________________
૨૮
સામ્યશતક બ્લોક-૨૮
वश्या वेश्येव कस्य स्याद्वासना भवसंभवा ।
विद्वांसोऽपि वशे यस्याः कृत्रिमैः किल किंचितैः ।। અર્થ – આ સંસારની વાસના વેશ્યાની જેમ કોને વશ થાય? જેના કૃત્રિમ (બનાવટી) હાવભાવથી વિદ્વાનો પણ વશ થઈ જાય છે. ભાવાર્થ – ગ્રંથકારે સંસારની વાસનાને વેશ્યાની ઉપમા આપી છે. જેમ વેશ્યા જૂઠો સ્નેહ દર્શાવી, જાતજાતના હાવભાવ વડે સામી વ્યક્તિને મુગ્ધ કરી પોતાને આધીન કરે છે, પણ તે કોઈને વશ થતી નથી. તેમ સંસારની વાસના એટલી ભ્રામક હોય છે કે તે જીવને સુખની આશા બતાવી પોતાને વશ કરે છે, પણ તે કોઈના અંકુશમાં રહેતી નથી. દેહ, સ્ત્રી, પુત્ર, પદ, પ્રતિષ્ઠા, ધન, વૈભવની તૃષ્ણા જીવને દુઃખ સિવાય કંઈ જ આપતી નથી; છતાં મોહવશ ભલભલા વિદ્વાનો પણ લાચાર થઈ, તેને આધીન થઈ જાય છે.