________________
સામ્યશતક
૭૫
૭૫.
બ્લો૪-૭૫
आत्मन्येव हिनेदिष्टे निरायासे सुखे सति । - વિરું તાસિ વરિન્દ્ર! સંતૃU/Tયામિણવર: || અર્થ – ઝાંઝવાનાં જળ તરફ જેમ હરણ દોડે છે, તેમ છે મૂઢ જીવ! તારા આત્માની અંદર સહજ સુખ રહેલું છે, તે છોડીને બહાર શા માટે વલખાં મારે છે? ભાવાર્થ – આત્મા સુખસ્વરૂપ છે, છતાં અજ્ઞાની સુખી થવા માટે બહાર ફાંફાં મારે છે, પણ તેને ત્યાંથી સુખ મળતું નથી; કારણ કે સુખ એકમાત્ર આત્મામાં જ રહેલું છે. આત્મા સાથે એકત્ર થાય તો સુખ જ સુખ મળે છે. વળી, એક દ્રવ્ય બીજા દ્રવ્યને ન સુખ આપે છે, ન દુઃખ આપે છે; પરદ્રવ્યમાં રહેલી સુખ-દુઃખની કલ્પના તેને સુખી-દુઃખી કરે છે. જેમ ખારી જમીન ઉપર પડતાં સૂર્યનાં કિરણોના કારણે, પાણી ન હોવા છતાં પાણીનો ભાસ થવાથી હરણ પાણી માટે ત્યાં દોડે છે, પણ તે ઝાંઝવાનાં પાણી તેની તરસ છિપાવતાં નથી, તેને તૃપ્તિનું સુખ આપતાં નથી; તેમ આત્માની બહાર બીજે કશે પણ સુખ માટે વલખાં મારવાથી કોઈને ક્યારે પણ સુખ મળતું નથી. જીવ અંતરમાં વળે તો જ નિરાકુળ સુખ અનુભવે છે.