SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સામ્યશતક ૯૩ શ્લોક-૯૩ वशीभवन्ति सुन्दर्यः पुंसां व्यक्तमनीहया । यत्परब्रह्मसंवित्तिनिरीहं श्लिष्यति स्वयम् ।। અર્થ – નિસ્પૃહ પુરુષને પરબ્રહ્મની સંવિત્તિ (જ્ઞાન) સ્વયં જ આલિંગન કરે છે. જેમ સ્પૃહારહિત મનુષ્યને સુંદર સ્ત્રીઓ સ્વયં જ વશ થાય છે એ વાત સ્પષ્ટ છે. ભાવાર્થ – સંસારમાં જે પુરુષ સુંદર સ્ત્રીઓ પાછળ ભાગતો નથી, તેને સુંદરીઓ સ્વયં વશ થાય છે. તેમ જેને આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહી નથી, તેને આત્મજ્ઞાન સામેથી આવીને મળે છે. હજી જેને સંસારમાંથી કંઈ જોઈએ છે, સંસારમાંથી સુખ મળશે એવી આશા છે; તે ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ તેને આત્મપ્રાપ્તિ થતી નથી, સ્વરૂપાનંદ મળતો નથી. પરંતુ જેને કોઈ સ્પૃહા નથી, જેને કંઈ પણ પ્રાપ્ત થાય કે ન થાય હર્ષ-શોકાદિ થતા નથી, જેને કિંચિત્ માત્ર પણ રહવું નથી; તે આત્મસંપત્તિનો, આત્મિક સુખનો સ્વામી બને છે.
SR No.007163
Book TitleSamya Shatak
Original Sutra AuthorN/A
AuthorVijaysinhsuri
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2004
Total Pages1320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy