________________
૨૦
श्रुतस्य
व्यपर्दशेन
विवर्तस्तमसामसौ ।
અંતઃ संतमसः स्फातिर्यस्मिन्नुदयमीयुषी ।।
સામ્યશતક
શ્લોક-૨૦
અર્થ
જે શ્રુતના અભિમાનથી અંદર અજ્ઞાનરૂપ અંધકારનો વિસ્તાર ઉદય પામે, તે શાસ્ત્ર નથી; પરંતુ શાસ્ત્રના બહાને અજ્ઞાનરૂપ અંધકારનું રૂપાંતર છે.
-
ભાવાર્થ શ્રુતજ્ઞાનના અભિમાનથી શાસ્ત્ર શસ્ત્રરૂપે પરિણમે છે, અર્થાત્ તે જ્ઞાન જ્ઞાનરૂપ રહેતું નથી, પરંતુ અજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન વૃદ્ધિ પામે, તેમ તેમ જીવ વિનમ્ર બને તો તે જ્ઞાન મોહ-અંધકારનો નાશ કરવા સમર્થ બને છે. પરંતુ જો શાસ્ત્રજ્ઞાન અભિમાનથી આવરાયેલું હોય તો તેનાથી અજ્ઞાન-અંધકાર વિસ્તાર પામે છે અને તેથી આત્મજ્ઞાનરૂપ પ્રકાશની ઉપલબ્ધિ થઈ શકતી નથી.
-