________________
૨૧
સામ્યશતક શ્લોક-૨૧
केषांचित्कल्पते मोहाद् व्यावभाषीकृते श्रुतम् ।
पयोऽपि खलु मंदानां सन्निपाताय जायते ॥ અર્થ – કેટલાક વિદ્વાનોનું જ્ઞાન મોહથી વાદવિવાદ માટે થાય છે. જેવી રીતે માંદા માણસોને આપેલું દૂધ પણ સંનિપાતરોગ ઉત્પન્ન કરે છે. ભાવાર્થ – જેમ દૂધ પૌષ્ટિક આહાર હોવા છતાં માંદા માણસને આપવામાં આવે તો એ તેને નીરોગી બનાવવાને બદલે તેનો રોગ વધારે છે. તેમ શ્રુતજ્ઞાનનો ઉપયોગ જો અંતરશુદ્ધિ માટે કરવાને બદલે વાદવિવાદ કરવા માટે, તર્કથી બીજાને હરાવવા માટે, પોતાની મિથ્યા માન્યતા સિદ્ધ કરવા માટે થાય તો જેનાથી જીવના મોહ, રાગ, દ્વેષાદિ દૂર થઈ શકે - આત્માનું કલ્યાણ થઈ શકે, એનાથી જ જીવ પોતાનું સંસારપરિભ્રમણ વધારે છે.