________________
સામ્યશતક
. ૧૯
બ્લોક-૧૯
अहो मोहस्य माहात्म्यं विद्वत्स्वपि विजृभते ।
अहंकारभवात्तेषां यदंधं करणं श्रुतम् ॥ અર્થ – અહો! વિદ્વાનોમાં પણ મોહનો પ્રભાવ વૃદ્ધિ પામે છે! અહંકાર ઉત્પન્ન થવાથી તેમને શાસ્ત્ર પણ બંધ કરી નાંખે છે. ભાવાર્થ – શ્રુતજ્ઞાન જીવને મોહ-અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, પણ તે શ્રુતજ્ઞાની જો મોહના પ્રભાવ હેઠળ આવી જાય તો એ જ શ્રુતજ્ઞાનનો તે અહંકાર કરે છે. જે વિદ્વત્તા વડે મોહનાં મૂળિયાં જડમૂળથી ઉખેડી શકાય, એનું અભિમાન કરી કોડીના મૂલ્ય રત્ન વેચવા જેવી ભયંકર ભૂલ તે કરે છે. જે શાસ્ત્રજ્ઞાન પામી વિદ્વાનો ભવસમુદ્રની પાર જઈ શકે છે, પોતે તરી શકે છે અને બીજાને તારી શકે છે; એ શાસ્ત્રજ્ઞાનનો જો તેઓ ગર્વ કરે તો તેમને મોહરૂપી અંધાપો આવે છે અને તેથી પોતે તો સંસારમાં ભટકે છે અને બીજાને પણ સંસારમાર્ગે ઘસડી જાય છે.