશ જીવ, કર્મો બાંધી સંસારપરિભ્રમણ વધારે છે. જેમ અનંત સંસારમાં રખડાવનાર રાગ જીવનો શત્રુ છે, તેમ દુ:ખપરંપરા ઊભી કરનાર દ્વેષ પણ જીવનો મોટો શત્રુ છે. દ્વેષરૂપી ઉન્મત્ત હાથી જીવને એવો તો ભરમાવે છે કે તે એના ઉપર સવાર થઈ અનંત સુખ આપનાર ધર્મના બાગને વેરવિખેર કરી નાંખે છે. તેથી કર્મો ઉપર વિજય મેળવવા ઇચ્છનાર વિવેકી જીવે આ દ્વેષરૂપી ઉન્મત્ત હાથીને અંકુશમાં રાખવો જોઈએ કે જેથી ધર્મારાધન કરી તે મોક્ષસુખ પ્રાપ્ત કરી શકે.
—