SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ संतोषः संभवत्येष विषयोपप्लवं विना । तेन निर्विषयं कंचिदानन्दं जनयत्ययम् ।। સામ્યશતક શ્લોક-૯૨ અર્થ વિષયોના ઉપદ્રવ વિના એવો સંતોષ ઉત્પન્ન થાય છે કે જેથી એ સંતોષ વિષય વિના કોઈ અનિર્વચનીય આનંદ આપે છે. - ભાવાર્થ મોહાધીન જીવ પોતાનાં દુઃખનું યથાર્થ કારણ સમજી શકતો નથી અને વિષયોની પ્રાપ્તિથી સુખ મળશે એ આશામાં ને આશામાં એની પાછળ દોડી, અશાંતિ-ક્લેશાદિ પામી ઉપદ્રવમાં ઘસડાઈ જાય છે, વિશેષ દુ:ખી થાય છે. જ્યારે તેને સમજાય છે કે કિંચિત્ પણ અહવાથી સુખથી વિમુખ થવાય છે; સુખી થવું હોય તો અંતર્મુખ થઈ, સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ કર્તવ્યરૂપ છે; ત્યારે તેની બાહ્ય દોડ અટકે છે. સંસારની આસક્તિ ઘટતાં, વિષયોની પ્રાપ્તિ થાય કે ન થાય તેને કોઈ ફરક પડતો નથી અને જે પણ પરિસ્થિતિ હોય એમાં સંતોષ રહે છે. આ સંતોષથી તેને એવું સુખ અનુભવાય છે કે જે સુખ તેણે પહેલાં ક્યારે પણ અનુભવ્યું ન હતું. તે કોઈ અનેરા આનંદમાં મસ્ત રહે છે. -
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy